આજે 12 નવેમ્બર, 2022ના રોજ પત્રકાર પરિષદના માધ્યમથી હિન્દુ સેનાના રાષ્ટ્રીય સચિવ બમ બમ ઠાકુર અને ડી. એન. સિંહે આશારામ સંપત્તિને લઇને મોટો ખુલાસો કર્યો. બમ બમ ઠાકુરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું મારા ગુરૂદેવ અને આ યુગના મહાન સંત ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ આત્મારામી સંત શ્રી આશારામજી બાપુની સાથે થયેલા અન્યાય અને ષડયંત્રની પોલ ખોલી રહ્યો છું. આ પહેલા મેં હંમેશા સંતોની સામે થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે.
આશારામજી બાપુ નિર્દોષ છે અને તેમના આશ્રમ ખાતેના શિષ્યો અને કાર્યકરો દ્વારા સુનિયોજિત કાવતરૂં ઘડી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. આશારામજી બાપુ ભારતના આધ્યાત્મિક સૂર્યમંડળના સૂર્ય છે અને તેમના મહિમાની સામે તમામ સંસ્થાઓ અને સંતો સૂર્યની સામે દીવા જેવા છે.
લોકસંત આશારામજી બાપુ 1968થી સત્સંગ કરી રહ્યા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ભારતીય સમાજના ઉત્થાન માટે આપી દીધું. તેમનું જ્ઞાન અને લોકકલ્યાણના કાર્યો સામાન્ય માનસને સ્પર્શી ગયા. બાપુ ગરીબો અને આદિવાસી નારાયણની સેવા કરીને ગરીબો અને આદિવાસી વિસ્તારોમાં જઈને ધર્માંતરણથી બચાવતા હતા. નેવુંના દાયકામાં તેમની ખ્યાતિ ચરમસીમાએ હતી જ્યારે તેમને 1991માં શિકાગોમાં ધર્મ સંસદને સંબોધવા માટે બોલાવવામાં આવ્યા હતા. અમેરિકા જેવા ભોગપ્રધાન દેશમાં આશારામબાપુજીએ સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો હતો. બાપુના મહાન કાર્યોની યાદી એટલી લાંબી છે કે તેમાં આખી પત્રકાર પરિષદમાં તેમની વાત કરી શકાય, પરંતુ તેમના નજીકના શિષ્યો દ્વારા તેમની સાથે થયેલા અન્યાયની પોલ ખોલવી જરૂરી છે.
2013માં ઉત્તર પ્રદેશના એક સંચાલકની છોકરીએ બાપુ પર ખોટો આરોપ લગાવ્યો અને તેમના શિષ્યો તેમને જેલમાં મોકલવામાં સફળ થયા. આમાં તેમને ઘણું રાજકીય સમર્થન પણ મળ્યુ હતું. તેમના શિષ્યોએ હવે આશારામ બાપુના આશ્રમોને સંપૂર્ણપણે કબજે કરવા માટે તેમની પત્ની, પુત્રી અને પુત્રને માર્ગમાંથી દૂર કરવાનું કાવતરૂં ઘડ્યું છે. આશ્રમમાંથી હાંકી કઢાયેલી બે બહેનોને પૈસા આપીને ગુજરાતમાં આશારામ બાપુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ. આ ફરિયાદમાં સૌથી અનોખી વાત એ હતી કે ફરિયાદકર્તાએ ઘટનાના 12 વર્ષ પહેલાની વાત જણાવી છે. તો 2013માં ફરિયાદ કરવામાં આવી આશારામ બાપુએ 2001માં પોતાની પત્ની અને પુત્રીના સહયોગથી આશ્રમમાં રહેતી આ છોકરીનું શોષણ કર્યું. આ આરોપોને હું વખોડી કાઢુ છું અને આજે આ ષડયંત્રના મૂળ સુધી આપને લઇ જઇશ.
