અત્યાધુનિક પ્લાન્ટમાં આલ્કોહોલ, ફાર્મા અને કોસ્મેટિક વાઇપ્સના ઉત્પાદનની ક્ષમતા છે
ગિન્ની ફિલામેંટ્સ લિમિટેડના કંઝ્યુમર ડિવિઝને ગુજરાતના પનોલી સ્થિત જીઆઈડીસીમાં 26 સપ્ટેમ્બર 2022ના રોજ પોતાના આત્યાધુનિક વેટ વાઇપ્સ પ્લાન્ટનો શુભારંભ કર્યો. પ્લાન્ટનું ઉદ્ઘાટન ભારત સરકારના માનનીય કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેયરી મંત્રી શ્રી પુરષોત્તમ રૂપાલાએ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ અને વાગરાના વિધાનસભ્ય શ્રી અરૂણસિંહ રાણા શામેલ હતા.
ગિન્ની ફિલામેંટ્સ લિમિટેડના ચીફ એક્ઝેકિયુટિવ યશ જયપુરિયાએ પ્લાન્ટ વિશે જણાવ્યું, “ગિન્ની ફિલામેંટ્સ લિમિટેડના ભારતમાં વાઇપ્સની અગ્રણી કંપની અને માર્કેટ લીડરની ઓળખ બનાવી છે. ગિન્નીએ પોતાના ભાગીદારોની માંગને સમજતા અને મેક ઇન ઈન્ડિયાને લક્ષ્ય બનાવી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય માંગ પૂરી કરવા માટે એક અભૂતપૂર્વ પ્લાન્ટનો વિકાસ કર્યો છે. નવા પ્લાન્ટની સાથે અમારી કંપની હોમ કેર, આદ્યોગિક અને સંસ્થાઓ માટે વાઇપ્સ સેગમેંટને પોતાની સેવા આપશે. આ સેગમેંટ હજુ ભારતમાં પ્રારંભિક તબક્કામાં છે, અને મોટાભાગે વિકસિત દેશોમાં કેન્દ્રિત છે.”
પ્લાન્ટ વર્ટિકલી ઇંટીગ્રેટેડ છે, જે અંતર્ગતએક જ પરિસરમાં નૉનવુવેન ફેબ્રિકનો સપ્લાય થાય છે. તેના મલ્ટી-મૉડલ લાભ ગણાવતા શ્રી જયપુરિયાએ જણાવ્યું કે આ એ.ટી.ઈ.એક્સ. માન્યતા પ્રાપ્ત પ્રથમ વેટ વાઇપ્સ પ્લાન્ટ છે. સાથે જ આ પ્લાન્ટને માન્યતા મળી છે એપ,એસ.સી.થી એફ.ડી.એ.થી જી.એમ.પી. માન્યતા અને આઈ.એસ.ઓ. 9001:2015, આઈ.એસ.ઓ. 22716:2007 માન્યતાઓ પણ મળી છે. આ પ્લાન્ટ યૂ.એસ.પી. 32 ગ્રેડ શુદ્ધ જળ પ્રણાલી, ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાની સાથે ક્વાલિફાઇડ અને કેલિબ્રેટેડ ઉપકરણોથી યુક્ત છે. હવે હરિદ્વાર (ઉત્તર) અને અંકલેશ્વર (પશ્ચિમ) બે સ્થાનોમાં ગિન્નીના વેટ વાઇપ્સ બનાવાની સાથે, કંપની એક એવા તબક્કા પર છે, જ્યાં ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને લોજિસ્ટિકના ઓછા ખર્ચનો લાભ આપવામાં આવશે.
પાછલા કેટલાંક સમયથી સ્વચ્છતા અને વ્યક્તિગત સંભાળ વિશે લોકોનું વલણ બદલાયું છે. અને આવામાં વેટ વાઇપ્સની મહત્વતા ચોખ્ખી નજરે આવે છે. આજે તેના અનેક ઉપયોગ છે, જેવા કે સ્વચ્છતા રાખવી, બાળકોની સફાઇ, મેકઅપ ઉતારવો, પોતાને ફ્રેશ રાખવા, દર્દીઓની કાળજી વગેરે, જે આપણી જિંદગીને સરળ બનાવી દે છે. ગિન્ની 32 વર્ષોથી ગ્રાહકો માટે સંતોષ અને વિશ્વાસનું નામ છે. કંપની દરેક ઉત્પાદન બનાવવામાં સમગ્ર સાવચેતી રાખે છે, જેથી ગુણવત્તા પર પૂર્ણ વિશ્વાસ મળી શકે. ગિન્ની, સસ્ટેનેબલ સોલ્યૂશંસ, જેનાથી પર્યાવરણનું નુક્શાન ઓછું થવાથી લઇ ઉત્પાદનમાં ઉપયોગી સામગ્રીના શ્રેષ્ઠ સંશોધન અને વિકાસ, વિસ્તૃત ગુણવત્તા પરીક્ષણ અને સતત વિચારી સુધારણા કરવા સુધી જે કઇ પણ કરે છે, તેના કેન્દ્રમાં ગુણવત્તા રહે છે. અને નવા પ્લાન્ટને શરૂ કરવા સાથે કંપની એક ઉચ્ચ પડાવ પર પોતાનું સ્થાન બનાવવામાં સક્ષમ છે.