~ ઈએમઆર પ્લેટફોર્મ દ્વારા ડિજિટાઇઝેશનને અપનાવવા માટે મુખ્ય વિશેષતાઓમાં ફિઝિશ્યન્સ, ડાયાબિટોલોજિસ્ટ્સ અને કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી ~
~ સમગ્ર સ્પેશિયાલિટીઝમાં ડોકટરો દ્વારા સરેરાશ 5 હજાર ડેઈલી કન્સલ્ટેશન કરવામાં આવે છે ~
હેલ્થપ્લિક્સ ટેક્નૉલોજિસ, ડૉક્ટરો દ્વારા વિશ્વાસપાત્ર ભારતનું સૌથી મોટું ઈએમઆર પ્લેટફોર્મ એ ઑક્ટોબર ’22 થી ગુજરાતમાં દર મહિને સરેરાશ 1.5 લાખ ડૉક્ટર કન્સલ્ટેશનને પાર કરવાનો માઇલસ્ટોન જાહેર કર્યો. રાજ્યમાં 15+ સ્પેશિયાલિટીઝમાં આ કન્સલ્ટેશન કરવામાં આવતા પ્લેટફોર્મને અપનાવવામાં વધારો થયો છે.
પ્રશાંત પરમાર, હેડ સેલ્સ એન્ડ ડોક્ટર ગ્રોથ – હેલ્થપ્લિક્સ ટેક્નોલોજીસના જણાવ્યા અનુસાર, “ગુજરાત અમારા પ્લેટફોર્મ પર અગ્રણી રાજ્યોમાંના એક તરીકે ઊભું છે, જેમાં વિવિધ સ્પેશિયાલિટીઝના ડોકટરો તેમના દર્દીઓને એક્ષેપ્શ્નલ હેલ્થ- કેર પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે. આ માઈલસ્ટોન ડોકટરો દ્વારા અમારા પ્લેટફોર્મને વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે તે દર્શાવે છે,કે જેઓ દર્દીના આરોગ્ય રેકોર્ડના ડિજિટલાઇઝેશનને અપનાવી રહ્યા છે. અમે ગુજરાતના ડિજિટલ હેલ્થ ટ્રાન્સફોર્મેશનમાં ફાઉન્ડિંગ ફ્યુલ બનવા અને રાજ્યમાં પસંદગીના પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કરવામાં ખુશ છીએ.”
ડો. રશીદ જે વોરા, અમદાવાદના કન્સલ્ટિંગ ફિઝિશિયન એ જણાવ્યું હતું કે, “હેલ્થપ્લિક્સ અમારા જેવા ડોકટરોને રિપોર્ટ્સ, પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન્સ અને ચોક્કસ રોગોના વ્યાપ પર એક સંકલિત દૃષ્ટિકોણ આપીને સારી રીતે માહિતગાર નિર્ણયો લેવામાં સરળતાથી મદદ કરે છે. પ્લેટફોર્મ ના માત્ર એક ક્લિક સાથે પૂર્વ-ડિઝાઇન કરેલ નમૂનાઓ પ્રદાન કરીને સમય બચાવે છે, પરંતુ અમારા દર્દીઓની ઊંડી સમજણને પ્રોત્સાહન આપતા, સામાન્ય બિમારીઓ માટેના પ્રિસ્ક્રિપ્શનોને વ્યક્તિગત કરવા અને સાચવવા માટે ડોકટરોને એમ્પાવર પણ કરે છે.”
2019માં ઈ-હેલ્થની રજૂઆત સાથે ડિજિટલ સેવાઓમાં અગ્રેસર રહેતા ગુજરાત નોંધપાત્ર ટેકનોલોજીકલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યનો હેતુ નાગરિકોને ડિજિટલ આરોગ્ય સેવાઓની સરળ ઍક્સેસ આપવાનો છે. છેલ્લા છ મહિનામાં, હેલ્થપ્લિક્સનો ઉપયોગ કરીને ગુજરાતના ડોકટરોએ વિવિધ મેડિકલ સ્પેશિયાલિટીઝમાં આશરે 5,000 ડેઈલી કન્સલ્ટેશનની સરેરાશ સાથે આશરે 9.2 લાખ કન્સલટેશન્સ પૂર્ણ કર્યા છે.
AI-સંચાલિત ઈએમઆર પ્લેટફોર્મ આજે કાળજીની બાબતમાં ડોકટરોને વ્યાપક ડિજિટલ ટૂલ્સ પ્રદાન કરીને એક્યુટ અને ક્રોનિક બંને પ્રકારની ડિસીઝ સ્પેશિયાલિટીઝ પૂર્ણ કરે છે. રાજ્યમાં કન્સલ્ટિંગ ફિઝિશિયન્સ અને ડાયાબિટોલોજિસ્ટ્સે રેકોર્ડ 4 લાખ કન્સલટેશન્સ (અંદાજે) પૂર્ણ કર્યા, જે ઓક્ટોબર 2022 થી કરવામાં આવેલા કુલ કન્સલટેશન્સમાં 40 ટકા જેટલું યોગદાન આપે છે.
હેલ્થપ્લિક્સ રાજ્યમાં 16+ સ્પેશિયાલિટીઝમાં તેના ડૉક્ટર નેટવર્કને બમણું કરવાની યોજના ધરાવે છે. આ વિકાસ તેની તાજેતરની શ્રેણી સી ફંડિંગ પછી થયો છે જે નવા ઉત્પાદન વિકાસ, પ્લેટફોર્મ પર ટેક્નોલોજી ઉન્નત્તિકરણો અને ડૉક્ટર નેટવર્ક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ તેના ફ્લેગશિપ AI-સંચાલિત EMR પ્લેટફોર્મ દ્વારા દેશમાં આરોગ્ય રેકોર્ડના ડિજિટાઈઝેશનની પહેલ કરી છે જેમાં 10k+ ડોકટરો દરરોજ તેના પર વિશ્વાસ કરે છે. તે હાલમાં ભારતીય વસ્તીના 2.5 ટકાને સર્વિસ આપે છે અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) જેવા મહત્ત્વના મિશન માટે મુખ્ય સક્ષમ બનશે.”