ડીબીલએસ લાઈફસ્ટાઈલ એલએલપીના સહયોગથી એમેઝોન ફેશને સુનીત વર્મા, જેજે વાલયા, આશિષ સોની અને નમ્રતા જોષીપુરા જેવા ભારતના સૌથી પ્રતિષ્ઠિત ડીઝાઈનર્સ સાથે ભાગીદારીમાં રચેલી આર્થિક રીતે અનુકૂળ અને મલ્ટિ-ડીઝાઈનર બ્રાન્ડની રીવર સીઝન 2ને લોન્ચ કરી
- રોજબરોજના કપડા અને પ્રસંગો માટેના વસ્ત્રોની શ્રેણી પૂરી પાડવા સુનીત વર્મા, જેજે વાલયા, આશિષ સોની અને નમ્રતા જોષીપુરા રીવરની સીઝન 2માં સાથે આવ્યા
- ગ્રાહકો હવે એમેઝોન ફેશન પરથી તેમના મનગમતા ડીઝાઈનર્સની લિમિટેડ એડિશન સ્ટાઈસની ખરીદી કરી શકશે
ડીબીએસ લાઈફસ્ટાઈલ એલએલપીના સહયોગ સાથે એમેઝોન ફેશને આજે ભારતમાં રીવર સીઝન 2ની જાહેરાત કરી હતી. પહેલા વર્ષે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ડીઝાઈનર સાથે ભાગીદારીમાં આર્થિક રીતે પરવડે તેવી મલ્ટી-ડીઝાઈનર બ્રાન્ડ રીવરના સફળ લોન્ચ પછી, રીવર સીઝન 2માં સુનીત વર્મા, જેજે વલાવા, આશિષ સોની અને નમ્રતા જોષીપુરા જેવા જાણીતા ડીઝાઈનરોએ વસ્ત્રો તૈયાર કર્યા છે કે જે તેમની સૌંદર્ય અને શૈલીની અભિવ્યક્તિ કરે છે. રીવર સીઝન 2 ગ્રાહકોને એમેઝોન ફેશન પર તેમના પ્રિય ડીઝાઈનરનો લાભ મળશે.
કાળજીપૂર્વક તૈયાર કરેલા વસ્ત્રો પુરુષ અને સ્ત્રી એમ બંને માટે છે કે જે ગ્રાહકોનેદોષરહિત રીતે તૈયાર કરવામાં આવેલા કપડા ખરીદવા લોકોને પ્રોત્સાહીત કરશે અને નવીન શૈલી તથા શાશ્વત ક્લાસિક દેખાવનો સુંદર સંયોજન પ્રદાન કરે છે. મહિલાઓ માટે પરંપરાગત અને નયનરમ્ય સાડી તેમજ પુરૂષો માટે રોયલ બંધગળા, એથનિક જેકેટ્સ, ટ્રેન્ડી શર્ટ્સ અને કુર્તા સાથે રીવર સીઝન 2 કલેક્શન રોજબરોજના પહેરણ ઉપરાંત દરેક ડીઝાઈનરના કલેક્શનમાં સમર્પિત ભાગથી પ્રસંગોપાત પહેરાતા વસ્ત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે.
“રીવર સીઝન 1ને ભારતભરના શોપર્સ તરફથી ઉમદા પ્રતિભાવ મળ્યો હતો. મેટ્રો અને ટાયર 2-3 શહેરોથી લઈને નગરોમાંથી પણ તમામ ડીઝાઈનર્સના કલેક્શન માટે ભારે માગ જોવા મળી હતી. એમેઝોન ફેશન પર રીવર સીઝન 2ની શરૂઆત સાથે અમે વેચાણકર્તા ડીબીએસ લાઈફસ્ટાઈલના સાનિધ્યમાં કામ કરી રહ્યાં છીએ કે જેથી ભારતભરના ગ્રાહકો આર્થિક રીતે પરવડે તેવા ડીઝાઈનર વસ્ત્રોનો લાભ લેવાનું ચાલુ રાખી શકે. રીવર સીઝન 2 મારફત અમે વૈવિધ્યસભર ગ્રાહકો સુધી પહોંચવાનો લક્ષ્ય રાખીએ છીએ અને તેમને ડીઝાઈનરોની સર્જનાત્મક દ્રષ્ટીની નજીક લાવવામાં મદદ કરીએ છીએ,” તેમ એમેઝોન ફેશન ઈન્ડિયાના ડિરેક્ટર અને વડા શ્રી સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
“આ સીઝનમાં નમ્રતા જોષીપુરાના મહિલા કેન્દ્રિત કલેક્શન સાથે સાથે સુનીત વર્મા, જેજે વાલયા અને આશિષ સોનીના કલેક્શન્સ સહિત નવા ડિઝાઈનરોની સર્જનાત્મકતા સાથે નવી તકો પૂરી પાડશે. આ નવી સીઝન મહિલાઓ અને પુરૂષો એમ બંને માટે વેડિંગ કલેક્શન્સ અને પાર્ટી વીઅર પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્તમાન બજાર પ્રવાહ સાથે જોડાણ ધરાવે છે. આ વખતે પણ નવા ડીઝાઈનર્સની કળાત્મકતાના પ્રદર્શન અને આકર્ષક વસ્ત્રો લાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. રીવરે બંને સીલેક્શન્સ મારફત ડીઝાઈનર્સ માટે નવા માર્ગ ખુલ્લા કર્યા છે અને દેશના તમામ મોટા શહેરોમાં ચર્ચાનો એક ભાગ બન્યો છે. ” તેમ તેમણે ઉમેર્યું હતું.
