પ્રગતિશીલ રાષ્ટ્રીય ઈએસજીફ્રેમવર્ક માટે વાતચીતને ઉત્તેજીત કરવાની એક એવી પહેલ જે ભારતીય કંપનીઓ અને રોકાણકારો તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે
અગ્રણી વૈશ્વિક પ્રબંધ સંસ્થા – ભારતીય પ્રબંધ સંસ્થા અમદાવાદ (આઈઆઈએમએ),ભારતના સાર્વભૌમ સંપત્તિ પ્રબંધક, રાષ્ટ્રીય મૂડીરોકાણ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરભંડોળ(એનઆઈઆઈએફ)ના સહયોગથી ઈએસજીમાં દેશની પ્રથમ સંશોધન ચેરની સ્થાપના કરશે.
આઈઆઈએમએ ખાતે એનઆઈઆઈએફચેરઆઈઆઈએમએના અરુણ દુગ્ગલ ઈએસજીસંશોધન તથા ઈનોવેશન કેંદ્રના સહકારથી કાર્ય કરશે.તે જ્ઞાન અને અંતર્દૃષ્ટિના કેન્દ્ર તરીકે કાર્ય કરશે જે એક માળખાના નિર્માણમાં મદદ કરશે જે વ્યવસાયો અને નીતિ નિર્માતાઓને અનુક્રમે તેમના લાંબા ગાળાના વ્યવસાય અને શાસનના નિર્ણયોમાં ઈએસજીનો સમાવેશ કરવાની સુવિધા આપે છે.
આઈઆઈએમએ ખાતે ઈએસજીમાં એનઆઈઆઈએફચેરનીકેટલીક પ્રવૃત્તિઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે –
- વૈશ્વિક સ્તરે નિર્ણાયક, સંબંધિતઈએસજી મુદ્દાઓ પર સંશોધન હાથ ધરવું
- લાંબા ગાળાની ઈએસજી ઓરિએન્ટેડ બિઝનેસ વ્યૂહરચના અને પ્રથાઓ બનાવવા માટે ઉદ્યોગ સાથે ભાગીદારી કરવી
- નીતિ ઘડતરમાં સરકાર(સરકારો)ના જ્ઞાન ભાગીદાર તરીકે કાર્ય કરવું
- જ્ઞાનની વહેંચણી અને નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને એજન્સીઓ સાથે જોડાવું
આ નિર્ણય પર ટિપ્પણી કરીને અને ઉદ્યોગ માટે મૂળભૂત તત્વ તરીકે ઈએસજીના વધતા મહત્વને વિસ્તૃત રીતે સમજાવતાં, પ્રોફેસર એરોલ ડીસોઝા, ડાયરેક્ટર, આઈઆઈએમએએ જણાવ્યું હતું કે, “અમને એનઆઈઆઈએફ સાથે ઈએસજી માટે આ સંશોધન ચેર સ્થાપિત કરવાનો આનંદ છે. ઉદ્યોગજગત તેની કામગીરીમાં ઈએસજીને માન્ય રાખી અને સામેલ કરવાના મહત્વને વધુને વધુ
સમજવા લાગ્યું છે. આ ક્ષેત્રમાં વ્યાપક સંશોધન અને સંદર્ભની ફ્રેમ ડિઝાઇન કરવાની જરૂર છે જે ભારતીય કંપનીઓને લાંબા ગાળે તેમની બિઝનેસ વ્યૂહરચના અને નિર્ણયોમાં ઈએસજી ફંડામેન્ટલ્સને એકીકૃત કરવામાં મદદ કરી શકે. ઈએસજી માટે સંશોધન ચેર સંસ્થાના નીતિ નિર્માતાઓ, પ્રેક્ટિશનરો અને વિદ્યાર્થીઓ માટે એક વ્યૂહાત્મક રોડમેપની રચના અને ઘડતર પર કામ કરશે જેથી આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં અંતરને દૂર કરવામાં મદદ મળે.”
એનઆઈઆઈએફ માને છે કે હિસ્સેદારો તેમજ વ્યાપક સમાજ માટે નોંધપાત્ર મૂલ્યને અનલૉક કરવા માટે ફંડ મેનેજરો માટે ટકાઉ અને જવાબદાર રોકાણ સમુદાયનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે. તે તરફ એક પગલું ભરતાં, આઈઆઈએમએ સાથે એનઆઈઆઈએફ ચેરની સ્થાપના હિતધારકોની ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે અને દેશમાં ઈએસજીમાં શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવાના ભાવિને આકાર આપશે.