આ કહાણી છે બે બહેનોની, ગરીબ મા-બાપની દીકરીઓની, જેના ઘરમાં ખાવાના ફાંફા હતા, તેમને આશારામ બાપુએ પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. આવી અનેક બહેનો આદ પણ આશારામ બાપુના આશ્રમમાં સુરક્ષિત રહી રહી છે. વર્ષ 1997માં પહેલી આરોપી કન્યા અત્યંય ગરીબીના કારણે આશ્રમમાં રહેવા આવી, આશ્રમમાં તેમને આધ્યાત્મિક વાતાવરણ મળ્યું, રોજગાર આપવામાં આવ્યો અને શિક્ષણ આપવામાં આવ્યું. આ સમગ્ર સમયમાં આ આરોપી છોકરીનો તમામ ખર્ચ આશ્રમ દ્વારા વહન કરવામાં આવ્યો હતો. આશારામ બાપુના આશ્રમ મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કરે છે અને આ દસમું ભણેલી આરોપીને જ્ઞાન અને આધ્યાત્મનું શિક્ષણ આપી આશ્રમની વક્તા બનાવવામાં આવી. 2007માં આરોપી છોકરીના બહારના છોકરાઓ સાથે સંબંધ હોવાની ફરિયાદ આવી તો તેને આશ્રમમાંથી હાંકી કાઢવામાં આવી.
ત્યારબાદ તે સાંસારિક જીવનમાં આવી ગઇ અને વિવાહ કરી એક સાધારણ જીવન વિતાવવા લાગી. તેની નાની બહેન પારૂલ પણ આશ્રમમાં રહેતી હતી, જો તેને આશ્રમમાં આટલી જ યાતના આપવામાં આવી રહી હતી, તો તેણે પોતાના પરિવારને ક્યારેય કેમ કહ્યું નહી.? 1997-2007 સુધી આરોપી શીતલ આશ્રમમાં રહી, પરંતુ ફરિયાદ કરવાનું તેને 2013માં યાદ આવ્યું? એટલુ જ નહીં 2007માં આશ્રમ છોડ્યા બાદ લગ્ન થઇ ગયા બાદ પણ આ કન્યા પોતાના પતિ સાથે આશ્રમમાં આવતી હતી. જો તેનું શોષણ થયુ હતુ તો આ આશ્રમમાં 2007 બાદ કેમ આવી? જો શીતલ સાથે 2001માં દુર્વ્યવહાર થયો હતો તે તેણે પોતાના માતાપિતાને પોતાની નાની બહેનને આશ્રમમાં સમર્પિત કરવાથી કેમ રોક્યા નહીં? આ કેસ બોગસ છે. આ કેસમાં ના તો કોઇ ફોરેંસિક સાબિતી છે, ના તો કોઇ સીસીટીવી ફુટેજ છે. બે લાલચુ છોકરીઓએ પૈસાની લાલચમાં આવીને આશારામ બાપુ પર ખોટો આરોપ લગાવ્યો છે અને માત્ર તેમના કહેવાથી આશારામ બાપુ પર કેસ ચલાવી દીધો? આજે કોઇ છોકરી આવીને કહી દે કે કોઇ પ્રસિદ્ધ વ્યક્તિએ દસ વર્ષ પહેલા રેપ કર્યો હતો, તો વિના કોઇ પુરાવાએ શું તમે તેનું માનશો?
આશ્રમમાં રહેતી 2 ગરીબ છોકરીઓ પાસેથી 2013માં આશારામ બાપુના શિષ્યોએ જુઠૂ બોલાવડાવ્યું જેથી તેમની પત્ની, પુત્રી અને પુત્રના માર્ગમાંથી હટાવી કરોડોના ટ્રસ્ટ પર કબજો કરી શકાય, આશારામ બાપુના નજીકની શિષ્યોએ વિશ્વાસઘાત કરી તેમને ફસાવ્યા છે. એક વૃદ્ધ નિર્દોષ સંતને દસ વર્ષ જેલમાં રાખી આજે પણ તેમના નામનું કમાઇને ખાઇ રહ્યાં છે. સરકારે આશ્રમના તમામ એકાઉન્ટની તપાસ કરવી જોઇએ, આરોપી છોકરીઓના બેંક એકાઉન્ટની તપાસ કરાવવી જોઇએ, કારણ કે આશારામ બાપુ પર આરોપ લગાવી ચૂકેલા અનેક લોકો કરોડપતિ બની ગયા છે. સમય આવી ગયો છે કે આ તમામની પોલ સમાજમાં ખુલી જાય અને બાપુને તુરંત ન્યાય મળે.