સિદ્ધિ નાની હોય કે મોટી હોય, પરંતુ દરેક સિદ્ધિ પાસે પોતાની એક આગવી ગાથા હોય છે. વધુ ઊંચાઈ હાંસલ કરવા માગતી દરેક મહિલાના ઉત્થાન અને સશક્તિકરણ માટે સમગ્ર ભારતમાં મહિલા સાહસિકતાનો પ્રચાર અને પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથેઇરા ઓવરસીઝ પ્રા. લિ. દ્વારાઇરા આઇકોન શક્તિ એવોર્ડ્સ 2022ના માધ્યમથી મહિલા સાહસિકતાની ઉજવણી કરવામાં આવી. ઇરા આઇકોન શક્તિ એવોર્ડ્સ 2022 સમારંભ ખાતે અમદાવાદની જાણીતી મહિલાઓની સાહસિકતાને બિરદાવવામાં આવી, જેઓએ ખૂબ જ મહેનત સાથે પોતાના ક્ષેત્રમાં ઉંચાઇ હાંસલ કરી પોતાના સપનાઓને સાકાર કર્યા છે.
ઇરા આઇકોન શક્તિ એવોર્ડ્સ 2022 ખાતે ઇરા ઓવરસીઝ પ્રા. લિ.ના સીઓઓ સુશ્રી રાજલક્ષ્મી ચૌધરી, કાલોરેક્સ ગ્રુપના સીઇઓ ડૉ. મંજુલા પૂજા શ્રોફ, મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને ગેસ્ટ સ્પીકર સુશ્રી વિરાલી મોદી સહિત અનેક જાણીતી હસ્તીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇરા આઈકોન શક્તિ એવોર્ડ્સ 2022 ઇવેન્ટ દરમિયાન સાંસ્કૃતિક નૃત્ય, કવિતા પઠન અને પ્રેરક વક્તવ્ય જેવા વિવિધ સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ પ્રસંગોચિત વક્તવ્ય આપી ઉપસ્થિત મહિલાઓને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રેરક બળ પુરૂં પાડ્યું હતુ.
આયોજિતકરાયેલાઇરા આઈકોન શક્તિ એવોર્ડ્સ 2022 વિશે ઇરા ઓવરસીઝ પ્રા. લિ.ના સીઓઓ સુશ્રી રાજલક્ષ્મી ચૌધરીએ જણાવ્યું,“ઇરા આઇકોન એવોર્ડ્સ ખાતે અમારો મુખ્ય સિદ્ધાંત એ છે કે પોતાના સપનાઓને સાકાર કરવા ઇચ્છુક મહિલાઓ માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ઉભા રહેવું, તેમની પાસેથી ખરીદી કરવી અને તેમને સશક્ત બનાવવી. આ તે તમામ મહિલાઓ માટે હૃદયપૂર્વકની પ્રશંસા છે, જેઓ સ્વપ્ન જોવાની સાથેસાથે તેને મોટા સ્વપ્નમાં પરિવર્તિત કરવાની હિંમત કરે છે. આ મહિલાઓ સામાજિક દબાણ સામે લડે છે અને તેમની પોતાની હાજરીનો અનુભવ કરાવે છે. આ મહિલાઓ પોતાના સંકલ્પ પર નિશ્ચયી રહે છે અને આગળ વધવાનો, પોતાનું કૌશલ્ય દર્શાવવાનો અને વિશ્વ સમક્ષ તેમની સફળતાનો સ્વિકાર કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન છોડવા માટે દ્રઢ નિશ્ચયી હોય છે.”