ખૂબસૂરત છલાવા હૈ, મૌત કા બુલાવા હૈ!
દેખાવ છલાવો હોઈ શકે છે, જેમ કે, પરી દેખાતી યુવતી પિશાચ હોઈ શકે છે. કલર્સના નવા સુપરનેચરલ ડ્રામા ‘પિશાચિની’માં એક પરિવાર અને તેઓ જેનો સામનો કરે છે તે પિશાચિની રાનીની હરકતોની વાર્તા છે. બોલકણી રાની મુશ્કેલીમાં આવેલી સુંદરીનો દેખાડો કરે છે, પરંતુ આખરે લોકોને પોતાની માયાજાળમાં સપડાવે છે અને પોતાના મંત્રમુગ્ધ સૌંદર્ય અને અંધકારમય ઊર્જાઓ સાથે તેમના આત્માને ઓહિયા કરી જાય છે. તેનો બિહામણો પડછાયો રાજપૂતો પર પડે છે ત્યારે પવિત્રા આ પિશાચિનીની મોજૂદગી મહેસૂસ કરે છે અને પિશાચિનીની શયતાની શક્તિઓથી પરિવારનો છુટકારો કરવા માટે મદદ કરવાનું પસંદ કરે છે. માજ પ્રોડક્શન્સ અને શકુંતલમ ટેલિફિલ્મ્સ દ્વારા નિર્માણ આ શોમાં રાની તરીકે નાયરા એમ બેનરજી, રક્ષિત તરીકે હર્ષ રાજપૂત અને પવિત્રા તરીકે જિયા શંકર જોવા મળશે. પિશાચિનીનું પ્રસારણ 8મી ઓગસ્ટથી શરૂ થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10.00 વાગ્યાથી પ્રસારિત થશે, ફક્ત કલર્સ પર.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે, “કલર્સમાં અમે અમુક મંત્રમુગ્ધ કરનારી સુપરનેચરલ સંકલ્પનાઓ આગળ લાવવામાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. આ વ્યાપક સરાહના કરાતા પ્રકાર માટે વધતી જરૂરતને પહોંચી વળવાના લક્ષ્ય સાથે અમને વધુ એક સુપરનેચરલ ડ્રામા પિશાચિની પ્રસ્તુત કરવાની ખુશી છે. વાર્તામાં શયતાની પિશાચિની રાની સાથે એક નિર્દોષ પરિવાર ભટકાય છે. રાની પોતાના સૌંદર્યથી લોકોને મોહિત કરતી અને પોતાના લાભ માટે તેમને શિકાર બનાવતી હતી. શોમાં રોચક વાર્તા, રોચક પાત્રો, ઉત્તમ વિઝયુઅલ ઈફેક્ટ્સ અને કલાકારો દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે.”
પિશાચિની રાની બિહામણી છે, જેને બરેલીના શહેરમાં આતંક મચાવ્યો છે. શયતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે તે રાજપૂત પરિવાર પર ડોળો રાખે છે, જેમની સાથે તેમનો લાંબો સમય પૂર્વે સંબંધ રહેલો હોય છે. તે આ પરિવારના દરેક સભ્યનો આત્મા કબજામાં લેવા માટે પોતાનો શયતાની ડોળો તેમની પર રાખે છે. જોકે એકમાત્ર પવિત્રાના પૂર્વજોનો ભૂતકાળ રાની સાથે સંકળાયેલા હોવાથી રાનીની સુપરનેચરલ હાજરીથી તે વાકેફ છે. તે રાજપૂત પરિવારના સૌથી યુવાન સભ્ય રક્ષિત ઉર્ફે રોકી સાથે ભટકાય છે, જેના થકી તે રાજપૂત પરિવારના ઘરમાં પહોંચે છે. પવિત્રા રાજપૂતના ઘરની આસપાસ ખતરો મંડરાય છે એવું મહેસૂસ કરે છે અને દરેકની સામે રાનીને ખુલ્લી પાડવાનું નક્કી કરે છે. શું પવિત્રા રાજપૂતોને પિશાચિનીના શ્રાપમાં મુક્તિ અપાવશે?
શકુંતલમ ટેલિફિલ્મ્સના નિર્માતા શ્યામાશિષ ભટ્ટાચાર્ય કહે છે, “અમે ભૂતકાળમાં પણ કલર્સ સાથે ઘણાં બધાં સફળ જોડાણ કર્યાં છે અને ફરી એક વાર પિશાચિની માટે તેમની સાથે જોડાણ કરવાની ખુશી છે. આ અદભુત સુપરનેચરલ શોનું શૂટ હિમાચલ પ્રદેશના છૈલની નયનરમ્ય પહાડીઓ અને નદીઓ વચ્ચે કરાયું છે, જે મોહિત કરનારું સૌંદર્ય ધરાવતી પિશાચિનીની વાર્તા છે.”
માજ પ્રોડકશન્સના નિર્માતા અને લેખત મૃણાલ ઝા કહે છે, “પિશાચિની સસ્પેન્સ, ફેન્ટસી, દિલધડક ડ્રામાનું ઉત્તમ સંમિશ્રણ છે. આખી ટીમે વાર્તારેખા, કોશ્ચ્યુમ્સ, મેક-અપ અને વીએફએક્સ પર જોશપૂર્વક કામ કરીને અમારા દર્શકો માટે એકશનસભર અનુભવ આપવાની તૈયારી કરી છે.”
