• ભવનની ડિઝાઇન હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ડિઝાઈનના ફેકલ્ટી, પ્રખ્યાત આર્કિટેક્ટ અને કેળવણીકાર રાહુલ મેહરોત્રા દ્વારા કરવામાં આવી છે
• જેએસડબ્લ્યુ એસપીપીનો હેતુ શિક્ષણ, સંશોધન અને નીતિગત ચર્ચાઓ માટે એક મંચ તરીકે સેવા આપવાનું છે
અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇઆઇએમએ) અને 22 બિલિયન યુએસ ડોલરના ભારતના અગ્રણી બિઝનેસ સમૂહ જેએસડબલ્યુગ્રૂપના મહાનુભાવોએ આજે જેએસડબલ્યુ સ્કૂલ ઑફ પબ્લિક પોલિસી (જીએસડબ્લ્યૂ એસપીપી)ના ભવનનું ઉદ્ઘાટન કર્યું, જે આઇઆઇએમએ ન્યૂ કેમ્પસ ખાતે અત્યાધુનિક મલ્ટી-ફેસિલિટી સેન્ટર છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં આઈઆઈએમએના પ્રતિનિધિમાં આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન શ્રી પંકજ આર પટેલ, આઈઆઈએમએના ઈન્ચાર્જ ડાયરેક્ટર પ્રોફેસર અરિંદમ મુખર્જી,જેએસડબલ્યુ એસપીપી તેમજ જેએસડબલ્યુ ગ્રુપની લીડરશીપ ટીમના ચેરપર્સન પ્રોફેસર નમ્રતા ચિન્દારકર,જેએસડબ્લ્યુ ગ્રુપનાચેરમેન શ્રી સજ્જન જિંદાલ; જેએસડબ્લ્યુફાઉન્ડેશન ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલ અને જેએસડબ્લ્યુ સિમેન્ટ એન્ડ પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પાર્થ જિંદાલેભાગ લીધો હતો. આ ઉદ્ઘાટનમાં શિક્ષણવિદો, ઉદ્યોગકારો અને સરકારના મહાનુભાવો તેમજ આઇઆઇએમએસમુદાયના ફેકલ્ટી અને અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત વિકાસના નિર્ણાયક વળાંક પર છે અને સાર્વજનિક નીતિ દેશના આર્થિક અને સામાજિક વિકાસને ચલાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ વિશે કલ્પના કરતા આઇઆઇએમએ અને જેએસડબ્લ્યુ ગ્રૂપે સાર્વજનિક નીતિમાં સંશોધન અને શિક્ષણ હાથ ધરવા તેમજ આર્થિક વૃદ્ધિ અને સ્થાયી વિકાસ માટે ભારતના રોડમેપમાં યોગદાન આપવા માટે જેએસડબલ્યુસ્કૂલ ઑફ પબ્લિક પોલિસીની સ્થાપના કરવા માટે સહયોગ કર્યો. આઈઆઈએમએ ભારતના નીતિ-નિર્માણના પ્રયાસોમાં અસાધારણ યોગદાન આપવાનો નોંધપાત્ર વારસો ધરાવે છે, જેણે દેશની નીતિ-પરિદ્દશ્યને સક્રિય રૂપે આકાર આપ્યો છે.
જેએસડબ્લ્યુગ્રૂપ માટે, આઇઆઇએમએએક સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીની સ્થાપના માટે આદર્શ મંચ તરીકે કાર્ય કરે છે, કારણ કે સંસ્થા તેના ઉચ્ચ લાયકાત ધરાવતા ફેકલ્ટી સભ્યો દ્વારા ઇન-હાઉસ કુશળતા અને ક્ષમતા પ્રદાન કરે છે. તેની શરૂઆતથી જ, જેએસડબ્લ્યુ એસપીપીસાર્વજનિક નીતિ સંવાદોની સુવિધા માટે જાહેર, ખાનગી અને સામાજિક સાહસો તેમજ નીતિ નિર્માતાઓમાં હિસ્સેદારોને એકસાથે લાવવાનો પ્રયાસ કરતી રહી છે, જે વિચારોના આદાનપ્રદાનને સરળ બનાવે છે અને ભારતની નીતિ સુધારણામાં અર્થપૂર્ણ યોગદાન આપે છે.
ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પ્રોફેસર નમ્રતા ચિન્દારકરે મહાનુભાવો અને મહેમાનોનું સ્વાગત કરીને કરી હતી. ત્યારબાદ, સભાને સંબોધતા, આઇઆઇએમએડાયરેક્ટર-ઈન-ચાર્જ પ્રોફેસર અરિન્દમ બેનર્જીએ જણાવ્યું,“ભારતમાં, આપણે વિશ્વમાં એક મહાસત્તા તરીકે આપણા ઉત્ક્રાંતિના એક નિર્ણાયક વળાંક પર છીએ. આપણી અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છેઅને આપણે ઝડપી વિકાસ અને પડકારો જોઈ રહ્યા છીએ, જે તેમાંથી બહાર આવે છે કારણ કે આપણે વધુ સમૃદ્ધ અને ન્યાયસંગત સમાજ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ તે છે જ્યાં સુગઠિત સાર્વજનિક નીતિની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. આ તે પાયો છે જેના પર આપણા લોકશાહી સમાજો બાંધવામાં આવ્યા છેઅને તે મજબૂત સામાજિક અને આર્થિક પ્રણાલીઓ સાથે સમૃદ્ધ રાજ્યની રચના પાછળનું પ્રેરક બળ છે, જે સમાજના તમામ સભ્યોને લાભ આપે છે. આપણે આપણી વિવિધતાની અનન્ય જરૂરિયાતોને સંબોધિત કરવાની સાથે સાથે આપણી વૃદ્ધિને સમર્થન આપી શકે તેવી નીતિઓ વિકસાવવાની જરૂર છે.”
આઈઆઈએમએ ભારતના નીતિ-નિર્માણના પ્રયાસોમાં અસાધારણ યોગદાન આપવાનો મજબૂત વારસો ધરાવે છે, જેણે દેશની નીતિ-પરિદ્દશ્યને સક્રિય રૂપે આકાર આપ્યો છે. નોંધપાત્ર પ્રમાણમાં સંશોધન, શિક્ષણ અને સલાહકાર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેણે નીતિ ઘડતર અને અમલીકરણમાં સુધારો કરવા માટે નવીન, ગ્રાઉન્ડ અને ભવિષ્યલક્ષી યોગદાન માટે આઇઆઇએમએ માટે પ્રતિષ્ઠા ઊભી કરી છે. જેએસડબ્લ્યુ સ્કૂલને એક પ્રભાવશાળી થિંક ટેન્ક તરીકે કલ્પના કરવામાં આવી હતી જે રાજ્ય અને દેશ માટે આ સાર્વજનિક નીતિ માળખાના નિર્માણમાં યોગદાન આપી શકે છે. જેએસડબ્લ્યુ ગ્રુપના ઉદાર સમર્થનથી આ સ્કૂલે આકાર લીધો. ત્યાં સુધી કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિક-એન્ડ-મોર્ટાર સુવિધા ચાલુ હોવા છતાં, સ્કૂલે સાર્વજનિક નીતિ સંવાદોને સુવિધાજનક બનાવવા માટે સમગ્ર સ્પેક્ટ્રમમાં હિસ્સેદારોને એકસાથે લાવવામાં આગેવાની લીધી હતી, જે નીતિ ઘડતરમાં સંલગ્ન, પ્રભાવિત અને અર્થપૂર્ણ યોગદાન આપશે.
