● એગ્રોસ્ટાર ક્વોલિટી એશ્યોરન્સ લેબ (એ.કયુ.એલ) ભારતમાં કોઈ પણ એગ્રીટેક સ્ટાર્ટઅપ એ કૃષિ પર કેન્દ્રિત આ પ્રકારની પ્રથમ સંશોધન લેબ છે.
● આ પ્રયોગશાળા બીજ પરીક્ષણ અને પાક પોષણ પરીક્ષણ માટે આઇ.એસ.ટી.એ (ઇન્ટરનેશનલ સીડ ટેસ્ટિંગ એસોસિએશન) અને ઉચ્ચતમ ભારતીય ધારા-ધોરણો અને નિયમોને અનુસરે છે અને ખેડૂતોને શ્રેષ્ઠ તેમજ ઉત્તમ ગુણવત્તાના બિયારણ અને ખાતરો ઉપલબ્ધ કરાવે છે.
● આ પ્રયોગશાળા અને સલાહ કેન્દ્રનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રના કૃષિ કમિશનર શ્રી ધીરજ કુમારની હાજરીમાં કરવામાં આવ્યું.
● પૂણેમાં અત્યાધુનિક કૃષિ સલાહકાર કેન્દ્ર 500 થી વધુ કૃષિ ડૉક્ટરોને રોજગારી આપે છે અને ખેડૂતોને સમયસર કૃષિ-જ્ઞાન અને કૃષિ સમસ્યાનું સમાધાન પૂરું પાડે છે.
ભારતનું સૌથી મોટું ડિજિટલ ખેડૂત નેટવર્ક અને ખેડૂતો માટે એન્ડ-ટુ-એન્ડ સમાધાન સલાહકાર કેન્દ્ર, એગ્રોસ્ટારએ મહારાષ્ટ્રના પુણેમાં તેના મુખ્ય મથક ખાતે ભારતનું અને એશિયાનું સૌથી મોટું કૃષિ સલાહકાર કેન્દ્ર, બિયારણ અને ખાતરની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લેબ (પ્રયોગશાળા) ખોલવાની ઘોષણા કરી. કૃષિ સલાહકાર કેન્દ્ર અને ગુણવત્તા લેબનું ઉદ્દઘાટન 21 મે, 2022ના રોજ શ્રી ધીરજ કુમાર, આઈ.એ.એસ, કૃષિ કમિશનર, મહારાષ્ટ્ર અને સમ્માનિત અતિથિ શ્રી ઉમેશ ચંદ્ર સારંગી, આઈ.એ.એસ, નિવૃત્ત અધિક મુખ્ય સચિવ (ગૃહ), મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.
એગ્રોસ્ટાર ક્વોલિટી એશ્યોરન્સ લેબ (એ.કયુ.એલ) એગ્રોસ્ટારના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પ્રયાસો અને નવીનતાનો એક ભાગ છે, જેનો એકમાત્ર ઉદ્દેશ ખાતરી કરવાનો છે કે એગ્રોસ્ટાર પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઇનપુટ મળે. આ લેબ બીજ પરીક્ષણ માટે આઇ.એસ.ટી. એ (ઇન્ટરનેશનલ સીડ ટેસ્ટિંગ એસોસિએશન) પ્રોટોકોલ અને ખાતર પરીક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો હેઠળ અદ્યતન સાધનોથી સમૃદ્ધ છે. તે ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યવસાયિક લોકોની ટીમ દ્વારા સંચાલિત થાય છે જેમાં સીડ ટેક્નોલોજિસ્ટ, બીજ વિશ્લેષક, વ્યવસાયિક ગુણવતા નિયંત્રણ તજજ્ઞ અને રસાયણશાસ્ત્ર ગુણવત્તા વિશ્લેષકનો સમાવેશ થાય છે.
એ.કયુ.એલ બીજની શુદ્ધતા પરીક્ષણ, ભેજ પરીક્ષણ, અંકુરણ પરીક્ષણ, સંબંધિત ભેજની જાળવણી, તાપમાન અને અંકુરણ નમૂનાઓનું સામયિક નિરીક્ષણ જેવા પરીક્ષણો હાથ ધરશે. આ બીજ લેબમાં પહેલેથી જ 150 થી વધુ બીજ અંકુરણ અને અન્ય પરીક્ષણો કર્યા છે. લેબ એન.એ.બી.એલ. (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન) અને આઇ.એસ.ટી (ઈન્ટરનેશનલ સીડ ટેસ્ટિંગ એસોસિએશન) પાસેથી માન્યતા મેળવવાની પ્રક્રિયામાં છે. ખાતર પરીક્ષણ ક્ષમતા ખેડૂતોને સપ્લાય કરતા પહેલા વોટર સોલ્યૂબલ ખાતરો અને અન્ય સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ પોષક તત્વો સહિત તમામ ખાતરોની ગુણવત્તા ચકાસવામાં મદદ કરશે.
