કલર્સ લાવી રહી છે નવો ઘરમાં વૃદ્ધિ પામેલો ટેલેન્ટ શો હુનરબાઝ- દેશ કી શાન
મિથુન ચક્રવર્તી, કરણ જોહર અને પરિણીતી ચોપરાનો નિર્ણાયકોની શક્તિશાળી પેનલમાં સમાવેશ ~
~ લાઈવ દર્શકો સુપર જજ બનશે અને સ્પર્ધકનું ભાગ્ય નક્કી કરશે
~શો 22મી જાન્યુઆરી, 2022થી શરૂ થશે અને તે પછી દરેક શનિવારથી રવિવારે રાત્રે 9 વાગ્યાથી ફક્ત કલર્સ પર માણી શકાશે ~
તમે કોણ છો, ક્યાંથી આવ્યા છે અથવા તમે શું કરો છો તે ગમે એ હોય પણ તમારી પાસે પ્રતિભા હોય તો તે ચમકીને રહેશે. ભારત પ્રતિભાઓથી ઊભરાય છે, જે આપણું ગૌરવ છે અને દેશના દરેક ખૂણેખાંચરે તે મળી શકે છે. આ પ્રતિભાશાળીઓને તેમની અસાધારણ હુન્નર બતાવવા માટે અને તેમનાં સપનાં સાકાર કરવા માટે મંચ આપવા કલર્સ લાવી રહી છે નવો ઘરમાં વૃદ્ધિ પામેલો ટેલેન્ટ શો હુનરબાઝ- દેશ કે શાન. આ શો ગમે તે ધર્મ, લિંગ, સામાજિક આર્થિક સ્થિતિ, ભૂગોળ કે શારીરિક અસક્ષમતાઓ હોવા છતાં પ્રતિભાશાળી હોય તેવા કોઈને પણ અને દરેકને ખુલ્લા હાથે આવકારવાનું વચન આપે છે. આ હુનરબાઝો અને તેમની કળાકારીગરીને પોષવા માટે હવાલો લેવા અને શોનાં સૂત્રો સંભાળશે બોલીવૂડના દિગ્ગજ દંતકથા સમાન સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી, અવ્વલ ફિલ્મકાર કરણ જોહર અને બહુપ્રતિભાશાળી અભિનેત્રી પરિણીતી ચોપરા. ટેલિવિઝનનું પાવર કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબચિયા તેમની હસાવનારી કોમિક સ્ટાઈલ અને મોહિની સાથે શોનું સૂત્રસંચાલન કરશે. ફ્રેમ્સ પ્રોડકશન દ્વારા નિર્મિત હુનરબાઝ- દેશ કી શાન તેનુ બહુપ્રતિક્ષિત પ્રસારણ 22મી જાન્યુઆરી, 2022ના રોજ કરશે, જે પછી દરેક શનિવાર- રવિવારે રાત્રે 9 વાગ્યાથી પ્રસારિત થશે.
આ શો વિશે બોલતાં વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટ અને કિડ્સ ટીવી નેટવર્કના હેડ નીના ઈલાવિયા જયપુરિયાએ જણાવ્યું હતું કે કલર્સમાં અમે અમારા દર્શકો માટે હંમેશાં ફિકશન અને નોન-ફિકશન શોમાં નવી અને વૈવિધ્યપૂર્ણ ઘરેલુ કન્ટેન્ટ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમને અમારી વિવિધતાસભર ઓફરમાં નવો ઘરમાં વૃદ્ધિ પામેલો ટેલેન્ટ શો હુનરબાઝ દેશ કી શાન ઉમેરીને ધૂમધડાકા સાથે નવા વર્ષનો શુભારંભ કરવાની ખુશી છે. આ તો હજુ આરંભ છે અને અમે આગામી દિવસોમાં અમુક અસાધારણ શો સાથે આગળ ઉત્તમ અને રોમાંચક વર્ષ નીવડે તેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છીએ.