ઇનોગ્રેશન સ્પીચ વિશે બોલતાં, આઇઆઇએમએ બોર્ડ ઑફ ગવર્નર્સના અધ્યક્ષ શ્રી પંકજઆર પટેલેજણાવ્યું,“ભારતે વિશ્વને તે દર્શાવીને માર્ગ કંડાર્યો છે કે કેવી રીતે ઇક્વિટી માટે પ્રતિબદ્ધ રહીને ટેક્નોલોજી, ખાનગી ક્ષેત્રની સંડોવણી અને સામુદાયિક ભાગીદારીના માધ્યમથી નીતિમાં નવીનતા લાવી શકાય છે. વ્યવસાયની જેમ, સાર્વજનિક નીતિ ક્ષેત્રમાં પણ નવીનતા અને ભંગાણ જરૂરી છે. સાર્વજનિક અગ્રણીઓએ ગવર્નન્સના નવા મોડલ અને સર્વિસ ડિલિવરીના નવા મોડ્સ સાથે પ્રયોગ કરવાની જરૂર છે. આઇઆઇએમએમેનેજમેન્ટ આગેવાની લેવા માટે જાણીતું છે અને તે સાર્વજનિક અગ્રણીઓની નવી પેઢીને આકાર આપીને આ પદચિહ્નને આગળ વધારવા ઈચ્છે છે. જેએસડબ્લ્યુ ગ્રૂપના સમર્થનથી આ વિઝનના પરિણામ સ્વરૂપે જેએસડબ્લ્યુ સ્કૂલ ઑફ પોલિસી અસ્તિત્વમાં આવી.”
શ્રી પટેલ વધુમાં ઉમેર્યું, “જેએસડબ્લ્યુ એસપીપીઆવા અદ્યતન વિચાર માટે નોલેજ હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. તે બેજોડ ભારતીય નીતિ અનુભવ પર કેસ સ્ટડી વિકસાવીને નીતિ શિક્ષણ અને પ્રસારનું કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. સ્કૂલ, તેના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, સાર્વજનિક નીતિના વિવિધ પાસાઓ પર શ્રેષ્ઠ પ્રતિભાની યજમાની કરવા માટેનું પ્લેટફોર્મ બનવાનું પણ લક્ષ્ય રાખે છે. આમ કરવાથી, તે એક પ્રણાલી તોડવાની અને નીતિ વિચારકો અને નીતિ વ્યવસાયીઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા માટે તકો ઊભી કરવાની આશા રાખે છે. હું જેએસડબ્લ્યુ ગ્રુપ અને આઈઆઈએમએના સભ્યોને અભિનંદન આપું છું, જેમણે સ્કલૂલને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
જેએસડબ્લ્યુગ્રુપના ચેરમેન શ્રી સજ્જન જિંદાલના જણાવ્યા અનુસાર,“ભારતને10 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનવાના રોડમેપને જાહેર ક્ષેત્ર, ખાનગી સાહસોની સાથેસાથે શિક્ષણવિદો તરફથી માળખાકીય સહયોગની જરૂર છે. નીતિગત સુધારાના આગલા તબક્કાને વિકસાવવા અને ભારતના આર્થિક વિકાસના આગામી દાયકા માટે અસરકારક રીતે આયોજન કરવા માટે આ સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાર્વજનિક નીતિ એ આપણા સમાજની કરોડરજ્જુ છે અને તે સુશાસન સાથે જોડાયેલી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, આપણે આપણા સમાજ પર સાર્વજનિક નીતિની સકારાત્મક અસર તેમજ કેટલાંક પડકારો જોયા છે. આથી, ભારતમાં સાર્વજનિક નીતિ શિક્ષણને પ્રોત્સાહન આપવાની એક નિર્ણાયક જરૂરિયાત છે, જેથી આપણી પાસે કુશળ સાર્વજનિક નીતિ વ્યાવસાયિકોની કેડર હોય કે જેઓ અસરકારક, કાર્યક્ષમ અને ન્યાયી હોય તેવી નીતિઓની રચના, અમલીકરણ અને મૂલ્યાંકન કરી શકે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આઇઆઇએમઅમદાવાદ કેમ્પસમાં જેએસડબ્લ્યુ સ્કૂલ ફોર પબ્લિક પોલિસીની સ્થાપના કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય વિશ્વ-સ્તરની સંસ્થા બનાવવાનો છે, જે જાણકાર, કુશળ અને નૈતિક સાર્વજનિક નીતિ વ્યવસાયિકોની નવી પેઢીને પ્રોત્સાહિત કરશે. સ્કૂલ નવા વિચારોને પ્રોત્સાહન આપવા અને સંસ્થાકીય બનાવવા માટે જરૂરી સંશોધન અંતર અને તાલીમની જરૂરિયાતોને ઓળખ કરવા માટે કાર્યક્ષેત્રના નિષ્ણાતો સાથે જોડાશે. અમે આશા રાખીએ છીએ કે આ વિચારો આપણી ભાવિ પેઢીઓને સશક્ત બનાવશે અને આખરે અસરકારક સંશોધનને વિશ્વ-સ્તરની નવીનતાઓમાં પરિવર્તિત કરવા માટે નીતિ ઉકેલો તરફ દોરી જશે.”
