- કૃષિ ક્ષેત્રે સરકારશ્રી સાથે MoU કરનારી સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈંનોવેશન યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે.
- MoU દ્વારા ગુજરાત રાજ્યમાં 2 લાખથી વધુ ખેડૂત અને 10 હાજર માણસોને રોજગાર 10 વર્ષમાં મળશે.
- વસ્તુઓના ટ્રાન્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક વાહન અને નેચરલ પ્રોડક્ટના ઉપયોગ પર ભાર મુકવામાં આવશે.
અમદાવાદ, 16 ડિસેમ્બર 2021: સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈંનોવેશન યુનિવર્સિટીએ HV એન્ટરપ્રાઇઝના સહયોગથી ગુજરાત સરકાર સાથે કૃષિ ક્ષેત્રે પ્રી- વાઇબ્રન્ટ સમિટ 2021માં 200 કરોડના MoU કર્યા. જેમાં સ્વર્ણિમ કૉલેજ ઑફ એગ્રિકલચર દ્વારા કૃષિ ક્ષેત્રે આવનાર નવીન ટેક્નોલોજીથી માહિતગાર, કૌશલ્ય વિકાસની તાલીમ અને સપ્લાય ચેન મૅનેજમેન્ટ પર કાર્ય કરવામાં આવશે. આ પ્રકારનો MoU કરનારી સ્વર્ણિમ યુનિવર્સિટી એ દેશની પ્રથમ યુનિવર્સિટી છે.
HV એન્ટરપ્રાઇઝ અને સ્વર્ણિમ યુનિવર્સિટી સાથે સંલગન સ્વર્ણિમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર દ્વારા કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક પ્રોડક્ટનું ઉત્પાદન અને વપરાશ તથા ખેડૂતો દ્વારા માલસામાના ટ્રાન્સપોર્ટ માટે ઇલેટ્રીક વાહનોનો ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી તેમનો ઉત્પાદન ખર્ચ અને રસાયણોના વપરાશમાં ધરખમ ઘટાડો થશે. સ્વર્ણિમ યુનિવર્સિટીએ કરેલ વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં 200 કરોડના રોકાણ દ્વારા 2 લાખથી વધુ ખેડૂત અને 10 હાજર જેટલા માણસોને 10 વર્ષમાં રોજગારી મળશે.
દેશહિત અને પર્યાવરણહિત માટે બહુ ઓછા રોકાણકરો માની એક સ્વર્ણિમ યુનિવર્સિટી છે.
આ પ્રોજેક્ટમાં કૃષિ ક્ષેત્રે ગુણવતા વધારવા પર વધુ ધ્યાન રાખવા માટે વૈશ્વિક જ્ઞાન અને અદ્યતન તકનીકો દ્વારા ખેડૂત સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી તકનીકોને પ્રોત્સાહન, એફપીઓની સંભવિતતાઓને અનલૉક કરવી, એગ્રી-ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તકો અને કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો સાથે જોડાણ કરવામાં આવશે.
આ MoU ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીના મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય શ્રી રણછોડભાઈ છનાભાઈ ફળદુ, ત્રિપુરા અને બિહાર રાજ્યના કૃષિ મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રી- વાઇબ્રન્ટ સમિટ 2021માં “એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ: એન્ટરીંગ અ ન્યૂ એર ઑફ કોઓપરેશન” ની થીમ હેઠળ કરવામાં આવ્યા હતા.
આ અંગે વધુ જાણકારી આપતા સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈંનોવેશન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ઋષભ જૈને જણાવ્યું કે “આ પ્રકારના MoU એ અમારી માટે ગર્વની વાત છે. અમે શરુવાતથી જ આ પ્રકારના કાર્યોને સહાય કરવા કટિબદ્ધ છીએ. ગુજરાત સરકાર અને સ્વર્ણિમ યુનિવર્સિટીએ કરેલ MoU કૃષિ ક્ષેત્રે નમૂનારૂપ પરિવર્તન લાવશે. આ પ્રકારના પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં કૃષિ ધંધામાં વૃદ્ધિ સાથે રોજગારીની ઘણી તકો ઉભી કરશે.”
કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીના મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ પ્રી- વાઇબ્રન્ટ સમિટ 2021ને સંબોધતા જણાવ્યું કે “ગુજરાતમાં ફૂડ એન્ડ પ્રોસેસીંગ ઉદ્યોગ માટેના વિકાસ માટે ખુબ ક્ષમતા રહેલી છે કારણકે ગુજરાત સરકાર આ ઉદ્યોગને પૂરતી સહાય અને પીઠબળ પુરુ પડે છે. ” ગુજરાત રાજ્ય સરકારે કૃષિ અને એગ્રી – ઇન્ફ્રાસ્ટ્રર ક્ષેત્રે રૂપિયા 2359 કરોડના MoU કરવામાં આવ્યા.