હુનરબાઝ- દેશ કી શાનના ઓડિશન્સના રાઉન્ડમાં વિવિધ પ્રકારોમાં વિધવિધ પ્રતિભા જોવા મળી છે. ફ્લોટિસ્ટ્સ, એક્રોબેટ ડાન્સરો, સ્ટેન્ડ અપ આર્ટિસ્ટ્સ, રૈપર્સ, બીટબોક્સિંગ, જાદુગરથી જિમ્નેસ્ટ્સ અને ઘણી બધી અન્ય છૂપી પ્રતિભાઓ સુધી શો અગાઉ ક્યારેય નહીં જોયેલા એક્ટ્સની શક્તિશાળી શ્રેણી સાથે સમૃદ્ધ છે. કોલકતાનો 11 વર્ષનો અનિરબાન તમારા અંતરની તેની વાંસળી વાદન ક્ષમતાથી ઢંઢોળશે ત્યારે મુંબઈના જાદુગર રાજેશ કુમાર મંત્રમુગ્ધ કરનારા એક્ટ થકી રાષ્ટ્રને મોહિત કરશે. અદભુત એક્રોબેટ જોડી સંચિતા અને શુબ્રતોનો પરફોર્મન્સ જોવાની મજા આવશે, જ્યારે આકાશ સિંહના ચકિત કરનારા પોલ એક્ટ આ શોને નવી ઊંચાઈ આપશે. શો પર આવનારા સ્પર્ધકો અત્યંત પ્રતિભાશાળી છે અને તેમની ઘણી બધી પ્રેરણાત્મક વાર્તાઓ છે, જે દર્શકોને ચકિત કરી દેશે. ઉપરાંત શો લાઈવ દર્શકોને તેમના મનગમતા હુનરબાઝ પસંદ કરવાની અને સુપર જજ બનવાની પાવર આપશે. કોઈ પણ સ્પર્ધક માટે એકંદર સ્કોરનું 70 ટકા વેઈટેજ લાઈવ દર્શકો પર આધાર રાખશે, જ્યારે નિર્ણાયકો પાસે 30 ટકા વેઈટેજ હશે. દરેક સ્પર્ધકને પાત્ર બનવા માટે એકત્રિત 80 ટકા સ્કોર પ્રાપ્ત કરવાનું જરૂરી રહેશે.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે અમને પહેલી જ વાર આપણા પોતાના ઘરમાં વૃદ્ધિ પામેલો શો હુનરબાઝ- દેશ કી શાન લોન્ચ કરવામાં ભારે રોમાંચ થાય છે. તે રાષ્ટ્રની છૂપી અને અજોડ પ્રતિભાઓને તેમની કળાકારીગરી બતાવવા માટે મંચ આપશે. શોનું સૌથી અજોડ પરિબળ હુનરબાઝનું ભાગ્ય નક્કી કરવા માટે લાઈવ દર્શકોના હાથોમાં મોટા ભાગની શક્તિ આપવામાં આવી છે તે છે. અમારી પાસે મિથુન ચક્રવર્તી, કરણ જોહર અને પરિણીતી ચોપરા સહિતના નિર્ણાયકોની અજોડ પેનલ છે, જેઓ સ્પર્ધકોને તેમના પ્રવાસમાં મેન્ટર કરશે અને માર્ગદર્શન આપશે. અમે ઓડિશનના તબક્કામાં અમુક અતુલનીય પ્રતિભા જોઈ છે અને આ સીઝન ઉત્તમ બની રહેશે એવી આશા છે.
ફ્રેમ્સ પ્રોડકશનના રણજિત ઠાકુરે જણાવ્યું હતું કે ભારતમાં ભરપૂર પ્રતિભા છે, જે મોટે ભાગે અણધાર્યાં સ્થળોથી મળી આવે છે. અમે હુનરબાઝ- દેશ કી શાન સાથે આ છૂપી પ્રતિભાઓને બહાર લાવવા માગીએ છીએ અને તેમને ઓળખ બનાવવા માટે મંચ આપવા માગીએ છીએ. અમે અમુક રસપ્રદ, અમુક ચકિત કરનાર અને અમુક મંત્રમુગ્ધ કરનાર એક્ટ્સ જોયા છે, જેણે નિર્ણાયકો અને દર્શકોને પણ સ્તબ્ધ કરી દીધા છે. અમને ખાતરી છે કે અમે આગળ વધીએ તેમ આ સ્પર્ધકોને અમારા નિર્ણાયકોના સક્ષમ માર્ગદર્શનમાં યોગ્ય પોષણ અને ગ્રૂમિંગ મળશે, જેને લઈ આ હુનરબાઝ ખરા અર્થમાં આપણા દેશ કી શાન બની રહેશે.
મિથુન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આવો સુંદર શો જીવંત કરવા માટે હુનરબાઝની આખી ટીમને મારી શુભેચ્છા છે. હું ભૂતકાળમાં ઘણા બધા રિયાલિટી શોનો હિસ્સો બન્યો છે, પરંતુ આ શોમાં જોયું તે ખરેખર અદભુત છે. મને વિશ્વાસ છે કે મંચ પર હુનરબાઝ પરફોર્મ કરશે તેમના એક્ટ્સ દર્શકોને સ્તબ્ધ કરી દેશે અને આપણા દેશને તેમની કળાકારીગરીથી તેઓ ગૌરવ અપાવશે.
કરણ જોહરે જણાવ્યું હતું કે લોકોની પ્રતિભાની ઉજવણી કરે અને આખા દેશ માટે તેની નોંધ લેવા તેમને મંચ આપે તેવા શોનો હિસ્સો બનવા માટે હું બહુ રોમાંચિત છું. હુનરબાઝ- દેશ કી શાનનો હિસ્સો બનવું તે સન્માનજનક છે અને દેશભરમાંથી આવનારા ઊભરતા પ્રતિભાશાળીઓને ટેકો આપવાની જજ તરીકે મારે માટે મોટી જવાબદારી સાથે આવી છે. અમે ભારતને પ્રથમ હુનરબાઝ આપવા સુસજ્જ છીએ અને મિથુન દા અને પરિણીતી મારી પડખે હોવા સાથે અમે ઉત્સુકતાથી હુનરબાઝની વાટ જોઈ રહ્યાં છીએ.
