~ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ નાના નગરોમાં વિકાસની નવી તકો શોધી રહી છે~
ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં તાજેતરના દિવસોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છેઅને આ ગતિ આગામી ટૂંકા સમયમાં ગમે ત્યારે ધીમી પડે તેવી અપેક્ષા દેખાઇ રહી નથી. લુમિકાઈએન્ડ રેડસીરદ્વારા પ્રકાશિત ઈન્ડિયા ગેમિંગ રિપોર્ટ 2021 અનુસાર, ભારતીય ગેમિંગ માર્કેટ નાણાકીય વર્ષ 2026 (FY26) સુધીમાં $7 બિલિયનના મૂલ્ય સુધી પહોંચવા માટે તૈયાર છે, જ્યારે વર્તમાનમાં બજારનું મૂલ્ય $2.2 બિલિયન છે. જો કે, વાસ્તવિક તકો પ્રાદેશિક ગેમિંગ કોમ્યુનિટીમાં રહેલી છે, જ્યાં પ્રતિભા અને કૌશલ્યનો મોટો જથ્થો છે.
રાજસ્થાનના એક નાનકડા ગામની વતની, સુનીતા પોતાના અને તેના પરિવાર માટે વધુ સારી તકો ઊભી કરવા માટે લગભગ બે દાયકા પહેલા તેના પતિ સીતારામ શર્મા સાથે ગુજરાતના સુરતમાં રહેવા ગઈ હતી. ગૃહિણી અને પાંચ બાળકોની માતા સુનીતાએ પોતાનો મોટાભાગનો સમય તેના પતિને તેના નાના વ્યવસાયમાં ટેકો આપવામાં અને તેમના બાળકોના ઉછેરમાં વિતાવ્યો.
2020માં જ સુનીતાને તેના પતિએ રમી વિશે જાણકારી આપી ઓળખ કરાવી હતી. તેણીએ આત્મવિશ્વાસ મેળવ્યા પછી ધીમે ધીમે રોકડ ટુર્નામેન્ટમાં જતા પહેલા જંગલી રમી પર ફ્રી ગેમ્સ રમીને તેણીની ગેમિંગ સફરની શરૂઆત કરી. સુનીતાએ તેના ગેમિંગ વોલેટમાં કુલ ₹100 જ જમા કર્યા છે અને અત્યાર સુધીમાં લગભગ ₹1.5 કરોડ જીત્યા છે. પોતાના કૌશલ્ય અને અનન્ય રણનીતિનો ઉપયોગ કરીને, સુનિતાએ રમી પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો અને સમગ્ર ભારતમાંથી હજારો કુશળ રમી ખેલાડીઓને આ પ્રક્રિયામાં હરાવીને ગ્રાન્ડ ફિનાલે સુધીની તેની સફર શરૂ કરી.
રમતમાં પોતાની કુશળતાનો મહત્તમ ઉપયોગ કરીનેસુનીતાએ વિજય મેળવ્યો અને ઉદ્યોગ-વિક્રમી ₹1.5 કરોડ જીતીને અત્યાર સુધીની સૌથી મોટી રમી કરોડપતિ બની. જોકે, સુનીતા અને તેના પરિવાર માટે આ વાસ્તવિકતાને સ્વિકારવા માટે થોડો સમય લાગ્યો, પરંતુ ભાગ્યે જ તેઓ પોતાના આનંદને રોકી કરી શક્યા હતા.
“આ એક સ્વપ્ન સાકાર થયું છે.1.5 કરોડ જીતવા એ મારા, મારા પતિ અને અમારા બાળકો માટે ઘણી રીતે અર્થપૂર્ણ છે. આ અમને અમારા વર્તમાનને સુધારવા અને અમારા બાળકો માટે વધુ સારૂં ભવિષ્ય બનાવવા માટે આગળ વધારે છે.” સુનીતાએ જણાવ્યું.
છેલ્લાં બે વર્ષોમાં, રમી, ફૅન્ટેસી સ્પોર્ટ્સ અને લુડો એપ્સ જેવા ઑનલાઇન કૌશલ્ય-ગેમિંગ પ્લેટફોર્મના યુઝર્સની સંખ્યામાં એક મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે, જે સિનેમા, ઓટીટીઅને પોડકાસ્ટ જેવી અન્ય મીડિયા શ્રેણીઓના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યાને વટાવી ગયો છે.
આવા ખેલાડીઓની મોટી જીત અને સિદ્ધિઓ માત્ર મોટા શહેરોમાં જ નહીં, પરંતુ નાના શહેરોમાં પણ કૌશલ્યપ્રધાન રમતોના ઊંડા પ્રવેશ અને લોકપ્રિયતાનો પુરાવો છે. ડિજિટલ ઈન્ડિયા જેવી પહેલો અને ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂતીકરણ પછી ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીએ ઝડપી વૃદ્ધિ જોઈ છે. ભારતમાં નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે શીખવાની તેમજ વૃદ્ધિ કરવાની તકો અનેક ગણી વધી ગઈ છે.
સમગ્ર ભારતમાંથી લાખો ખેલાડીઓ પોતાની કુશળતાનો ઉપયોગ કરવા અને મનોરંજન માટે દરરોજ ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી રહ્યાં છે.સુનીતાના પ્રેરણાદાયી પ્રદર્શન અને જીતે ઓનલાઈન ગેમિંગ કંપનીઓને દેશના ઓછા સંશોધિત પ્રદેશોમાં પ્રવેશવાની નવી દિશા આપી છે. યોગ્ય અભિગમ સાથે, નાના નગરોમાં ઑનલાઇન ગેમિંગ સરળ આનંદ અથવા મનોરંજન કરતાં ઘણું વધારે હોઈ શકે છે. આનાથી દેશના ડિજિટલ સાક્ષરતા દરમાં પણ સુધારો આવશે.