ભારત, 15મી માર્ચ 2022: $ગારી દ્વારા સંચાલિત ભારતની નંબર 1 શોર્ટ-વિડિયો એપ્લિકેશન ચિંગારી દ્વારા અમદાવાદમાં સૌથી મોટી હોળી પાર્ટી યોજાવા જઇ રહી છે. આ ખાસ હોળીના તહેવાર સાથે અમદાવાદીઓ ફરીથી ફેસ્ટિવ મોડમાં આવશે અને હોળીનું સેલિબ્રેશન કરશે. ચિંગારી એપ ખાસ અમદાવાદીઓને 18મી માર્ચ, સવારે 10 વાગ્યાથી સિંધુ ભવન રોડ ખાતે આવેલા ઓરિઓન સેરેમોનિયલ લૉન્સ ખાતે સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી ઇવેન્ટ – ‘હોળી કે રંગ, $ગારી કે સંગ’ની ઉજવણી કરવા આમંત્રણ આપે છે. પાર્ટીમાં જોડાવા માટે આવનાર વ્યક્તિનાં ચિનગારી વૉલેટમાં માત્ર 20 $GARI ટોકન્સ હોવા જરૂરી છે અને તેઓ તેમના મિત્રો અને પરિવાર સાથે આ હોળીનો આનંદ માણી શકશે.
18મી માર્ચના રોજ ગુજરાતી ફિલ્મ અને મીડિયા જગતની મોટી હસ્તીઓ અને કલાકારો ચિંગારીના કાર્યક્રમ ‘હોળી કે રંગ, $ગારી કે સંગ’ ખાતે હોળીની ઉજવણી કરશે. જેમાં આદિત્ય ગઢવી, ઈશાની દવે, અઘોરી મ્યુઝિક, નંદલાલ છાંગા જેવા જાણીતાં કલાકારો પ્રેક્ષકોનું મનોરંજન કરશે, જ્યારે મલ્હાર ઠાકર, નીલમ પાંચાલ, જીનલ બેલાણી જેવી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને ચિંગારી ટીમ સાથે ખાસ હોળીની ઉજવણી કરશે.
ચિંગારીમાં ફેમસ એવું ડાન્સ ક્રિએટર ગ્રુપ ABCD પણ તેમના ખાસ પરફોર્મન્સ સાથે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે. ઈવેન્ટમાં આવનાર યુવાનો અને હોળીરસિયાઓ માટે ખાસ ગેમના સ્ટોલ પણ હશે. આ ઉપરાંત, $GARI દ્વારા સંચાલિત ચિંગારીની આ હોળી ઈવેન્ટમાં બલૂન ફાઈટીંગ, રેઈન ડાન્સ વિથ ડીજે, રંગ કા જંગ અને સેલિબ્રિટી મીટ એન્ડ ગ્રીટ જેવી ઘણી એક્ટિવીટીઝ પણ યોજાશે, જેનાથી પાર્ટીમાં આવનારાં લોકોને ફુલ-ઓન એન્ટરટેઇનમેન્ટ મળી રહે.
ચિંગારી એપના સહ-સ્થાપક અને COO શ્રી દીપક સાલ્વી જણાવે છે, “છેલ્લા 2 વર્ષથી આપણે સૌ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મોટાં ફેસ્ટિવલ સેલિબ્રેશનની રાહ જોઇ રહ્યા છીએ ત્યારે હોળીની આવી ભવ્ય ઉજવણી જેવો મોકો બીજો કોઇ ન હોઇ શકે. $GARI દ્વારા સંચાલિત ચિંગારી અમદાવાદમાં ભવ્ય હોળી પાર્ટી યોજી રહ્યું છે, જે માત્ર લોકોને એન્ટરટેઇન નહીં કરે, પરંતુ સાથોસાથ તેમને ઘણી સારી મેમરીઝ પણ પૂરી પાડશે. અમદાવાદીઓ તરફથી મળી રહેલાં પ્રતિસાદ અને તેમનો ઉત્સાહ જોઇને અમે રોમાંચિત છીએ. આનાથી અમને આવી વધુ ઇવેન્ટ્સ યોજવા અને અમારા પ્રયત્નો દ્વારા વધુ લોકો સુધી પહોંચવા માટે મોટિવેશન મળશે. અમે તમામ અમદાવાદીઓને ચિંગારી અને GARI પરિવાર સાથે આ હોળીની ઉજવણી કરવા માટે આમંત્રિત કરીએ છીએ અને એક ભવ્યતમ હોળીની ઉજવણીની રાહ જોઈ રહ્યા છીએ.
