ફિલ્મ ‘કાર્તિકેય 2’એ બોક્સ ઓફિસ પર વિશ્વભરના પ્રેક્ષકોના દિલ જીતી સનસનાટી મચાવી દીધી છે. 13મી ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં કમાણી કરી રહી છે અને 100 કરોડનો જાદુઈ આંકડાને પાર કરી ગઈ છે.
આ ફિલ્મ એક મનોરંજક રહસ્યમય થ્રિલર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના આભૂષણોની આસપાસ ફરે છે. તે એક આકર્ષક અને નવીન વાર્તા ધરાવે છે, જે દર્શકોને પોતાની સાથે એકમય બનાવી દે છે. હિંદુ ઈતિહાસના સમન્વય સાથેના સાહસિક વિચારે પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે અને એમાં એવું કંઈક છે, જે આપણે પહેલાં જોયું નથી.
મુવીનું શૂટિંગ ગુજરાતના દ્વારકામાં સારા એવા અંશ સાથે અનોખા સ્થળોએ શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ દ્વારકાધીશ મંદિરની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. મંદિર નગરના દ્રશ્યો એ ફિલ્મની એક વિશેષતા છે.
દર્શકો માટે આ એક ઉત્તમ સિનેમેટિક અનુભવ છે. ફિલ્મના આ તથ્યને ધ્યાનમાં રાખીને ફિલ્મ કંઇક એ હદ સુધી આશ્ચર્ય પમાડી રહી છે કે તે હિન્દી વર્ઝન માટે 50 સ્ક્રીનોથી શરૂ થઇ હતી અને હવે હિન્દી બેલ્ટમાં 1500+ સ્ક્રીનોથીમાં ચાલી રહી છે. આ એક વિરલ સિદ્ધિ છે અને આ તમામ પ્લોટ લાઇન અને દર્શકોના પ્રેમને કારણે છે.
આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર, શ્રીનિવાસ રેડ્ડી સાથે નિખિલ સિદ્ધાર્થ અને અનુપમા પરમેશ્વરન છે. આદિત્ય મેનન અને વિવા હર્ષ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. બ્લોકબસ્ટર મૂવીનું દિગ્દર્શન ચંદુ મોન્ડેતી દ્વારા કરવામાં આવ્યું છે અને અભિષેક અગ્રવાલ (ધ કાશ્મીરી ફાઇલ્સ) અને ટી જી વિશ્વ પ્રસાદ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં કાલ ભૈરવનો એક રસપ્રદ મ્યુઝિકલ સ્કોર અને કાર્તિક ઘટ્ટમાનેની દ્વારા સિનેમેટોગ્રાફી પણ છે.