આપણી પોતીકી ભાષા એટલે ગુજરાતી અને ગુજરાતી સંગીતની તો વાત જ કાંઈ નિરાળી હોય છે. ‘ટોપ એફએમ’ દ્વારા ગુજરાતી સંગીત જગત સાથે સંકળાયેલા કલાકારોને તેમની સેવા બદલ બિરદાવવા માટે એક અભૂતપૂર્વ, અદ્વિતીય એવા ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકારોથી ખીચોખીચ ભરાયેલા હોલમાં ગુજરાતી ગીત- સંગીતને બિરદાવવાનો અનોખો “જલસો” જામ્યો હતો. જેનું પ્રસારણ હવે કલર્સ ગુજરાતી પર 14 મે, 2023 અને રવિવારના રોજ બપોરે 2-30 કલાકે કરવામાં આવશે.
‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ માટે ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયક શ્યામલ અને સૌમિલ મુનશી, વિખ્યાત ફિલ્મ નિર્દેશક સંદીપ પટેલ, જાણીતા સંગીતકાર રાજીવ ભટ્ટ, પ્રસિદ્ધ ફિલ્મ લેખક મુકેશ માલવણકર અને સુરીલા અને જાણીતા ગઝલ ગાયક સચિન લીમયેની નિર્ણાયક ટીમ રચવામાં આવી હતી.
ગુજરાતી સુગમ સંગીતને એક નવી ઊંચાઈએ પહોંચાડનાર અને ગુજરાતીના દિલમાં વસતા પ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, પુરષોત્તમ ઉપાધ્યાયને તેમના સૂર અને શબ્દની સાધના બદલ “લાઈફટાઈમ એચીવેમન્ટ એવોર્ડ”થી નવાજવામાં આવ્યાં હતા. લોકલાડીલા અને ગરવા ગુજરાતી પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યયની અદ્વિતીય જીવનયાત્રા અને સર્જનયાત્રાને “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ” દ્વારા આદરાંજલી આપવા,માં આવી હતી. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ એવોર્ડ સમારોહમાં આવી શક્યા ન હતા. પરંતુ તેમણે વિડીયો દ્વારા મેસેજ પાઠવીને “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ”નો આભાર માન્યો હતો.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે એનાયત કરવામાં આવેલ “તિરૂપતિ એડિબલ ઓઇલ લેટ શ્રી નિલેશ પટેલ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ” પુરષોત્તમ ઉપાધ્યયની બે પુત્રીઓ બીજલ બહેન અને વિરાજ બહેન દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે બિજલબહેન અને વિરાજબહેન એ પિતા પુરષોત્તમ ઉપાધ્યાયની સદાબહાર રચના પણ ગણગણી હતી.
આ એવોર્ડ્સમાં ફિલ્મ્સ કેટેગરીમાં બેસ્ટ પ્લેબેક સિંગર મેલ, બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ , બેસ્ટ મ્યુઝિક કમ્પોઝર ,બેસ્ટ આલ્બમ ઓફ થઈ યર ,બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ પ્રોગ્રામિંગ એન્ડ એરેંજિંગ, બેસ્ટ સોન્ગ મિક્સિંગ ઓફ ધ યર, બેસ્ટ લિરિસિસ્ટ તથા ઈન્ડિપેન્ડેન્ટ કેટેગરીમાં મોસ્ટ પોપ્યુલર ઈન્ડિપેન્ડેન્ટ સોન્ગ ઓફ ધ યર, બેસ્ટ લિરિસિસ્ટ ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક, બેસ્ટ કમ્પોઝર ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક ,બેસ્ટ એક્સપેરિમેન્ટલ મ્યુઝિક- ઈન્ડિપેન્ડેન્ટ, ક્રિટીક્સ ચોઈસ – ઈન્ડિપેન્ડેન્ટ સોન્ગ ઓફ ધ યર, બેસ્ટ ઓટીટી સોન્ગ ઓફ ધ યર, બેસ્ટ ડિવોશનલ સોન્ગ ઓફ ધ યર, બેસ્ટ ફોક મ્યુઝિક, બેસ્ટ રિક્રિએટેડ ગરબા / સોન્ગ ઓફ ધ યર, બેસ્ટ ઓરિજિનલ ગરબા / સોન્ગ ઓફ ધ યર, બેસ્ટ વિડીયો સોન્ગ ઓફ ધ યર, લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ વગેરે એવોર્ડ્સ એનાયત કરાયા છે.
તો જોવાનું ચૂકતા નહીં, ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨, 14 મે, 2023 અને રવિવારના રોજ બપોરે 2-30 કલાકે