ધમાકેદાર ટ્રેલર લોન્ચ બાદ ગુજરાતી ફિલ્મ “હેલ્લો” રિલીઝ થયા બાદ ચર્ચાનો વિષય બની છે. વાર્તાની શરૂઆત થાય છે કોલેજ મિત્રો યુગ, આહના અને વેદિકાના ફોન કોલ પ્રેન્કથી. જેની ભૂમિકા અનુક્રમે રિષભ જોશી, માઝેલ વ્યાસ અને આયુષી ધોળકિયા એ નિભાવી છે. આ કોલેજ મિત્રોના ગ્રુપમાં નીલ ગગદાની પણ હોય છે. બધા પત્રકારત્વના વિદ્યાર્થીઓ હોય છે. એક પ્રેન્ક કોલ પોલીસ ઓફિસર ભારદ્વાજને લાગી જાય છે જેની ભૂમિકા દર્શન પંડ્યાએ નિભાવી છે. આ એક મજાક ખૂબ જોખમી વળાંક લે છે અને આ મિત્રોમાંથી એકનું મર્ડર થઇ જાય છે. ફિલ્મની વાર્તા આગળ વધે તેમ દર્શકોનો રસ વધતો જાય છે.
આ ફિલ્મ દરેક યંગસ્ટર્સે નિહાળવી જોઈએ. આ ફિલ્મ એક અદ્દભૂત સંદેશો આપે છે કે યંગસ્ટર્સ ગ્રુપ હંમેશા મસ્તી- મજાક કરતાં રહે છે, પરંતુ જયારે તેઓને જવાબદારી નિભાવવાની આવે અને પરિસ્થિતિનો સામનો કરવામાં આવે ત્યારે કેવી રીતે તેઓ આગળ પગલાં ભરે છે. ફિલ્મનો પ્લોટ અને કોન્સેપ્ટ ઉત્તમ છે. આ ફિલ્મ ક્રાઈમ થ્રિલર છે પરંતુ આમ ખૂબ ખૂન- ખરાબો કે વાયોલન્સ બતાવવામાં આવ્યું નથી. નીરજ જોશીના ડાયરેક્શનના કારણે આ ફિલ્મ મસ્ટ વોચ બની જાય છે. આ મૂવી એ એન્કાઉન્ટરના દિવસોને ફરી જીવંત કર્યા, યુવાનોને આકર્ષિત કર્યા. પરિમલ પટેલ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ “હેલ્લો” ફિલ્મમાં સિનિયર એક્ટર જયેશ મોરે છે, જેમણે ફરી એકવાર પોતાની વર્સટાઇલ પ્રતિભા દર્શાવી છે. દર્શન પંડ્યા કે જેઓ આ ફિલ્મ થકી ડેબ્યુ કરી રહ્યાં છે, તેમનું કામ ઉમદા છે.
રિયલ લાઇફમાં થતું ઘણું બધું દર્શાવતી કાલ્પનિક ફિલ્મ “હેલ્લો” તમારા નજીકના સિનેમાઘરોમાં અચૂકપણે જોવી જ રહી.