~ જજીસ નીતુ કપૂર અને મર્ઝી પેસ્તનજી અને સ્પેશ્યલ ગેસ્ટ આમિરખાને વિજેતા આદિત્ય વિનોદ પાટીલને માથે તાજ પહેરાવ્યો ~
મનોરંજનની અવિરત લહેર ઉજાગર કર્યા બાદ કલર્સ ડાન્સ દીવાને જુનિયર્સની પ્રથમ સીઝન જુનિયર્સની- તમામ સ્ટાર્સ પ્રતીક કુમાર નાઈક, ગીત કૌર બગ્ગા અને આદિત્ય વિનોદ પાટીલ દ્વારા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ સાથે પૂર્ણાહુતિ થઈ હતી. સપ્તાહો સુધી દર્શકોએ આશાસ્પદ સ્પર્ધકોથી લઈને ઉત્તમ રોકસ્ટાર સુધી ઘણા બધા યુવા ડાન્સર્સને તેમની અપાર ડાન્સિંગ પ્રતિભા દર્શાવતા જોયા છે. તીવ્ર સ્પર્ધા, અનેક મંત્રમુગ્ધ કરનારા પરફોર્મન્સ અને ટ્રોફી ઘણા બધા ફેસ-ઑફના તેર સપ્તાહ બાદ આદિત્ય વિનોદ પાટીલ પ્રથમ સીઝનનો વિજેતા તરીકે જાહેર કરાયો હતો. આદિત્યને જજીસ નીતુ કપૂર અને મર્ઝી પેસ્તનજી દ્વારા સ્પેશ્યલ ગેસ્ટ આમિર ખાનની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમિરે આ સમયે પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા વિશે વાત કરી હતી.
ડાન્સ દીવાને જુનિયર્સે ગ્રેસફૂલ નીતુ કપૂર, પ્રતિભાની પાવરહાઉસ નોરા ફતેહી અને અવ્વલ કોરિયોગ્રાફર તથા ડાન્સર મર્ઝી પેસ્તનજીએ નિર્ણયકોની પેનલ તરીકે સૂત્રો સંભાળી લેતાં સુંદર શરૂઆત થઈ હતી. તેમણે સ્પર્ધકોને તેમના પ્રવાસમાં મેન્ટર અને ગાઈડ પણ કર્યા હતા. તેમની બેજોડ કેમિસ્ટ્રી સાથે ડેશિંગ હોસ્ટ કરણ કુંદ્રાની હરકતો પ્રભાવી કેમેસ્ટ્રીએ ડાન્સ દીવાને જુનિયર્સના દરેક એપિસોડ પાવરફુલ એન્ટરટેઈનર પરિવર્તિત કરી દીધા.
8 વર્ષના આદિત્યએ તેના ફ્લેક્સિબલ ડાન્સ પરફોર્મન્સીસ સાથે અદભુત શરૂઆત કરી હતી અને સીઝનના આશાસ્પદ સ્પર્ધકમાંથી એક તરીકે પોતાને તુરંત સ્થાપિત કર્યો હતો. મેન્ટર પ્રતીક ઉતેકરના માર્ગદર્શનમાં તેની અદભૂત ડાન્સ એક્ટ્સે ખાસ કરીને તેને સૌથી વધુ ચાહનાર નીતુ કપૂર સહિત બધા નિર્ણાયકોનું ધ્યાન મેળવ્યું હતું. તેના પ્રવાસમાં આદિત્યએ ઘણા બધા સેટબેક્સ પણ અનુભવ્યા હતા, પરંતુ મંચ પર દરેક તબક્કે તે વધુ સારો દેખાવ કરીને ઉત્તમ તરીકે ઊભરી આવ્યો હતો. એકશન સુપરસ્ટાર ટાઈગર શ્રોફની ફિલ્મો પછી તેના સિક્સ-પેક એબ્સના નેમિંગ માટે જાણીતા આદિત્યએ તેના મનોહર સ્મિત સાથે લાખોના મન જીતી લીધાં હતાં.
કલર્સના નોન–ફિકશનનાં હેડ શીતલ ઐયરે જણાવ્યું હતું કે, “ડાન્સ દીવાને જુનિયર્સની પ્રથમ સીઝનમાં અતુલનીય ડાન્સ એક્ટ્સ, ઉત્તજેક નાના સ્પર્ધકો અને અમર્યાદિત મનોરંજન જોવા મળ્યાં હતાં. સીઝનની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે હું આદિત્ય વિનોદ પાટીલને તેની જીત માટે અભિનંદન આપું છું અને અમારા અદભુત જજીસ નીતુ કપૂર, મર્ઝી પેસ્તનજી, નોરા ફતેહી અને હોસ્ટ કરણ કુંદ્રાએ આ પ્રવાસમાં ભરપૂર ટેકો આપ્યો તે બદલ તેમનો આભાર માનું છું.”
ડાન્સ દીવાને જુનિયર્સના પ્રથમ ચેમ્પિયન બનવા પર આદિત્ય વિનોદ પાટીલ કહે છે, “ડાન્સ દીવાને જુનિયર્સનો પ્રવાસ મારે માટે અત્યંત અવિસ્મરણીય હતો અને મને ઘણું બધું નવું શીખવા મળ્યું. હું મારા પરિવાર, મિત્રો, નીતુ મેમ, નોરા મેમ, મર્ઝી સર અને હંમેશાં મારી પડખે રહીને માર્ગદર્શન આપનારા મારા કેપ્ટન પ્રતિક ઉતેકરનો ખુબ ખુબ આભારી છું, જેઓને આ જીતનું શ્રેય જાય છે. આ મંચે મારો વિશ્વાસ વધાર્યો છે, જેણે મને દુનિયા જીતવા પ્રોત્સાહન આપ્યું છે. હું આ પ્રવાસ ક્યારેય નહીં ભૂલી શકું અને ડાન્સ પ્રત્યેની મારી લગનનું હંમેશાં જતન કરીશ.”