સુજૉય બોઝ, પ્રબંધ નિયામક અને મુખ્ય કાર્યકારી અધિકારી, એનઆઈઆઈએફએ કહ્યું, “અમે ઈએસજીના ક્ષેત્રમાં આઈઆઈએમએની સાથેના સહકારથી ખુશ છીએ, જે કાયમી રોકાણકાર આધારશિલામાંથી એક છે. આ સહકાર અમારા રોકાણ અને પરિસંપત્તિ સંચાલન પ્રવૃત્તિઓ અને વધુ સશક્ત ભવિષ્યનું મૂળ છે. આ સહકાર એનઆઈઆઈએફ કે એક જાગરૂક જવાબદાર, રોકાણ વ્યવસાયની પારિસ્થિતિકી તંત્રનું નિર્માણ પૂર્ણ કરે છે. ઇએસજીમાં એનઆઈઆઈએફ ચેરના કામમાં રોકાણકારો, ઉદ્યોગ અને નીતિને આગળ વધારવા માટે ઇષ્ટતમ પદ્ધતિઓ વિશે સ્પષ્ટતા પ્રદાન કરવામાં મદદરૂપ થાય તેમ છે કારણ કે અમને કાયમી રોકાણકારોના પ્રતિભાવમાં મૌલિક પરિવર્તન દેખાઈ રહ્યું છે. અમને વિશ્વાસ છે કે ઉદ્યોગના આગલા લીડર ઈએસજીની શ્રેષ્ઠ પ્રથાઓ વિકસિત કરવાના મજબૂત પાયાથી ઉપસી આવશે. આઈઆઈએમએ સાથે અમારી ભાગીદારીથી મજબૂત બનીને, અમે જીવન જીવવા યોગ્ય સુરક્ષા રાખવા અને સાર્થક અસરો પેદા કરવા માટે તે પ્રમાણેની વાતચીતનું નેતૃત્વ કરવાની આશા રાખીએ છીએ.”
એનઆઈઆઈએફચેરમાટેની નિમણૂંક લાયકાતના માપદંડો અને પ્રક્રિયાની વિગતો સાથે અરજીઓને આમંત્રિત કરતી જાહેર જાહેરખબર દ્વારા કરવામાં આવશે.
આઈઆઈએમએ એ તાજેતરમાં અરુણ દુગ્ગલ ઇએસજી સંશોધન તથા નવપ્રવર્તન કેંદ્રનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ભારતીય ઉદ્યોગોને વિકાસની વ્યૂહરચના ડિઝાઇન અને અમલમાં મદદ કરવા માટે એક
ઉત્કૃષ્ટતા કેંદ્રની સ્થાપના કરવામાં આવી હતી જે સામાજિક સમૃદ્ધિ અને પર્યાવરણના ટકાઉપણું પ્રત્યે સમાન રીતે સચેત અને જવાબદાર હોય.
સંસ્થા અને એનઆઈઆઈએફ વચ્ચેના આ સહયોગને આઈઆઈએમએ એન્ડોમેન્ટ ભંડોળ (આઈઆઈએમએઈએફ) – સંસ્થાના એકીકૃત ભંડોળ એકત્રીકરણ અને પરોપકાર માટેનીશાખા દ્વારા સુવિધા આપવામાં આવી છે જે આઈઆઈએમએ ને આપવામાં આવેલા તમામ દાનની સુવિધા આપે છે.
આઈઆઈએમએ ખાતે ઈએસજીમાં દેશની પ્રથમ શૈક્ષણિક ચેરની સ્થાપના કરવા અંગે, આઈઆઈએમએ ઈએફનાં સીઈઓ સુશ્રી છવિમુદ્ગલે જણાવ્યું હતું કે, “અમને આઈઆઈએમએ ખાતે આ પ્રક્રિયાનો ભાગ બનવાનો આનંદ છે. આઈઆઈએમએ ખાતે ઈએસજીમાં એનઆઈઆઈએફચેરએ ભારતીય બિઝનેસ લેન્ડસ્કેપમાં ઈએસજી જાગરૂકતા અને સભાનતાને આગળ વધારવા અને તેની સાથે દેશમાં એનઆઈઆઈએફ જેવા મહત્વના હિતધારકો સાથે નવા અને અર્થપૂર્ણ સહયોગની શોધ કરવા માટે આઈઆઈએમએના પ્રયાસો તરફનું એક પગલું છે.”