દીપક જૈન એડલવાઈસ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (EAML)ના સેલ્સ હેડ કહ્યું તહેવારોની મોસમ અને ડિસ્કાઉન્ટ સાથે શું આવતુ હોય છે? તે તમને તદ્દન નવી વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરે છે, જેની તમને જરૂર હોય પણ શકે છે અથવા ન પણ હોય. આવી વસ્તુઓથી આપણને ત્વરિત આનંદ મળે છે, પરંતુ આમાંની મોટાભાગની ખરીદીઓ સમય જતાં મૂલ્ય ગુમાવે છે. તો પછી, મૂલ્યને પ્રોત્સાહિત કરતી વસ્તુ ખરીદવા વિશે શું? હા, આપે આ તહેવારોની મોસમની શરૂઆત આ રીતે કરવી જોઈએ કે એવું શું છે કે જેની કિંમત સમય જતાં વધશે?તે છે રોકાણનાં સાધનો.
આવો, આ વર્ષે તહેવારો શરૂ થવા પર થતાં ખર્ચાઓના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જેમ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ પર શેર ખરીદવાનું શુભ શુકન માનવામાં આવે છે, તેવી જ રીતે તમારા મનપસંદ તહેવારના દિવસથી તમારા મુખ્ય નાણાકીય લક્ષ્યો માટે રોકાણ કરવાનું શરૂ કરો. કોઈ પણ સંજોગોમાં, વ્યક્તિ ઈચ્છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી શરૂ કરી શકે છે. તો શા માટે તેની શરૂઆત નવરાત્રી, દિવાળી કે દશેરા જેવા શુભ દિવસોથી ન કરવી જોઇએ!
ગોલ્ડ/સિલ્વર ફંડ્સ
ધનતેરસ અથવા દિવાળી પર સોનું કે ચાંદી ખરીદવું એ એક ધાર્મિક વિધિ છે. કોઇને ભૌતિક સોનું કે ચાંદી ખરીદવાની જરૂર નથી, જેમાં વધારાના શુલ્ક, અશુદ્ધતા, સલામતી અને સંગ્રહની સમસ્યાઓનો સમાવેશ થાય છે. અહીં ગોલ્ડ અને સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેને તમે ધ્યાનમાં લઈ શકો છો. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રકારનું કોમ્બિનેશન ફંડ લોન્ચ કર્યું છે, જે રોકાણકારોને એક યોજના હેઠળ સોના અને ચાંદીમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. એડલવાઇઝ ગોલ્ડ એન્ડ સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ એ એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ સ્કીમ છે, જે ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફના એકમોમાં રોકાણ કરે છે. તે માત્ર ખર્ચ-અસરકારક જ નથી, પણ તમને તરલતા પણ આપે છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ
દરેક રોકાણકારના પોર્ટફોલિયોમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટને સ્થાન મળવું જોઈએ. ફિક્સ્ડ ડિપોઝિટ નિઃશંકપણે મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયોનો ભાગ છે, પરંતુ આ સમય પોતાને અપગ્રેડ કરવાનો છે. આ એવુ લક્ષ્યાંક પરિપક્વતા ભંડોળ છે, જેની પાકતી તારીખ ડેટ પેપરની સમાપ્તિ તારીખ સાથે સંરેખિત થાય છે, જેમાં તેઓએ રોકાણ કર્યું છે. આ માળખું તેમને રોકાણનું સુરક્ષિત સ્વરૂપ બનાવે છે, ખાસ કરીને જો તમે તમારા રોકાણને પાકતી મુદત સુધી રોકી રાખો. એડલવાઈસ એએમસીએ ભારત બોન્ડ ઇટીએફ લોન્ચ કરનાર પ્રથમ ફંડ હાઉસ હતું, જે એક લક્ષ્ય પરિપક્વતા ઈટીએફછે. ભારત બોન્ડ ઈએટીએફના પાંચ તબક્કા ઉપરાંત, એડલવાઈસ ખાતે લક્ષ્યાંક પરિપક્વતા સ્પેસમાં ત્રણ ઇન્ડેક્સ ફંડ્સ પણ છે. અન્ય ફંડ હાઉસમાં પણ લક્ષ્યાંક પરિપક્વતા ઇન્ડેક્સ ફંડ મળી શકે છે, પરંતુ ભારત બોન્ડ ઇટીએફ એડલવાઇસ માટે વિશિષ્ટ છે.
