ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દૂન બ્લોસમ એકેડેમી, ચાંદખેડા, અમદાવાદમાં ‘ રજુવાનેટિંગ ડીબીએ ‘ થીમ પર એન્યુઅલ ડે 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી રોહિત મહેતા સેન્ટર સ્ક્વાયર ફાઉન્ડેશનના ડાયરેકટર , શ્રી જાગરુપ સિંહ રાજપૂત, ઉપનિદેશક, અભિયોજન નિદેશાલય અને પૂર્વ વિધાયક (બાપુ નાગર) શ્રી રંબિત મીણા, બેંક ઓફ મહારાષ્ટ્રના ઝોનલ ઓફિસર અને શ્રી કનૈયાલાલ સી. એ. સલામત, સી. એ. દુલ્વાની એન્ડ કંપનીમાં પાર્ટનર અતિથિઓમાં સામેલ હતા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ. બધા કાર્યક્રમમાં બાળકોનો જોશ અને ઉત્સાહ જોવાલાયક હતો, બાળકોએ પોતાની મનમોહન પ્રસ્તુતિથી દર્શકોનું મન મોહી લીધું. દરેક પ્રસ્તુતિ એક સુંદર સંદેશ આપી રહી હતી. ‘ભારતીય સંસ્કૃતિ આપણું સ્વાભિમાન ‘ અને ‘સેવ બર્ડ્સ ‘ પર બાળકોની પ્રસ્તુતિ વિશેષ રૂપથી પ્રેરક રહી.
કોવીડ મહામારી પછી, એક મોટી સ્વાસ્થ્ય આપદા છે કે, આખા દેશે બીજી બહારની દુનિયાથી પોતાનો શારીરિક સંબંધ ગુમાવી દીધો છે. લોકોની ભાવનાને ફરીથી જીવંત કરવા અને લોકોની નિરાશાને દૂર કરવા ગેટ ટુ ગેધર અતીત બની ગયો છે. ડીબીએ એ રજુવાનેટ થીમનું ચયન કર્યું છે. જેથી સાથે મળીને પોતાની આત્માઓને ફરીથી જીવંત કરીએ અને સાંજનો આનંદ શકાય છે.
માતા પિતા પોતાના બાળકોના પ્રથમ શિક્ષક હોય છે. જો બાળપણથી જ નૈતિક મૂલ્યોનો વિકાસ કરવામાં આવે તો બાળકો વડીલોનું સન્માન કરતાં શીખે છે અને પોતાની ભારતીય સંસ્કૃતિને શીખે છે. આને ડીબીએ ના વિદ્યાર્થીઓએ નાટિકા અને નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી હૃદય સ્પર્શી સંદેશ આપ્યો. અભિભાવક તેમજ દર્શકોએ પ્રેરિત થઈ અભિનંદન સહૃદય કર્યું અને અમલમાં લાવવાનો સામૂહિક સંકલ્પ લીધો. ગણમાન્ય અતિથિ અને ઉપસ્થિત બધા દર્શકોની વચ્ચે એક નવી ચેતના, ઉત્સાહ અને આનંદની લહેર છવાઈ ગઈ હતી.
પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજીનો બાળકોને સંબોધિત કરતો સંદેશ – ‘આપણે પોતાના કર્મો પર વિશ્વાસ કરીને ઉપર ઉઠવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાશો નહીં. તેમણે બધાઈ આપનારાઓને કહ્યું કે બાળકોની મેઘાને પ્રોત્સાહિત કરે. દરેક બાળક ખાસ હોય છે તેથી પોતાના બાળકો પર પોતાની આશાઓનો બોઝ ન નાખો અને તેમને પોતાનું સર્વશ્રેષ્ઠ કરવા દો. તેમનામાં ઘણી ક્ષમતા છુપાયેલી છે, તેમને જીવન જીવવાની કલા શીખવા દો. તેઓ આગળ વધીને પોતાની રાહ પોતે જ પસંદ કરશે. સ્કૂલના પ્રબંધ નિર્દેશક શીતલ અગ્રવાલે પણ બાળકોને આગામી પરીક્ષામાં તનાવ મુક્ત અને સકારાત્મક રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. બાળકોને તેમની યોગ્યતાના આધાર પર અતિથિઓ દ્વારા વિભિન્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનો લાભ હજારો દર્શકોએ યુટ્યુબ અને એફબી પર લાઈવ જોડાઈને લીધો.