પિશાચિની ઉર્ફે રાનીનું મુખ્ય પાત્ર ભજવતી નાયરા એમ બેનરજી કહે છે, “આપણે હંમેશાં સૌંદર્યને અમુક શાંતિપૂર્ણ અને હકારાત્મકતા સાથે જોડીએ છીએ, પરંતુ પિશાચિની દરેક માટે આ ભ્રમણાને ભાંગી નાખશે. તે સુંદર ચહેરો અને લાંબો વાળ સાથેની મોહિત કરનારી પિશાચિની છે. રાનીનું પાત્ર અત્યંત રોચક છે અને મને કલાકાર તરીકે અજમાયશ કરવાનો મોકો મળ્યો છે. મને આશા છે કે મારા ચાહકો અને સમર્થકો મને આ નવા અવતારમાં સ્વીકારશે અને તેમના આશીર્વાદ આપશે.”
પવિત્રાની ભૂમિકા ભજવતી જિયા શંકર કહે છે, “કલાકાર તરીકે હું મારી ક્ષમતાઓની અજમાયશ કરવાનો મને મોકો આપનાર અજોડ અને પડકારજનક ભૂમિકા અજમાયશ કરવા માટે ઉત્સુક છું. પિશાચિની આવો જ એક શો છે. હું સુપરનેચરલ શોનો કટ્ટર ચાહક છું અને આવાં મુશઅકેલ પાત્રોને બહુ જ સુંદર રીતે ભજવનારા કલાકારોથી મોહિત છું. પવિત્રા યુવાન છે, જેનો ઉછેર વિદેશમાં થયો હોવા છતાં આપણી પ્રાચીન માન્યતાઓ અને વ્યવહારો સાથે ઉત્તમ જોડાણ ધરાવે છે. આ મારો પ્રથમ સુપરનેચરલ થ્રિલર શો છે તેમ જ કલર્સ સાથે મારું પ્રથમ જોડાણ છે અને તેથી હું બહુ ઉત્સુક છું.”
રક્ષિત ઉર્ફે રોકીની ભૂમિકા ભજવનાર હર્ષ રાજપૂત કહે છે, “રક્ષિત બેફિકર છોકરો છે, જે સુપરનેચરલ પાવર સાથે ઉત્તમ જીવનમાં પણ માને છે. મને ખાતરી છે કે રોકીનું પાત્ર મને કલાકાર તરીકે અલગ અલગ શેડ્સની ખોજ કરવામાં મદદ કરશે. ઉપરાંત આ રોચક વાર્તાનો હિસ્સો બનવાની અને નાયરા તથા જિયા જેવા અદભુત કલાકારો સાથે કામ કરવાની પણ ખુશી છે. મને શો પર કામ કરવાની મજા આવી છે અને દર્શકોને તે ગમશે એવી આશા છે.”
ચેનલે દર્શકોને રોમાંચક અનુભવ પૂરો પાડવા માટે લોન્ચ માટે અજોડ માર્કેટિંગ અને ડિજિટલ કેમ્પેઈન તૈયાર કરી છે. ફોર્સ્ડ- પર્સપેક્ટિવ ઈલ્યુઝન ટેક્નિકના ઉપયોગથી ભારતમાં આ અનોખી એનામોર્ફિક કન્ટેન્ટ નિર્માણ કરવામાં આવી છે, જેમાં એનિમેટેડને બદલે અસલી પાત્રોને સમાવવામાં આવ્યાં છે. ડિજિટલ મોરચે શોની સુપરનેચરલ ફેન્ટસી સંકલ્પનાને ધ્યાનમાં રાખીને ચેનલે જસ્ટ નીલ થિંગ્સ અને બિહારી લડકા જેવા સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સરોને રોર્યા છે, જેઓ પિશાચિનીનાં બિહામણાં તત્ત્વોને બહાર લાવશે. લોન્ચના દિવસે પિશાચિની કા સંકેત ડ્રોપ કરાશે, જે દર્શકોને કલર્સનાં સોશિયલ મિડિયા મંચો પર પિશાચિનીના આગમનને દર્શાવતાં અલગ અલગ પિશાચ સાથે રીઝવશે. વિશાળ કદ બનાવવા પિશાચિનીનાં તત્ત્વો લાંબા વાળ, લાંબા નખ, બિહામણું હાસ્ય વગેરે સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર ઉપયોગ કરાશે.
‘પિશાચિની’માં લોકપ્રિય કલાકારોમાં અમિત બહલ, પ્રિયાંક તાતરિયા, રેમન સિંહ અને સચિન પરીક વગેરે સપોર્ટિંગ ભૂમિકામાં છે. શો ભવ્ય લોન્ચ માટે સુસજ્જ છે.
તો પિશાચિની સાથે રૂવાડાં ઊભાં કરનારો અનુભવ કરવા તૈયાર રહો, 8મી ઓગસ્ટ, 2022થી, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી, ફક્ત કલર્સ પર.