જય ગરવી ગુજરાત સાથે જણાવવું કે આજ રોજ સમગ્ર દેશ અને ગુજરાતમાં લોકસભા, વિધાનસભા પેટા ચૂંટણી અને કોર્પોરેશન ચુંટણી માં ભાગ લીધા પછી ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણી પૂર્વ સંગઠનાત્મક ફેરફાર કરી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દિનેશ સોની ના નિર્દેશાનુસાર અને મુખ્યમહાસચિવ અર્જુન મિશ્રા દ્વારા આજ રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે એડવોકેટ શ્રી પિયુષ રાવલ ને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે મીડિયા મિત્રો સાથે વાત કરતા રાષ્ટ્રીય મુખ્યમહાસચિવ અર્જુન મિશ્રાએ જણાવ્યું કે જેએસવીપી દ્વારા હાલ પ્રદેશમાં જનફરિયાદ નોંધણી કાર્યક્રમ થકી કુલ 2100 થી વધારે ફરિયાદની નોંધણી કરી તબક્કાવાર તંત્ર સાથે સંકલન કરી અમોએ કાર્યો કરાવ્યું છે અને લોકસભા, તથા કોર્પોરેશનની ચૂંટણી માં હાર મળ્યા છતાં અમારા ઉમેદવારો ઉભાપગે લોકહિત ના કાર્યો માં લાગ્યા છે. પક્ષ વિપક્ષ ની સાંઠગાંઠ વાળા રાજકારણ થી અલગ અને નવયુવાનો ને પ્રશિક્ષિત રાજકારણ તરફ પારાયણ કરાવવા નો અમારો સંકલ્પ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ વર્ષો થી ગુજરાત ના જનતા જોડે અન્યાય કરી અને રાજ કર્યું છે જે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ અને નવયુવાનો ની લડત ચુંટણી થકી સદન સુધી પહોચાડવામાં આવશે.
પત્રકાર મિત્રો સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પિયુષ રાવલ એ વાત કરતા જણાવ્યું કે :-” હાલ ના વર્તમાન સરકાર ૨૦૨૨ માં ૧૫૦ સીટો સુધી પહોંચવા હાલ કહેવાતું વિપક્ષ, નવો વિપક્ષ નો દાવેદાર અને એમના દ્વારા ઓવૈસી જેવા વ્યક્તિ ના સહયોગ થી ગુજરાત ની જનતા ને ગુમરાહ કરવા માટે આ તમામ સમીકરણો ભેગા કરીને પ્રજા ને મુરખ બનાવી ને તેમનો ટાર્ગેટ પૂરો કરવા જે હવાતિયાં મારે છે તે ટાર્ગેટ જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા પૂરો થવા થશે નહિ અને પ્રજા ના પ્રશ્ન નું નિરાકરણ લાવવા “અન્યાય કે સામને હોગા સંઘર્ષ, અબ આયેગા જન સંઘર્ષ”
અમે ટૂંક જ સમય માં ઉમેદવારો ની પ્રથમ તબક્કાની યાદી જાહેર કરીશું જેમાં મેરીટ પ્રમાણે અને લોકોસુધી જઈને સર્વે કરીને ટિકિટ આપવામાં આવશે.
આ મિટિંગમાં રાષ્ટ્રીય મુખ્યમહાસચિવ અર્જુન મિશ્રા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી નૈનેષ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી અવિનાશ પિલ્લાઈ અને પ્રદેશ ની કોરકમિટી હાજર રહી હતી!