જેએસડબ્લ્યુ એસપીપી માટે આઇઆઇએમ અમદાવાદ સાથે જેએસડબ્લ્યુ ગ્રૂપની ભાગીદારી પર ટિપ્પણી કરતા, જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલે જણાવ્યું,“શિક્ષણ એ આપણા દેશ માટે વધુ સારા ભવિષ્યના નિર્માણનો આધાર છે. જેએસડબ્લ્યુગ્રુપ સમગ્ર મૂલ્ય શૃંખલામાં વિવિધ સ્વરૂપોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ભાવ ધરાવે છે. આઇઆઇએમઅમદાવાદ સાથેની ભાગીદારી અમને પબ્લિક પોલિસીમાં કેન્દ્રિત બિઝનેસ મેનેજમેન્ટ અભ્યાસક્રમ પહોંચાડવા સક્ષમ બનાવે છે. જેએસડબ્લ્યુસ્કૂલ ઑફ પબ્લિક પોલિસીનો અભ્યાસક્રમ વર્ગખંડમાં અનુભવ અને નિપુણતાનો ભંડાર લાવનારા પ્રખ્યાત શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરોની ફેકલ્ટી દ્વારા વિતરિત સાર્વજનિક નીતિ અને તેના વિવિધ પરિમાણોની વ્યાપક સમજ પ્રદાન કરવા માટે રચવામાં આવ્યો છે. અમારો ઉદ્દેશ્ય માત્ર કુશળ વ્યાવસાયિકો બનાવવાનો નથી, પરંતુ સશક્ત નેતાગીરી નિર્માણનો છે, જે સમર્પણ અને શ્રેષ્ઠતા સાથે આપણા દેશની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે.”
જેએસડબ્લ્યુ એસપીપીની ભાવિ યોજનાઓની રૂપરેખા આપતા, એસોસિયેટ પ્રોફેસર અને જેએસડબ્લ્યુ એસપીપીના ચેરપર્સન પ્રોફેસર નમ્રતા ચિન્દારકરેજણાવ્યું, “ધ જેએસડબ્લ્યુ સ્કૂલ ઑફ પબ્લિક પોલિસી (જેએસડબ્લ્યુ એસપીપી) એ સાર્વજનિક નીતિ પર એક અનોખી વિચારધારા વિકસાવવા માટેનું વિઝન નક્કી કર્યું છે, જે ભારતની જટિલ અને ઘણી વખત અવ્યવસ્થિત નીતિને સ્વીકારે છે અને સમજવાનો પ્રયાસ કરે છે. તેનો ઉદ્દેશ્ય “પોલીસી માયોપિયા”ને દૂર કરવામાં ભૂમિકા ભજવવાનો અને એક પ્લેટફોર્મ બનવાનો છે, જે સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિભાગને નાગરિક-કેન્દ્રિત દૃષ્ટિકોણને સાથે લાવે છે અને શીખવા અને ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે નીતિની સફળતાઓ અને નિષ્ફળતાઓ બંનેની ખુલ્લા મનથી ચર્ચા કરે છે. જેએસડબ્લ્યુ એસપીપીને દેશની શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થા આઇઆઇએમએનો ભાગ બનવાનો વિશેષાધિકાર છે. તે સરકાર, વ્યવસાય અને સમાજ વચ્ચેના સંબંધની તપાસ કરવા માટે બાકીની સંસ્થા સાથે વિચારોના ક્રોસ-ફર્ટિલાઇઝેશનને સરળ બનાવવાની ઇચ્છા ધરાવે છે.”
