વૈશ્વિક સંરક્ષણ એરોસ્પેસ અને સુરક્ષા કંપની BAE સિસ્ટમ્સ 10-14 માર્ચ દરમિયાન યોજાનારા DefExpoના 12મા એડિશન ખાતે મેક ઇન ઇન્ડિયા M777 અલ્ટ્રા લાઇટવેઇટ હોવિત્ઝર (ULH) ગન સિસ્ટમ સહિત સંખ્યાબંધ ક્ષમતાઓ અને ટેકનોલોજી ઉકેલો બતાવશે.
ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાનારા શોમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને સહકાર આપવા માટે BAE સિસ્ટમ સ્થાનિક ઇન્ડસ્ટ્રી સાથે પોતાની ભાગીદારીઓ અને કવાયતને પ્રોત્સાહન આપશે. કંપની કેવી રીતે ભારતીય ગ્રાહકોને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓ સ્પર્ધાત્મક રીતે પૂરી પાડે છે અને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાનું મજબૂતીકરણ કરે છે તે પણ પ્રદર્શિત કરશે.
ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં BAE સિસ્ટમ્સના મેનેજિંગ ડાયરેક્ટર રવિ નિર્ગુડકરે જણાવ્યું હતું કે, “ગયા વર્ષે કેરિઅર સ્ટ્રાઇક ગ્રૂપ નેવલ મુલાકાત દરમિયાન બતાવ્યું તે અનુસાર ભારત અમારા માટે મુખ્ય વ્યૂહાત્મક બજાર છે અને અમે DefExpo ખાતે તેને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે આતુર છીએ.”
“ભારતમાં સંરક્ષણ મેન્યુફેક્ચરિંગના ફાઉન્ડિંગ પાર્ટનર તરીકે, BAE સિસ્ટમ ભારતને તેના આધુનિકીકરણની સફરમાં સમર્થન આપવા માટે કટિબદ્ધ છે. શોમાં અમારી ઉપસ્થિતિ ભારત પ્રત્યેની અમારી કટિબદ્ધતા બતાવશે અને યુદ્ધમાં પુરવાર થયેલી સંરક્ષણ ક્ષમતાઓની મદદથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત કરવાનો અમારો ઇરાદો પ્રગટ કરશે.”
દેશમાં સહયોગમાં BAE સિસ્ટમની વધી રહેલી વ્યાપકતા અને મેક ઇન ઇન્ડિયા માટે કંપનીની કટિબદ્ધતા પર પ્રકાશ પાડીને, M777 અલ્ટ્રા લાઇટવેઇટ હોવિત્ઝર (ULH) મોડેલ DefExpo ખાતે કંપનીના પ્રદર્શનમાં મુખ્ય હિસ્સામાંથી એક રહેશે.
U.S. અને ભારત સરકાર વચ્ચે થયેલા કરાર હેઠળ, મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મહિન્દ્રી ડિફેન્સ સિસ્ટમ્સ લિમિટેડ (MDSL) દ્વારા 155mm M777A2 ULH સિસ્ટમ એસેમ્બલ, સંકલિત અને પરીક્ષણ કરવામાં આવી રહી છે. આ ક્ષમતા હાલમાં આર્ટિલરીના રેજિમેન્ટ સાથે સેવામાં છે અને આજદિન સુધીમાં, BAE સિસ્ટમ્સે ભારતીય સૈન્યને 100 કરતાં વધારે ગનનું ઉત્પાદન કરીને ડિલિવરી આપી છે.
આ ઉપરાંત, APKWS લેસર ગાઇડેડ રોકેટ પણ પ્રદર્શનમાં રાખવામાં આવશે જે ખૂબ જ ઓછો ખર્ચાળ ઉકેલ છે અને સ્ટાન્ડર્ડ અનગાઇડેડ 2.75-ઇંચ (70 મિલિમીટર) રોકેટને પ્રિસિશન લેસર ગાઇડેડ મ્યૂનિશનમાં રૂપાંતરીત કરીને યોદ્ધના ફાઇટર વિમાનોને સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ક્ષમતા પૂરી પાડે છે.
ભારત અને DefExpo ખાતે પ્રથમ વખત રજૂ થઇ રહેલું, PHASA-35® અલ્ટ્રા-લાઇટ વેઇટ (ખૂબ ઓછા વજનનું), સોલર ઇલેક્ટ્રિક હાઇ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડ્યૂરન્સ (HALE) અનમેનેડ એરિયલ સિસ્ટમ (UAS) પ્લેટફોર્મ છે. આ નેક્સ્ટ-જેન ટેકનોલોજીકલ સિસ્ટમ મોનટરિંગ, સર્વેલન્સ, કમ્યુનિકેશન અને સિક્યુરિટી જેવા કાર્યો માટે એકધારું અને સ્થિત પ્લેટફોર્મ પૂરું પાડે છે.
BAE સિસ્ટમ્સના સ્ટેન્ડ ખાતે અન્ય એક મુખ્ય ઉપકરણ LiteHUD® હેડ-અપ ડિસ્પ્લે રહેશે જે અદ્યતન ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી, ક્રાંતિકારી વેવગાઇડ ઓપ્ટિક્સ અને અત્યંત ભરોસાપાત્ર ઇલેક્ટ્રોનિક્સ સાથે જગ્યા અને વજનનો લાભ આપે છે.
DefExpo ખાતે BAE સિસ્ટમ્સની મેરિટાઇમ ક્ષમતાઓ 40 Mk 4 એર ડિફેન્સ ગન અને 57 Mk3 નેવલ ગન સિસ્ટમ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે જે સંઘર્ષના તમામ સ્તરોએ ઉચ્ચ સર્વાઇવેબિલિટી અને વ્યૂહાત્મક મુક્તિ આપે છે અને એવી ચપળ તેમજ લવચિક શસ્ત્ર સિસ્ટમ્સથી સજજ છે જે વીજળી વેગે પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ છે.
તેમજ, શો ખાતે કોમ્બેટ વ્હીકલ 90 અને BvS10 બ્યૂવુલ્ફ ના મોડેલ પણ વિશેષરૂપે બતાવવામાં આવશે જે વ્યૂહાત્મક મોબિલિટી, ઉચ્ચ સર્વાઇવેબિલિટી અને કોઇપણ પ્રદેશ અથવા વ્યૂહાત્મક માહોલમાં સુરક્ષા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.