- ગુજરાતી ફિલ્મ‘હેય કેમ છો લંડન’ 2 સપ્ટેમ્બર, 2022ના રોજ થશે રીલિઝ
- રીલિઝ પહેલા જ ફિલ્મનું સંગીત ચર્ચામાં આવ્યું
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નવા અને વણસ્પર્શ્યા વિષયો ધરાવતી ફિલ્મો સાથે સમૃદ્ધ બની રહ્યો છે. અનોખું કન્ટેંટ ધરાવતી ગુજરાતી ફિલ્મો યુવા પેઢીથી લઇને પારિવારીક દર્શકોને આકર્ષિત કરી થિયેટર્સ સુધી લાવવામાં સફળ સાબિતથઇ રહી છે. આ દિશામાં વણસ્પર્શ્યા અને નવીન વિષય વસ્તુ ધરાવતી વધુ એક ફિલ્મ ‘હેય કેમ છો લંડન’આગામી મહિને થિયેટર્સમાં રજૂ થવા જઇ રહી છે.
ફિલ્મ મેકર્સ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ‘હેય કેમ છો લંડન’નું વધુ એક ગીત‘તારા ઘેનમાં..’લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘હેય કેમ છો લંડન’નું તાજેતરમાં રીલિઝ કરાયેલા સમધુર ગીત‘તારા ઘેનમાં..’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીત લંડનમાં ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં મિત્રા ગઢવી, માનસ શાહ અને લીના જુમાનીને પરફોર્મ કરતા જોઇ શકાય છે. ગીતના મધુર શબ્દો અને સંગીત આ ગીતનેવારંવાર સાંભળવા અને જોવા માટે આકર્ષિત કરે છે.સંગીતકાર માનસ-શિખરની જોડીએ ‘તારા ઘેનમાં..’ ગીતને સંગીત આપ્યું છે, જેને મિરાંદે શાહ અને શિખર ચતુર્વેદીએ પોતાનો કંઠ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મ‘હેય કેમ છો લંડન’નું ટાઇટલ સોન્ગ ‘હેય! કેમ છો’ લૉન્ચ કરાયું ત્યારથી જ ફિલ્મનું સંગીત ચર્ચામાં આવી ગયું છે. ટાઇટલ સોન્ગ ‘હેય! કેમ છો’ જાણીતા સિંગર પલક મુચ્છલ, ભૂમી ત્રિવેદી અને માનસ ચતુર્વેદી દ્વારા પોતાનો કંઠ આપવામાં આવ્યો છે.
અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’માં ગુજરાતી સિનેમાના જાણીતા અને દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે.ફિલ્મમાં મિત્રા ગઢવી, માનસ શાહ, લીના જુમાની મુખ્ય ભૂમિકામાં ભજવતા જોવા મળશે, તો અન્ય દિગ્ગજ કલાકારો મુનિ ઝા, અનંગ દેસાઇ, અલ્પના બૂચ, લીના પ્રભૂ જોવા મળશે.દીપ વૈદ્ય ફિલ્મમાં અનોખા પાત્રને ભજવતા જોવા મળશે. હાલમાં જ ‘હેય કેમ છો લંડન’ ફિલ્મના ટ્રેલરને લૉન્ચ કરવામાં આવ્યું હતુ, જે દર્શકો તરફથી બહોળી પ્રશંસા મેળવી સારો પ્રતિસાદ મેળવી રહ્યું છે. આ ફિલ્મ દર્શકોને થિયેટર્સમાં ખડખડાટ હસાવવા અને મનોરંજનનો વધુ એક ડોઝ માટે તૈયાર છે, જે 2 સપ્ટેમ્બર, 2022માં ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં રીલિઝ થવા જઇ રહી છે.