જેએસડબ્લ્યુ સ્કૂલ ઑફ પબ્લિક પોલિસી ખાતે અમારો ઉદ્દેશ્ય કેવી સાર્વજનિક નીતિ “ડિઝાઇન” કરી શકાય છે? રાજ્ય ક્ષમતા શું છે અને આપણે તેને કેવી રીતે વધારી શકીએ? ભારતમાં જાહેર સેવા વિતરણમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ (એઆઇ)શું ભૂમિકા ભજવશે? જેવા જટિલ નીતિ પ્રશ્નો સામે ઝઝૂમી નીતિ સંશોધન અને શિક્ષણની સીમાઓને આગળ વધારવાનો છે. સ્કૂલનો ઉદ્દેશ્ય ભવિષ્ય પર નજર રાખીને ભારતના ઐતિહાસિક અને સ્થાનિક સંદર્ભમાં નિશ્ચિતપણે આધારીત રહે તેવા કાર્યનું નિર્માણ કરવાનો છે. વધુમાં, સ્કૂલનો ઉદ્દેશ્ય અન્ય વિશ્વ શીખી શકે તેવા ભારતના નીતિ વિષયક પાઠોને પ્રકાશિત કરવાનો છે”
ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
આઇઆઇએમએ ન્યૂ કેમ્પસની અંદર 56,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લેતા જેએસડબ્લ્યુ એસપીપીની ડિઝાઇન હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ડિઝાઈનના ફેકલ્ટી, પ્રખ્યાત આર્કિટેક્ટ અને કેળવણીકાર શ્રી રાહુલ મેહરોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. પ્રોફેસર મેહરોત્રાના શબ્દોમાં, કેન્દ્રિય વિચારોએ તેમને ભવનની ડિઝાઇન કરવા માટે પ્રેરિત કર્યા, જેમાં એક કેન્દ્રિય પ્રોમેનેડની સાથે એક આર્મચેરનું નિર્માણ શામેલ છે, જે વિભિન્ન પાત્રો અને સ્તરના સ્થાનોને એકસાથે લાવે છે અને ખાસ કરીને સામાજિકતામાં વધારો કરે છે. આ વિચાર સમગ્ર ભવનમાં તમામ સ્તરે હરિયાળીને પણ એકીકૃત કરે છે, માળખાકીય નવીનતાઓ જે પ્રકાશ અને કુદરતી હવાઉજાસને પ્રસરવાની મંજૂરી આપે છે અને આ જગ્યાની રચનાની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓની તરફેણ કરે છે. આ ભવનમાં એક વિશાળ ફોરમ, 120 સીટર ઓડિટોરિયમ, એક સાઠ બેઠકનો ક્લાસરૂમ, 60 સીટર અને 30 સીટરના બે સેમિનાર રૂમ, આઠ સિન્ડિકેટ રૂમ, 18 ફેકલ્ટી ઓફિસ, લાયબ્રેરી એક્સ્ટેંશન, પ્રોગ્રામ ઓફિસ અને સંશોધન અને શિક્ષણ સહાયકો માટેની જગ્યાઓ છે.