XYZ સેલિબ્રિટીએ કહ્યું, “અમે ચિંગારીના ‘હોળી કે રંગ, $ગારી કે સંગ’ માં હાજરી આપવા માટે ઉત્સુક છીએ. મહામારીને કારણે છેલ્લાં 2 વર્ષથી ખાસ કોઇ સેલિબ્રેશન થવા પામ્યું નથી, ત્યારે અમે પણ અમારા ચાહકો સાથે મહત્વનાં તહેવારોની ઉજવણી કરી શક્યા નથી. પરંતુ આ વર્ષે ચિંગારીને કારણે અમે અમારા ચાહકો સાથે ખાસ હોળી પાર્ટીમાં ફરીથી કનેક્ટ થઈશું. તો મારા બધા ફેન્સને ખાસ કહેવાનું કે, આવો અને મારી સાથે 2022ની સૌથી મોટી હોળી પાર્ટી, હોળી કે રંગ, $ગારી કે સંગમાં જોડાઓ.”
XYZ, કલાકાર જણાવે છે, “વર્ષના પહેલાં મોટા તહેવારોમાંથી એક એવા હોળીનાં ખાસ ચિંગારી ફેસ્ટની ઉજવણી કરવા આતુર છીએ. આ ખાસ ઇવેન્ટમાં અમે અમારા તમામ એ ફેન્સ માટે પરફોર્મ કરીશું, જેઓ 2020થી અમારી રાહ જોઇ રહ્યા છે. સાથે જ અમે તમામ એ ચાહકોને આ હોળી પાર્ટીમાં મળવાની આશા રાખીએ છીએ, જેઓ ચિંગારી વોલેટમાં 20 ગારી ટોકન બતાવી પાર્ટીમાં હાજર રહેશે.
અમદાવાદના લોકો માટે હોળી પાર્ટી સીન સેટ છે, તો શું તમે ચિંગારી સ્ટાઇલમાં પાર્ટી કરવા તૈયાર છો?
ખાસ નોંધ: દરેક વ્યક્તિએ તેમના વોલેટમાં ઓછામાં ઓછા 20 $ GARI ટોકન્સ દર્શાવવા પડશે. $GARI ટોકન્સ મેળવવા માટે, કૃપા કરીને મુલાકાત લો- gari.network
ચિંગારી વિશે:
ચિંગારી એ 2018 માં લૉન્ચ કરવામાં આવેલી ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી શોર્ટ-વિડિયો ઍપ છે. ત્યારથી આ એપ મનોરંજન અને ક્રિએટીવ વીડિયોઝ જેવા કે સિંગિંગ, ડાન્સ, ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેટીવ સ્કિલ્ઝ દર્શાવતાં વીડિયોઝનાં વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવી છે.
ચિંગારી પ્લેટફોર્મ સમગ્ર ભારતમાં 130M+ વપરાશકર્તાઓનું મનોરંજન કરે છે અને 15+ ભાષાઓમાં વીડિયોઝ આપી ઓડિયન્સને એટ્રેક્ટ કરે છે. ચિંગારી એપ રીઅલ-ટાઇમ વિડિયો કોમર્સને પણ સપોર્ટ કરે છે, જેમાં ચિંગારી પર અપલોડ થતા દરેક વિડિયોને ફ્રેમ બાય ફ્રેમ પાર્સ કરી, તેમાં સર્ચ થતાં ઓબ્જેક્ટને એમેઝોનના લાઇવ કૅટેલોગ સાથે મેચ કરવામાં આવે છે, જેનાથી વપરાશકર્તાઓ પ્લેટફોર્મ દ્વારા ખરીદી કરી શકે છે. આ ઉપરાંત, ચિંગારી એપ પર ચિંગારી મલ્ટીપ્લેક્સ અને ચિંગારી ટીવી જેવી ફેસિલિટીઝ પણ છે, જે ઓડિયન્સને જકડી રાખે છે. ચિંગારી એપ ક્રિએટર માટે ખાસ વેલ્યુ એડિશન કરવા સતત પ્રેરિત છે, જેમાં GARI સોશિયલ ટોકન્સ દ્વારા દરેક ક્રિએટરને તેના કન્ટેન્ટ પર લાઇક, શેર અને રિવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આના દ્વારા મોનેટાઇઝેશનને પુશ મળે છે અને કન્ટેટન્ટ ક્રિએશનનો પાવર ક્રિએટરનાં હાથમાં રહે છે. ભારતની સૌપ્રથમ સોશિયલ ટોકન GARI હવે HUObi, FTX, KuCoin, Gate.io, OKEx અને MEXC ગ્લોબલ જેવાં અનેક ટોચના ગ્લોબલ સેન્ટ્રલાઇઝડ એક્સચેન્જીસ પર લાઇવ છે. ચિંગારી તેના GARI ટોકન વડે ક્રિએટર ઇકોનોમીમાં web3 ક્રાંતિ લાવી રહી છે. આ ઉપરાંત, ગારી હવે ચિંગારી એપ પર પણ ઉપલબ્ધ છે, અને ક્રિએટર વિડિયો બનાવવાનું શરૂ કરીને $GARI સોશિયલ ટોકન્સમાં કમાણી કરી શકે છે. ક્રિએટર કમ્યુનિટીની આ ખાસ ક્રાંતિમાં આપનું સ્વાગત છે.