પરિણીતી ચોપરાએ જણાવ્યું હતું કે ટેલેન્ટ શો હંમેશાં મારા મનમાં વિશેષ સ્થાન ધરાવતા આવ્યા છે અને હું હંમેશાં તેનો હિસ્સો બનવા માટે ઉત્સુક હતી. મને હુનરબાઝ સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરવાની અને દેશભરના ઘણા બધા હુનરબાઝ સાથે જોડાવાની ખુશી છે. દરેકની પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવાનું અદભુત છે અને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળશે. કરણ જોહર અને મિથુન દા સાથે આ મંચ શેર કરવાનું મારે માટે બહુ સન્માનજનક છે અને હું આ અતુલનીય નવા પ્રવાસ માટે ભારે ઉત્સુક છું.
હોસ્ટ ભારતી સિંહ કહે છે, મને કલર્સ સાથે કામ કરવાનું હંમેશાં સારું લાગ્યું છે અને મને હર્ષ સાથે હુનરબાઝ- દેશ કી શાન હોસ્ટ કરવા મળ્યું તેની ખુશી છે. નમ્ર પાર્શ્વભૂમાં આવતા કલાકાર તરીકે ઘણા બધા લોકો તેમની લગની સાથે આગળ વધી રહ્યા છે અને મોટા મંચ પર સ્થાન જમાવી રહ્યા છે તે જોવાનું બહુ સારું લાગે છે. હું બધા સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આશા રાખું છું કે તેઓ તેમનાં સપનાં સાકાર કરશે.
હર્ષ લિંબચિયાએ જણાવ્યું હતું કે મારી હુનરબાઝ અર્ધાંગિની ભારતી સાથે હુનરબાઝના પ્રવાસનો હિસ્સો બનવાની મને બેહદ ખુશી છે. હુનરબાઝ- દેશ કી શાન ઉત્કૃષ્ટ પ્રતિભાઓ દ્વારા અમુક અદભુત એક્ટ્સ લાવશે અને અમે ઈચ્છીએ છીએ કે દર્શકો તેમના પ્રવાસનો હિસ્સો બને અને તેમને ટેકો આપે.
ચેનલે હુનરબાઝ દેશ કી શાન માટે મજબૂત માર્કેટિંગ અને ડિજિટલ પહોંચ તૈયાર કરી છે. ડિજિટલ મોરચે કેમ્પેઈન રસપ્રદ ચાહકો અને પ્રભાવશાળી સહભાગી પ્રવૃત્તિઓ થકી પ્રેરિત કરાશે. હુનરને કલર્સ ટીવીના બ્રહ્માંડમાંથી લાઈમલાઈટમાં લાવવા માટે હુનર અવર એક્ટિવિટી થકી મંચ પર ઘણા બધા પ્રતિભાશાળી લોકોને ડેઈલી આઉટઆઉટ્સ આપવામં આવશે. લોન્ચના દિવસે કલર્સ ટીવીના સોશિયલ મિડિયા હેન્ડલ્સ 24 કલાક લાંબી ઉજવણીમાં ફેરવાશે, જે પેજ પર દરેક કલાકે હુનરના અલગ અલગ પ્રકાર પ્રદર્શિત કરશે અને આખરે દર્શકો માટે શોનો ભવ્ય લોન્ચ જોવા મળશે. ઉત્તમ હુનરની કદર થશે. ઈન્ફલુએન્સર એન્ગેજમેન્ટના ભાગરૂપે ટોચના ઈન્ફ્લુએન્સરો તેમની હુનર બતાવતો વિડિયો ક્રિયેટ કરશે અને ટેલેન્ટના વિડિયો અપલોડ કરવા માટે દર્શકોને શાઉટઆઉટ્સ આપશે. આ વિડિયો ટકાટક, મોજ, જોશ અને ઈન્સ્ટાગ્રામ નામે મંચો પર ઈન્ફ્લુએન્સરો થકી વધુ વિસ્તારવામાં આવશે. ઉપરાંત 10 દિવસની કેમ્પેઈનનું પણ નિયોજન કરવામાં વ્યું છે, જે હિંદી ન્યૂઝ, હિંદી મુવીઝ, હિંદી મ્યુઝિક, કિડ્સ અને રિજનલ પ્રકારોમાં પ્રોમોઝ પ્લેઆઉટ થકી બહુઆયામી પ્રતિભાઓને પ્રમોટ કરશે. લોન્ચના દિવસે લાર્જ ફોર્મેટ અને પ્રીમિયમ પોઝિશન એડ્સના સંયોજન થકી ટોચનાં પ્રકાશનોને લક્ષ્યમાં રાખતાં મુખ્ય બજારોમાં પ્રિન્ટ એડ્સનું પણ નિયોજન કરવામાં આવ્યું છે.
તો ભરપૂર મોજમસ્તી, મનોરંજન અને અદભુત હુનર જોવા માટે તૈયાર રહો, હુનરબાઝ- દેશ કી શાન, 22મી જાન્યુઆરી, 2022થી શુભારંભ, દરેક શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યાથી, ફક્ત કલર્સ પર.