હાઇબ્રિડ ફંડ્સ
અન્ય રોકાણ વિકલ્પ જે ધ્યાન આપવા લાયક છે તે હાઇબ્રિડ ફંડ છે. હાઇબ્રિડ ફંડ ડેટ, ઇક્વિટી અને અન્ય એસેટ ક્લાસના સંયોજનમાં રોકાણ કરે છે. હાઇબ્રિડ ફંડના સાત પ્રકાર છે. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ, મલ્ટી-એસેટ એલોકેશન ફંડ્સ અને ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ ત્રણ સૌથી વધુ લોકપ્રિય છે. આવા ફંડ્સમાં ડેટનો હિસ્સો તમને સલામતી અને ઇક્વિટી વૃદ્ધિ આપે છે. તમે તમારી જોખમ લેવાની ક્ષમતાના આધારે યોગ્ય હાઇબ્રિડ ફંડ પસંદ કરી શકો છો.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ
જો તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા પરવાનગી આપે છે, તો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પણ જઈ શકો છો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ શરૂ કરવાની આદર્શ રીત ઇન્ડેક્સ ફંડ્સથી છે. માર્કેટ વેલ્યુએશનને ધ્યાનમાં લીધા વગર તમે વર્ષમાં ગમે ત્યારે તેમાં એસઆઇપીશરૂ કરી શકો છો.
પરિવર્તન એ એકમાત્ર સ્થિરતા છે. અલગ બનો; આ વર્ષે કંઈક અલગ કરો. આ તહેવારોની સિઝનમાં તમારા પૈસાનું રોકાણ (ખર્ચ નહીં) કરવાનો સંકલ્પ કરો. અન્ય લોકોને તેમનું રોકાણ કરવા જણાવો. ખર્ચ નહીં પણ રોકાણ, જેતમને સમૃદ્ધ બનાવે છે.
ડિસક્લેમર: દીપક જૈન એડલવાઈસ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (EAML)ના સેલ્સ હેડ છે અને ઉપર વ્યક્ત કરેલા મંતવ્યો તેમના પોતાના છે.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.
इक्विटी म्यूचुअल फंड
यदि आपकी जोखिम लेने की क्षमता अनुमति देती है, तो आप इक्विटी म्यूचुअल फंड के लिए भी जा सकते हैं। इक्विटी म्यूचुअल फंड निवेश शुरू करने का एक आदर्श तरीका इंडेक्स फंड के साथ है। आप इसमें साल के किसी भी समय एसआईपी शुरू कर सकते हैं, चाहे मार्केट वैल्यू कुछ भी हो।
परिवर्तन ही स्थिर है। अलग हो; इस साल कुछ अलग करें। इस छुट्टियों के मौसम में अपना पैसा निवेश करने (खर्च नहीं) करने का संकल्प लें। दूसरों को अपना निवेश करने के लिए कहें। निवेश करना, खर्च नहीं करना आपको अमीर बनाता है।
डिस्क्लेमर – दीपक जैन एडलवाइस एसेट मैनेजमेंट लिमिटेड (ईएएमएल) में सेल्स हेड हैं और ऊपर व्यक्त विचार उनके अपने हैं।
म्यूचुअल फंड निवेश बाजार के जोखिम के अधीन हैं, योजना से संबंधित सभी दस्तावेजों को ध्यान से पढ़ें।