કોઇનસ્વિચનો ક્રિપ્ટો રુપી ઇન્ડેકસ (CRE8) એ ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો માર્કેટનું પર્ફોમન્સ માપવા માટેનો સૌપ્રથમ ઇન્ડેક્સ
અત્યાર સુધી વિદેશી ચલણમાં દેખાતા ક્રિપ્ટોની કામગીરી અને ચાલને વધુ સારી રીતે સમજવા માટે ભારતીય ચલણમાં માપવા માટે ક્રિપ્ટોમાં રોકાણ કરતી ભારતની સૌથી મોટી ક્રિપ્ટો એપ કોઇનસ્વિચએ ભારતીય રૂપિયા આધારિત ક્રિપ્ટો માર્કેટને માપવા માટે ભારતનો સૌપ્રથમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ક્રિપ્ટો રુપી ઇન્ડેક્સ (CRE8) લોન્ચ કર્યો છે.
કોઇનસ્વિચની માલિકીની અને સંચાલિત, CRE8 દ્વારા ભારતીય રૂપિયામાં ટ્રેડ થતી ક્રિપ્ટોના કુલ બજાર મૂડીકરણના 85% પ્રતિનિધિત્વ ધરાવતી આઠ ક્રિપ્ટો એસેટ્સની કામગીરી પર નજર રાખે છે. ક્રિપ્ટો પર આજે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે ત્યારે આશરે 18 મિલીયન જેટલા રજિસ્ટર્ડ યૂઝર્સ દ્વારા વિશ્વસપાત્ર કોઇનસ્વિચ એપ પર આ ઇન્ડેક્સ રિટલ ટ્રેડ આધારિત છે.
ક્રિપ્ટો યૂઝર્સ ભારતીય ક્રિપ્ટો માર્કેટનો અભ્યાસ કરી શકે તે માટે CRE8 coinswitch.co/crypto-index પર લાઇવ છે.
વૈશ્વિક બજારોમાંથી ક્રિપ્ટો ખરીદવા માટેની સવલત પૂરી પાડવા 2017માં તેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કોઇનસ્વિચે જૂન 2020માં INR-Crypto ટ્રેડિંગ સુધી તેને લંબાવ્યુ હતુ, જેના કારણે કરોડો ભારતીયોને ક્રિપ્ટો ક્રાંતિમાં ભાગ લેવા સરળ, સુરક્ષિત અને સલામત પ્લેટફોર્મ મળ્યુ હતું. એન્ડ્રીસેન હોરોવિત્ઝ (a16z), કોઇનબેઝ વેન્ચર્સ, ટાઇગર ગ્લોબલ, સિક્યોઇયા કેપિટલ, રિબીટ કેપિટલ અને પેરાડીમ સહિતના બ્લ્યુ-ચિપ રોકાણકારો દ્વારા સમર્થિત આ કંપનીનું મૂલ્ય આજે $1.9 અબજના મથાળે સ્પર્શી ગયુ છે.
“ક્રિપ્ટો માર્કેટનો યૂઝર્સ મહત્તમ લાભ લઇ શકે તે માટે, ક્રિપ્ટો માર્કેટમાં વધુ પારદર્શકતા લાવવા અને ભારતીય માર્કેટને માપવા સરળ અને સાદી રીતે સમજણ પૂરી પાડવા સાથે યૂઝર્સને સજ્જ કરવા માટે CRE8 એ અમારી પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે. આ ઇન્ડેક્સ ખરેખર થતા ટ્રેડ્ઝના આધારે ભારતીય રૂપિયાના પ્રભુત્વવાળા ક્રિપ્ટો માર્કેટ આધારિત વિશ્વસનીય, રિયલટાઇમ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે ત્યારે તે ભારતીય યૂઝર્સને શાણપણભર્યા રોકાણ નિર્ણયો લેવામાં મદદ કરે છે” એમ કોઇનસ્વિચના સહ–સ્થાપક અને સીઇઓ આશિષ સિંઘાલે જણાવ્યું હતુ.
ભારતીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટમાં સુરક્ષિત રહી શકે તે માટે આ ઇન્ડેક્સ કોઇનસ્વિચ પર ખરેખર થતા વ્યવહારોને આધારે ક્રિપ્ટો માર્કેટ પરનું ઊંડુ જ્ઞાન પૂરુ પાડે છે, જે રિટલ ટાઇમ માર્કેટ હલચલ પ્રદર્શિત થાય છે તેની ખાતરી કરવા માટે દિવસમાં 1400 વખત રિફ્રેશ થાય છે અને અન્ય આંતરરાષ્ટ્રીય ચલણના પ્રભુત્વવાળા મેટ્રિકને બદલે INRમાં પ્રભુત્વ ધરાવે છે(કરન્સી કન્વર્ઝન રેટ્સને ધ્યાનમાં લે છે). આ ઇન્ડેક્સને માસિક ધોરણે પુનઃસંતુલીત કરાય છે અને માર્કેટ સાથે સજ્જ રહેવા માટે પ્રત્યેક ત્રિમાસિક ગાળાએ તેનું પુનઃગઠન કરવામાં આવે છે.