જેએસડબલ્યુ એસપીપી – ઉદ્દેશ્ય, પ્રવૃત્તિઓ અને વ્યક્તિ વિશેષ
જેએસડબ્લ્યુ એસપીપી ખાતે ચેરપર્સન અને એસોસિએટ પ્રોફેસર પ્રો. નમ્રતા ચિન્દારકર અને જેએસડબ્લ્યુ એસપીપીખાતે મેનેજમેન્ટ પ્રેક્ટિસના પ્રોફેસર અને નીતિઆયોગના સીઇઓ શ્રી પરમેશ્વરન ઐયર જેએસડબ્લ્યુ એસપીપી ખાતે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરે છે, જે વિવિધ શાખાઓના ફેકલ્ટી સભ્યોના જૂથ દ્વારા અને સાર્વજનિક નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.2015માં તેની શરૂઆત થઈ ત્યારથી, જેએસડબ્લ્યુ એસપીપીવિવિધ અભ્યાસો પર સક્રિયપણે કામ કરી રહી છેઅને જાણીતા નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ નેતાઓની ભાગીદારી સાથે ભારતમાં સાર્વજનિકનીતિ સંબંધિત પરિષદો અને ચર્ચાઓનું આયોજન કરે છે.વર્ષોથી, તે એક પ્રભાવશાળી થિંક ટેન્ક તરીકે વિકસિત થઈ છે જે સાર્વજનિક, ખાનગી અને બિન-લાભકારી ક્ષેત્રોના પ્રેક્ટિશનરો, શિક્ષણવિદો અને નીતિ મુદ્દાઓને અનુસરતા યુવા મસ્તિષ્ક પ્રેક્ટિશનરો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધન અને તાલીમ કાર્યક્રમો દ્વારા સાર્વજનિકનીતિમાં ફાળો આપે છે. જેએસડબલ્યુ એસપીપીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી પ્રણવ મુખર્જી, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ, નીતિ આયોગના ભૂતપૂર્વ સીઇઓ શ્રી અમિતાભ કાંત, ભારતના ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ શ્રી રાજીવ મેહર્ષિ, હીરો એન્ટરપ્રાઇઝના ચેરમેનશ્રી સુનિલ કાન્ત મુંજાલ સહિતના મહાનુભાવો સાથે ગેસ્ટ ફેકલ્ટી અને વક્તાઓ તરીકેનું આયોજન પણ કર્યું છે.
આઇઆઇએમએઅને જેએસડબ્લ્યુ ગ્રુપ વચ્ચેના એમઓયુના ભાગરૂપે, જેએસડબલ્યુ એસપીપી દ્વારાવૈશ્વિક સંદર્ભ સાથે ભારતમાં સાર્વજનિકનીતિના વિવિધ પાસાઓ પર અદ્યતન સંશોધન અભ્યાસ હાથ ધરવામાં આવશે.આવા સંશોધનના તારણો ભારતના આર્થિક અને સામાજિક સંક્રમણને માહિતગાર અને સમર્થન આપશે. જેએસડબ્લ્યુ એસપીપી જે મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમાં ઊર્જા, પાણી અને આબોહવા પરિવર્તન સહિત ટકાઉ વિકાસ માટેની નીતિઓ; પોલિસીની અસરને ઓળખવા અને પોલિસી ડિઝાઇનની જાણ કરવા માટે ડેટા આધારિત અને પ્રાયોગિક કાર્યઅને 21મી સદીના જાહેર વહીવટકર્તાઓનું નિર્માણ રાજ્યની ક્ષમતા વધારવા અને શાસન સુધારવા માટે સંસ્થાકીય સુધારાનો સમાવેશ થાય છે. આ અહેવાલના સંલેખિત કરવામાં સ્કૂલ શૈક્ષણિક સ્વતંત્રતા મેળવશે.
ઉદ્ઘાટનને ચિહ્નિત કરતો કાર્યક્રમ
ઉદ્ઘાટન સમારોહ બાદ પ્રોફેસર પ્રણવ બર્ધન, પ્રોફેસર અશ્વિની દેશપાંડે, પ્રોફેસર અરવિંદ પનાગરિયા અને ડૉ. શમિકા રવિ પેનલિસ્ટ તરીકે ‘મેકિંગ પબ્લિક પોલિસી એજ્યુકેશન રિલેવન્ટ ફોર ઈન્ડિયાઝ ડેવલપમેન્ટ’ પર હાઈ-પ્રોફાઈલ પેનલ ડિસ્કશન યોજાઇ હતી.