રીવર સીઝન 2માં કેઝ્યુઅલ, બેઝિક્સ, ટ્રેન્ડી શર્ટ્સ, ક્લાસિક ટ્રાઉઝર્સ, જેકેટ્સ અને બંધગળાથી લઈને સાડી, ડ્રેસ, જમ્પસુટ, બ્લાઉઝ, સ્કાર્ફની શ્રેણીમાં 180થી વધુ સ્ટાઈલ છે અને તે પુરૂષો અને મહિલાઓ એમ બંને માટે ખરીદીની તકો આપે છે.
લગ્ન અને પાર્ટી જેવા ઉજવણીના પ્રસંગો માટે સુનીત વર્માઓ પણ ઘણી સુંદર સાડી ડીઝાઈન કરી છે. આ સીલેક્શન શિફોન જ્યોર્જેટ અને લેસમાં ફ્લોરલ સાડીનું ઉત્તમ વૈવિધ્ય પણ લઈ આવે છે. આ સીલેક્શનમાં જે જે વાલયા દ્વારા તૈયાર કરવામાં આવેલા મહિલાઓ માટેના સુદંર ડ્રેસ અને પુરૂષો માટેના શર્ટ અને બંધગળા તથા આરામદાયક ટ્રાઉઝર્સની રજૂઆત છે. આશિષ સોનીના કલેક્શનમાં પુરૂષો માટેના શર્ટ અને કુર્તા સાથેના વસ્ત્રોમાં ડીઝાઈનનું તત્વ ઉમેરવામાં આવ્યું છે. તેઓ કેટલાક સુંદર ડેનિમ બ્લેઝર્સ અને બંધગળા સાથે વિશેષ પ્રિન્ટ્સ ધરાવતા શર્ટ્સ અને ટ્રાઉઝર્સ લઈ આવ્યા છે. નમ્રતા જોષીપુરાના વસ્ત્રોમાં સ્ત્રીઓ માટે દિવસ અને રાત એમ બંને સમય માટેની સુદંર શૈલીનો સમાવેશ થાય છે અને મહિલાઓના કપડામાં નવો વર્ગ રજૂ કર્યો છે.
આ શરૂઆત ટાયર 2 અને 3ના શહેરોમાં ગ્રાહકોની વિશિષ્ટ અને વૈવિધ્યસભર પ્રાદેશિક જરૂરીયાતો અને માગોને પરીપૂર્ણ કરે છે અને એમેઝોનના પ્રતિષ્ઠિત નેટવર્ક થકી તેની જ્યાં જ્યાં ડીલિવરીની સુવિધા ઉપલબ્ધ છે તે તમામ વિસ્તારોમાં ગ્રાહકોને ડીઝાઈનર કપડા પહોંચાડે છે. વર્તમાન અને નવા ડીઝાઈનર સેગમેન્ટના ગ્રાહકો માટે તેમનો ખરીદીનો અનુભવ સ્નેહસભર અને ઉત્કૃષ્ટ બનાવવા માટે રીવર સ્ટોરની રચના કરવામાં આવી છે અને આવા તમામ ગ્રાહકો હવે ખરીદી કરતા પહેલા તેમની ખરીદીના નિર્ણય માટે સંપૂર્ણપણે માહિતગાર રહી શકશે. આ સ્ટોર સાઈઝ, પ્રોડક્ટની વિગતો તેમજ ધોવા અને સંભાળના સૂચનો સાથે સાથે સ્ટાઈલિંગ ટીપ્સ અને વિગતવાર પ્રોડક્ટ વર્ણન પણ પ્રદાન કરશે કે જેથી ગ્રાહક સંભાળપૂર્વક અને અનુકૂળતાથી પસંદગી કરી શકે.