હું મારા માટે ઉપરાંત આ પ્રવાસમાં મને ટેકો આપનારા અને મારી પડખે સતત ઊભાં રહેનારાં મારાં માતા–પિતા અને દાદા–દાદી માટે પણ આ ટાઈટલ જીતવા માગતો હતો. મારા જીવનમાં આ બ્રેકથ્રુ રહેશે અને હું તેમાંથી મહત્તમ લાભ લેવા માગતો હતો. હું ક્યારેય આ પ્રવાસ ભૂલીશ નહીં અને હંમેશાં ડાન્સ પ્રત્યેની મારી લગનને આગળ વધારતો રહીશ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
પ્રોડ્યુસર રણજિત ઠાકુરે જણાવ્યું, “ડાન્સ દીવાને જુનિયર્સ સાથે અમારૂં લક્ષ્ય આપણા દેશના યુવા, ગિફ્ટેડ ડાન્સર્સ સાથે ડાન્સની દીવાનગીની ઉજવણી કરવાનું અને તેમને પ્રતિભા દર્શાવવા અને તેઓ હકદાર છે તે સન્માન અપાવવા મંચ આપવાનું છે. હું આ જીત માટે આદિત્ય વિનોદ પાટીલને હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છું.
હેમંત રૂપરેલે જણાવ્યું, “આદિત્ય અને સર્વ અન્ય સ્પર્ધકોએ ડાન્સ દીવાને જુનિયર્સની પ્રથમ સીઝનમાં જ ઉત્તમ દેખાવ કર્યો તે જોવાનું અમારે માટે બહુ ગૌરવજનક હતું. અમે અમારો શો તેમના ખભે ઉપાડવા માટે અને અમારા સ્પર્ધકોને જોશ વધારવા માટે અમારા બધા માનવંતા જજીસના આભારી છીએ. અદભુત સફળતા સાથે અમે નિશ્ચિત રૂપે માનીએ છીએ કે આ સીઝન આપણા દેશના ઘણા બધા અન્ય બાળ ડાન્સર્સને ડાન્સ ફ્લોર પર આવવા અને પડકાર ઝીલવા માટે પ્રેરિત કરશે. હું આગળના પંથ માટે આદિત્યને શુભેચ્છા આપું છું.”
ફ્રેમ્સ પ્રોડકશન દ્વારા નિર્મિત ડાન્સ દીવાને જુનિયર્સે તેના અતુલનીય ફિનાલે એપિસોડ્સમાં મનોરંજનની અવિરત લહેર લાવી લીધી છે, જેમાં આ સીઝનના ઉત્કૃષ્ટ સ્પર્ધકોએ એકદમ ઉત્તમ ફોર્મમાં જોવા મળ્યા હતા.
કેટલાંક અદભુત પરફોર્મન્સીસ અને અવિસ્મરણીય પ્રસંગો સાથે ફિનાલે વીકએન્ડ સ્ટાર-સ્ટડેડ જલસો હતો. સેમી- ફાઈનલમાં શમશેરાના કલાકારો બૉલિવૂડના હાર્ટથ્રોબ રણબીર કપૂર અને અત્યંત સુંદર વાની કપૂર આવ્યાં હતાં. ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં સુપરસ્ટાર આમિર ખાન હાજર રહ્યા હતા. તેમણે પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો પ્રચાર કર્યો હતો. એક વિશેષતા એ રહી કે રણબીર કપૂરે આ નિમિત્તે સ્વર્ગસ્થ મહાન શમ્મી કપૂર, શશી કપૂર અને તેમના પિતા રિશી કપૂરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેની સાથે મંચ પર ભારતીય ટેલિવિઝનમાં પહેલી જ વાર સમકાલીન સુંદરી, તેમની માતા અને જજ નીતુ કપૂર પણ જોડાઈ હતી. રણબીરે તેની બાળપણની નટખટ વાતો પણ કરી હતી, જેનાથી સૌ કોઈ હસી પડ્યા હતા. તેમણે આ પછી નીતુના છોટા રણબીર, સ્પર્ધક પ્રતિક કુમાર નાઈકને પોતાની ઓટોગ્રાફ કેપ આપી હતી. ફિનાલેની રાત્રે મિ. પરફેકશનિસ્ટ આમિર ખાનને કલર્સનાં નીમા ડેંગઝોંગપા, સસુરાલ સિમરન કા-2, મુસ્કુરાને કી વજહ તુમ હો, હરફુલ મોહિની, નાગિન 6 અને પરિણીતીનાં મુખ્ય પાત્રોએ આવકાર આપ્યો હતો. લાલ સિંહ ચઢ્ઢાના અભિનેતાએ જણાવ્યું કે હું નીતુ કપૂરનો ચાહક છું અને મારા કાકાએ તેની પ્રથમ ફિલ્મ કઈ રીતે ડાયરેક્ટ કરી હતી તે યાદ કર્યું હતું. આમિર ખાન અને નીતુ કપૂરે તે પછી સુપરહિટ ગીત આતી ક્યા ખંડાલા પર ડાન્સ કર્યો હતો, જેને લઈ હાજર બધા જ મોહિત થઈ ગયા હતા. તેમણે જુનિયર સ્પર્ધકો અને તેમના મેન્ટર્સ સાથે ઢિંક ચિકા પર પણ નૃત્ય કર્યું હતું. ફિનાલેની ભવ્ય પૂર્ણાહુતિ પર નિર્ણાયકો સાથે આમિર ખાને વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી.