આત્મનિર્ભર ભારત – એક મોટી પહેલ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફનું સર્વાંગી પરિવર્તન – લે. જન. અભય ક્રિષ્ના, (નિવૃત્ત)
ઉપશિર્ષકઃ આપણી આર્થિક પ્રગતિ ન માત્ર એક નવી ઊંચાઈ સર કરશે, પરંતુ એ સમાજના દરેક સ્તર પર સમૃદ્ધિ અને આનંદના દ્વારા ખોલી નાંખશે તેમજ ભાવિ પેઢી માટે એક ઉત્તમ ભવિષ્ય માટેનો માર્ગ નિર્માણ કરશે
આ વર્ષે ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ એ નામે સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી. ક્રૂર મોગલ સામ્રાજય હેઠળ સદીઓ વિતાવ્યા બાદ 1947માં સ્વતંત્રતા મેળવીને ભારતે પોતના સ્વનિર્માણની અતિ કપરી એવી યાત્રા દ્રશ્યમાન થાય તેવી તાકાત અને એક્તાની ઓળખ સાથે એકડ એકથી શરૂ કરી. સંસ્થાનવાદની સંકુચિત માનસિકતા અને શોષણના લાંબબા કાળમાંથી બહાર આવીને છેવટે 1980ની શરૂઆતથી સૂરત ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
નવી શરૂઆત
ખાનગી ક્ષેત્રે દેખીતી અને ઉત્સાહ જનક પ્રગતિ મેળવ્યા છતાં ભરત ધીમે-ધીમે મિશ્ર અર્થતંત્ર તરફ જવા લાગ્યું. વળી, 1990ની આસપાસના વર્ષ તો આ દેશમા સાત વડાપ્રધાનોએ બે વારાફરતી સુકાન સંભાળ્યું અને પરિણામે એક કેન્દ્રિત નેતૃત્વની ગેરહાજરીને લીધે વિકાસ યાત્રા ઘણી મંદ પડી ગઈ, 2014ની શરૂઆતમાં આપણો દેશને સદનસીબે એક દૂરંદેશી યુક્ત અને નિર્ણાયક નેતૃત્વ સાંપડ્યું અને તેને પરિણામે થોડા જ વર્ષોમાં ભારતને ચીનને પાછળ રાખીને વિશ્વના સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર બનવાનું શ્રેય પ્રાપ્ત છું. આજે 17 ટ્રિલિયન ડોલરની જીડીપી(2021) અને સંરક્ષણ અને ટેક્નોલેજીની નિકાસ રૂ.13,000 કરોડ સુધીની પહોંચતાં આજે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ડિફેન્સ એક્સો દમિયાન ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી અજયકુમારના મતે આ આંકડો હિસાબી વર્ષ દરમિયાન રૂ.17,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
આટલું મોટું પરિવર્તન શાના કારણે થયું? નિ:શંક પણે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદર્શિતા સમા આત્મનિર્ભર કાર્યક્રમને લીધે કે જેમાં સંરક્ષણ ક્ષેત્રે એક સુવ્યવસ્થિત રોડમેપ હેઠળ હરણ ફાળ ભરી અને તેને ભારતીય અર્થતંત્રના એક અગત્યના ક્ષેત્ર તરીકે મહત્વ મળ્યું. તેમાં રહેલ સ્વદેશી ડિઝાઈન, વિકાસ અને સંરક્ષણ સાધનો, પ્લેટોર્મ, સિસ્ટમ અને સબસિસ્ટમનાં નિર્માણમાં રહેલ પુષ્કળ વિકાસની શક્યતાઓ માટે માર્ગ મોકળો બન્યો. આને લીધે મધ્યમ અને નાના-મધ્યમ ઉદ્યોગોની સંરક્ષણ ઉદ્યોગમાં ભૂમિકા પ્રબળ બનવામાં પણ મદદ મળી છે.
એક મોટા પરિવર્તનના ભાગ રૂપે સંરક્ષણ ક્ષેત્ર ભારતીય ખાનગી ક્ષેત્રને ભાગીદારી માટે ખુલ્લું મુકાયું. ડિફેન્સ એક્વેઝીશન પ્રોસિજર (ડીએપી) 2020ને સુધારીને તેમાં સંરક્ષણ ઉત્પાદનોમાં રોકાણ અને ટેક્નોલોજીને આકર્ષવા પર વિશેષ ભાર મૂકાયો, જે કંપનીઓ નવા સંરક્ષણ પરવાનાઓ ઈચ્છતી હતી, તેને સરકારી માર્ગે 100 ટકા સુધીના સીધા વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી અને તદુપરાંત “સંરક્ષણમાં મેઇક ઇન ઈન્ડિયાની તકો”ના ભાગ રૂપે srijandefence.gov.in નામે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું. આને લીધે ખાનગી ક્ષેત્રને ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિગ્સ (ડીપીએસયુ) ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ અને ભારતીય સંરક્ષણ દળોના સ્વદેશીકરણમાં સહભાગી થવાનો અવસર મળ્યો. સીજન નામના અન્ય પોર્ટલે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (DPSUs) ઓએફબી અને ભારતીય સશસ્ત્ર દળો માટે મધ્યમ અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSMEs) સ્ટાર્ટ-અપ્સ અને અન્ય ખાનગી ઉદ્યોગોને આયાત અવેજીમાં વિકાસ સહાય પૂરી પાડવા માટે એક ઉદ્યોગ ઇન્ટરફેસ પ્રદાન કર્યું છે. આ ક્ષેત્રમાં રોકાણની તકો, પ્રક્રિયાઓ અને નિયમનકારી આવશ્યકતાઓને લગતા પ્રશ્નોના નિરાકરણને સક્ષમ કરવા માટે જરૂરી માહિતી પ્રદાન કરવા માટે સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે ડિફેન્સ ઈન્વેસ્ટર સેલની પણ રચના કરવામાં આવી હતી.
ડિફેન્સ એક્સપો 22
અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન ઓક્ટોબર 202માં ગાંધીનગરમાં યોજાઈ ગયું, જેમાં લગભગ 70 દેશો, 1340 ભારતીય કંપનીઓએ પોતાની નોંધણી કરાવી અને રૂ.1.3 લાખ કરોડની કિંમતના 451 જેટલા સમજૂતી કરાર (એમઓયુ) અને અન્ય કરારો કરવામાં આવ્યા. આફ્રિકા અને હિંદ મહાસાગરના પ્રદેશોના દેશોનાં લશ્કરી પ્રતિનિધિ મંડળોને આ સંરક્ષણ પ્રદર્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં દેશની વિશાળ ગૃહ ઉત્પાદિત લશ્કરી સાધનોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી. હાલની ઘડીએ દેખીતી રીતે આ કદાચ વૈશ્વિક માપદંડો પ્રમાણે કોઈ બહુ મોટું પગલું ન ગણાય તો પણ ચોક્ક્સ પણે આ એ વાતની તો નિશાની છે જ કે ભારત દેશ હવે વહેલું કે મોડું દુનિયાનો એક ગણમાન્ય પ્રમુખ સંરક્ષણ ઉદ્યોગ કેન્દ્ર બનવા તરફના માર્ગે આગળ વધી રહ્યું છે – એક ગર્વાન્વિત માર્ગ.
સરકારે 2025 સુધીમાં વાર્ષિક 5 અબજ ડોલરના નિકાસનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, ભારત ધીમે-ધીમે અમેરિકા (યુએસ). ફિલીપિન્સ, અર્મેનિયા અને દક્ષિણ-પૂર્વના દેશો, પશ્ચિમ એશિયા અને આફ્રિકાના દેશોમાં તની લશ્કરી નિકાસના મહત્વપૂર્ણ માર્ગ બનાવી રહ્યું છે. ભારત પોતાની ગૃહ પેદાશોને બમણી કરવા તરફ આગળ વધી રહ્યું છે કે જેથી ન માત્ર આયાત ઘટાડી શકાય, પરંતુ વૈશ્વિક સ્તરે પણ એક મોટા પુરવઠાકાર તરીકે અગ્રેસર રહી શકાય. સ્વદેશી બનાવટના લશ્કરી સાધનો જેવા કે યુદ્ધ વિમાનો રોકેટ. લશ્કરી બંદૂકો. તોપ અને નાની બંદૂકો તેમજ વિસ્ફોટકો વગેરે બાબતે અન્ય ઘણાં દેશો સાથે વાટાઘાટો અને ટ્રાયલ ચાલી રહ્યા છે. માત્ર કેટલાક ઉદાહરણો ટાંકીએ તો, સોલાર નાગપુરે વિસ્ફોટકોનો મોટો ઓર્ડર મેળવ્યો છે અને યુરોપમાં ઉચ્ચ વિસ્ફોટકોની ડિલિવરી શરૂ કરી છે. ગોવામાં નાના હથિયારો અને લશ્કરી વિસ્ફોટકોની ફેક્ટરી સ્થાપનાર હ્યુઝ પિશિઝને પણ નાટો (NATO) તરફથી એક બિડ ઓર્ડર મેળવ્યો છે અને એ સંદર્ભે હળવા લશ્કરી વિમાન તેજસને અન્ય દેશોમાં સપ્લાય બાબતે ચર્ચા ચાલી રહી છે.
વિશેષ બાબત વિના બીજા સૌથી મોટા લશ્કરી આયાતકાર તરીકે ભારતના નબળા સ્થિતિ ધરાવતાં લશ્કરી ઉત્પાદન માળખાં બાબતે આ અંગે ખરેખર ઊંડી વિચારણા કરવામાં આવી હતી.
મેક ઇન ઈન્ડિયા પર વિશેષ ભાર
વડા પ્રધાન મોદી દ્વારા અપાતો મેક ઇન ઇન્ડિયા” પર વિશેષ ભાર એ આપણા બધા માટે એ નરી વાસ્તવિકતા બની રહી છે કે જ્યાં સંરક્ષણ નિકાસ પાંચ વર્ષ પહેલાની સરખામણીએ લગભગ આઠ ગણી વધી છે. એમાં પણ એક ઉત્સાહવર્ધક પરિબળ એ છે કે સર્વાધિક રૂ.13000 કરોડના સંરક્ષણ નિકાસમાં 70 ટકા ફાળો ખાનગી ક્ષેત્રનો છે. હવે જ્યારે ભારત દેશની ગણના આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઉભરતા પ્રમુખ લશ્કરી પુરવઠાકાર તરીકે કરવામાં આવી રહી છે. અને સાથે-સાથે એ પોતાને માટે પણ હથિયારો બનાવી રહ્યો. પરિણામે આયાત ઘટી રહી છે ત્યારે જે બાબત સરકારે ધ્યાન પર લીધી અને સારી રીતે તેની સાથે કામ પાર પાડ્યું એ છે મધ્યસ્થીઓની સંડોવણી. વડા પ્રધાને સંરક્ષણ આયાત માટે એજન્ટોની અનિવાર્યતા સ્વીકારી હતી: પરંતુ હવે આ એજન્ટોએ પોતાની નોંધણી કરાવવી પડશે અને રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં નિર્ધારિત પ્રક્રિયા અને પારદર્શિતા દ્વારા સોદાની પ્રક્રિયામાં સરકારને મદદ કરવી પડશે. પરિણામે, ખરીદી માટે કોઈપણ સોદો કરતી વખતે ભ્રષ્ટ વ્યવહારો પર અસરકારક અંકુશ મૂકી શકાયો છે.
વિશ્વના બીજા સૌથી મોટા લશ્કરી આયાતકાર તરીકે ભારતના નબળા સ્થિતિ ધરાવતાં લશ્કરી ઉત્પાદન માળખાં બાબતે આ અંગે ખરેખર ઊંડી વિચારણા કરવામાં આવી હતી. જો કે આ બાબતે હવે આત્મનિર્ભર ભારત હેઠળ સારી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. યુપી, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર અને કર્ણાટક જેવા રાજ્યોએ સંરક્ષણ ઉત્પાદન મથકો સ્થાપવા માટે આગળ આવવાનો સંકલ્પ અને ઉત્સાહ દર્શાવ્યા છે. સ્વદેશી શસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારા સાથે આ બાબતે પરિણામ અત્યારથી જ દેખાવા લાગ્યું છે. આશા છે કે વઘુ રાજ્યો સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન માળખાગત સુવિધા સ્થાપવા માટે આગળ આવશે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કે જેમની પાસે યોગ્ય જમીન શ્રમિકો તેમજ તકનીકી અને બિન-તકનીકી કાર્યદળ અને બે મુખ્ય દરિયાઈ બંદરો સહિત કોઈ જ બાબતની અછત નથી. તો આટલી જબરદસ્ત સંભાવના સાથે સંરક્ષણ ઉત્પાદનમાં તે નોંધપાત્ર વધારો કરી શકે છે.
છુપો દુશ્મન
વિશ્વનું ત્રીજું સૌથી મોટું સૈન્ય બજેટ અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે વડા પ્રધાન મોદીના દૂરંદેશી અને ગતિશીલ નેતૃત્વ હેઠળ ‘નવીન ભારત’ ચોક્ક્સપણે આગામી 25 વર્ષમાં એક ગણમાન્ય વૈશ્વિક શક્તિ તરીકે વિકસિત થશે. જો કે, એ હકીકતને પણ અવગણી શકાય નહીં, કે જેમ-જેમ ભારત આર્થિક તાકાત મેળવી રહ્યું છે અને કોઈ પણ જોડાણ વિના સ્વતંત્ર રીતે વ્યાત્મક સ્વાયત્તતા અપનાવી રહ્યું છે ત્યારે, આપણી અંદર છુપાયેલ દુશ્મન અને “ટુકડે ટુકડે ગેંગ” તરીકે ઓળખાતા આ સમુહને વાતોમાં ભોળવાઈ જતા સ્યુડો બૌદ્ધિકો દ્વારા રાષ્ટ્રની પ્રગતિને રોકવા માટે ફિફ્થ જનરેશન વોરફેર (5GW) દ્વારા ઉશ્કેરવામાં આવે. આજે, ભારત પહેલેથી જ પરમાણુ સશસ્ત્ર શક્તિ છે અને સદીના મધ્યભાગ સુધીમાં ભારત ચીન અને અમેરિકાનું એકમાત્ર ભૌગોલિક રાજનૈતિક સાથી બની શકે છે. આ રીતે આપણે આપણી જ અંદર કાર્યરત આવા છુપાયેલા દુશ્મનોને રાષ્ટ્રને ખંડિત પછાત રાખવા અને વૈશ્વિક શક્તિ તરીકે આગળ વધવાથી વંચિત રાખવાની તેમની કપટી યોજનાઓમાં સફળ થવા ન દઈને અંકુશમાં રાખવા માટે તૈયાર રહેવાની જરૂર છે. આમ આપણે ભારતીયોએ આ પ્રવર્તી રહેલા ખતરા સામે જાગવું પડશે અને જાતિ સમુદાય પ્રદેશ ભાષા અને ધર્મને લગતી તમામ નાની નાની બાબતો જે રાષ્ટ્રને ખંડિત રાખે છે તેનાથી ઉપર ઉઠવું પડશે તેથી આપણે સૌપ્રથમ આપણી જાતને એક જ ઓળખ અને ‘ભારત સર્વપ્રથમ’ તરીકેની ઓળખ સાથે જોડવાનો સામૂહિક પ્રયાસ કરવો જ પડશે. આ જ બાબત આપણા છુપાયેલા દુશ્મનને તેના બદઈરાદાઓ સાથે અંકુશમાં રાખવા માટે મુખ્ય રૂપે સહાયક બનશે. ફરી કહેવાની જરૂર નથી કે આર્થિક વિકાસ આપણને વૈશ્વિક સ્તરે ન માત્ર ઉચ્ચ સ્તર પર લઈ જશે, પણ સાથે- સાથે તે દેશના દરેક વર્ગના લોકોમાં સમૃદ્ધિ અને સુખની પણ શરૂઆત કરીને આવનારી પેઢીઓ માટે પણ ઉત્તમ ભવિષ્યનો માર્ગ મોકળો કરશે.
લે. જન. અભય ક્રિષ્ના (નિવૃત્ત) દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય લશ્કરી દળના આર્મિ કમાન્ડર રહી ચૂકયા છે.