કૃષિ સલાહકાર કેન્દ્ર પાસે 500 થી વધુ કૃષિ નિષ્ણાતોની ટીમ છે (બી.એસ.સી એગ્રીકલ્ચર સ્નાતક અને અનુસ્નાતક) ખેડૂતોને કોઈ પણ ચાર્જ વિના વાસ્તવિક સમયની કૃષિ સલાહકાર સેવાઓ પ્રદાન કરવા માટે છે. પછી તે બીજની જાતોનું માર્ગદર્શન હોય, જીવાતો અને રોગો માટેના યોગ્ય પગલાં હોય કે પાક પોષણ વ્યવસ્થાપન હોય. આ સલાહકારો ખેડૂતોને સારી ગુણવત્તાનો પાક ઉગાડવામાં, તેમની આવક વધારવા અને તેમની ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ કરી રહ્યા છે.
સમારોહના ઉદઘાટન સમયે બોલતા, ડૉ. દેવરાજ આર્ય, વાઇસ પ્રેસિડેન્ટ – ફાર્મ સોલ્યુશન્સ એન્ડ રેગ્યુલેટરી અફેર્સ, એગ્રોસ્ટાર જણાવ્યું હતું કે, “બીજની ગુણવત્તા પાકની ઉપજનું એકસરખું મૂલ્ય નક્કી કરે છે. ઓછી ગુણવત્તાવાળા બીજ નબળા અંકુરણ અને નબળા પાક નું કારણ બની શકે છે. અને તેનાથી પાકના ઉત્પાદન પર અસર થાય છે. જે ખેડૂતની આવક પર નકારાત્મક અસર કરે છે. ખેડૂતો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો, ખાતરો અને અન્ય સારા કૃષિ પ્રોડક્ટોનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે જેથી કરીને, ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન વધુ સારી રીતે બજારમાં વધુ વેચાણ-ભાવ તરફ લઇ જાય. એગ્રોસ્ટાર ક્વોલિટી ઇંશ્યોરેંસ લેબ અમારા ખેડૂતોને એગ્રોસ્ટાર પ્લેટફોર્મ પર પ્રોડક્ટ સપ્લાય કરતા પહેલા બિયારણ અને ખાતરોની યોગ્ય ગુણવત્તા નક્કી કરશે. એ.કયુ.એલ. અમારા ખેડૂતોને ખાતર અને પાક પોષણના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટો સપ્લાય કરવા માટે પાક પોષણ પ્રોડક્ટો (ખાતર અને સૂક્ષ્મ પોષકતત્ત્વો)નું પરીક્ષણ પણ સુનિશ્ચિત કરશે અને પછીથી અમે નજીકના ભવિષ્યમાં જંતુનાશક વિશ્લેષણ માટેની અમારી નવીનતમ સેવાઓનો વિસ્તાર વધારીશુ.
એગ્રોસ્ટારના સહ–સ્થાપક અને સી.ઈ.ઓ શાર્દુલ શેઠે જણાવ્યું હતું કે, “અમે અમારી સફરની શરૂઆતમાં જ અનુભવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે નકલી અને નબળી ગુણવત્તાવાળા પ્રોડક્ટોના પ્રસારની સાથે કૃષિ ઇકો-સિસ્ટમમાં જ્ઞાનનો અભાવ છે. ભારતના આ સૌથી મોટા એગ્રીકલ્ચર એડવાઇઝરી સેન્ટર અને અમારી ક્વોલિટી ઇશ્યોરંસ લેબ સાથે, અમે આ બંને મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાની કૃષિ સામગ્રી અને વાસ્તવિક સમયની યોગ્ય સલાહ પ્રદાન કરવા પર ગર્વ અનુભવીએ છીએ, જેની સીધી અસર તેમની ઉપજ અને તેમની આવક પર પડે છે. એગ્રોસ્ટારના પ્રયોગશાળા-પરીક્ષણ કૃષિ ઇનપુટ્સ અને મૂલ્યવાન રીઅલ-ટાઇમ એડવાઇઝરી એ ખેડૂતોની આવક બમણી કરીને હેલપિંગ ફાર્મર્સ વિનના મિશન તરફ એક મોટું પગલું સફળતાપૂર્વક માંડી દીધું છે.