આઇઆઇએમઅમદાવાદ વિશે: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એક અગ્રણી, વૈશ્વિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જે મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. પોતાના અસ્તિત્વના 60 વર્ષોમાં, તેને તેના વિશિષ્ટ શિક્ષણ, ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધન, ભાવિ નેતાઓને ઉછેરવા, સહાયક ઉદ્યોગ, સરકાર, સામાજિક સાહસ અને સમાજ પર પ્રગતિશીલ અસર બનાવવાના માધ્યમથી, અભ્યાસ અને નીતિમાં તેના અનુકરણીય યોગદાન માટે સ્વીકારવામાં આવે છે. આઇઆઇએમએની સ્થાપના 1961માં સરકાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો દ્વારા એક નવીન પહેલ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી, તે પોતાના વૈશ્વિક પદચિહ્નને મજબૂત કરી રહી છેઅને આજે તે 80થી વધુ ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને દુબઈમાં ઉપસ્થિતિ સાથેનું નેટવર્ક ધરાવે છે. તેના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો અને લગભગ 40,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી હોદ્દા પર છે, તેઓ પણ તેની વૈશ્વિક ઓળખમાં ફાળો આપે છે. વર્ષોથી, આઇઆઇએમએના શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ, બજાર આધારિત અને સામાજિક રીતે પ્રભાવશાળી કાર્યક્રમોએ વૈશ્વિક સ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી છે. EQUIS તરફથી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય સંસ્થા રહી છે. પ્રસિદ્ધ ફ્લેગશિપ બે વર્ષીય પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (પીજીપી)ને એફટીમાસ્ટર્સ ઇન મેનેજમેન્ટ રેન્કિંગ 2021માં 26મો ક્રમ મળ્યો છે અને એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ્સ (પીજીપીએક્સ)નેએફટી ગ્લોબલ એમબીએરેન્કિંગ 2022માં 62મો ક્રમ મળ્યો છે. આ સંસ્થાને ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ), ઇન્ડિયા રેન્કિંગ્સ 2022માં પણ પ્રથમ સ્થાન મળ્યું છે. આઇઆઇએમએબિઝનેસ લીડર્સ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ વ્યાવસાયિકો, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ, કૃષિ-વ્યવસાય અને અન્ય વિશિષ્ટતા ધરાવતા ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો વૈવિધ્યસભર લોકો માટે અનુકૂલિત, મિશ્રિત અને ઓપન એનરોલમેન્ટ ફોર્મેટ કન્સલ્ટન્સી સેવાઓ અને 200થી વધુ ક્યુરેટેડ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ ઓફર કરે છે. આઇઆઇએમએવિશે વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.iima.ac.in/
જેએસડબલ્યુગ્રુપ વિશે: 22 બિલિયન યુએસ ડોલરનું જેએસડબ્લ્યુ ગ્રુપ ભારતના અગ્રણી બિઝનેસ હાઉસમાં સ્થાન ધરાવે છે. સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, પેઈન્ટ્સ, ઈકોમર્સ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં જેએસડબ્લ્યુની નવીન અને સ્થાયી ઉપસ્થિતિ ગ્રૂપને ભારતના આર્થિક વિકાસને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ કરી રહી છે. ગ્રૂપ તેની શક્તિઓ અને ક્ષમતાઓનો લાભ લઈને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરે છે જેમાં મોટી મૂડી-સઘન અને તકનીકી રીતે જટિલ પ્રોજેક્ટ્સ, વિભિન્ન ઉત્પાદન-મિશ્રણ, અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ અને ટકાઉ વૃદ્ધિને અનુસરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો સફળ ટ્રેક-રેકોર્ડ સામેલ છે. ભારત, યુએસએ, યુરોપ અને આફ્રિકામાં ફેલાયેલા સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર વર્કફોર્સ સાથે, જેએસડબ્લ્યુ ગ્રુપ લગભગ 40,000 લોકોને સીધી રોજગારી આપે છે. તે તેના પ્લાન્ટ અને પોર્ટ વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના હેતુથી મજબૂત સામાજિક વિકાસ ધ્યાન કેન્દ્રિયતા પણ ધરાવે છે. જેએસડબ્લ્યુ ગ્રૂપ તેના તમામ હિતધારકો માટે તેનો વિકાસ રોડમેપ, શ્રેષ્ઠ અમલ ક્ષમતાઓ અને #BetterEverydayબનવાના અવિરત અભિયાનને સંયોજિત કરીને મૂલ્ય બનાવવા માટે જાણીતું છે.