માર્કેટ પ્લેસ મોડેલ તમામ બેંકો અને NBFCને તેમના વિશાળ SME નેટવર્કને ધિરાણ આપવા સક્ષમ બનાવશે
PhonePe, એ આજે વેપારીઓને ધિરાણ પ્રદાન કરતા પ્લેટફોર્મના લોન્ચની જાહેરાત કરી હતી જે બેંકો અને NBFC (નોન-બેંકિંગ ફાઈનાન્સિલય કંપની)ને તેમના 35 મિલિયનથી વધુ વિશાળ વેપારી આધારને ડિજિટલરુપે અને નિર્બાંધરુપે ધિરાણ આપવા સક્ષમ બનાવે છે. આનાથી નાના અને મધ્યમ ઉદ્યોગો (SME) માટે નાણાંકીય સમાવેશને પ્રોત્સાહિત કરવાની PhonePeની પ્રતિબદ્ધતા પુષ્ટ થાય છે.
ભારતમાં SMEને લાંબા ગાળાથી સંગઠિત ધિરાણ મેળવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેમના વિકાસમાં અને તેમની ક્ષમતામાં વિધ્ન આવ્યું છે. આ અપૂર્ણ જરુરિયાતને સમજીને PhonePe for Business ઍપ પર શરુઆતથી અંત સુધીની એક પ્રક્રિયા તૈયાર કરાઈ છે, જે ખાતરી કરે છે કે ધિરાણ આપનારાઓ દ્વારા મિનિટોમાં ધિરાણ સ્વીકૃત થઈ જાય. PhonePe તેમના વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને શ્રેષ્ટ ટેકનિકલ ક્ષમતાઓનો લાભ આપે છે, જ્યારે ધિરાણ ભાગીદારો અંડરરાઈટિંગ, વિતરણ અને ધિરાણ સંગ્રહમાં તેમની કુશળતા લાવે છે.
PhonePe એ મે 2023થી તેમના વિશ્વસનીય NBFC ભાગીદારો દ્વારા 20,000 થી વધુ ધિરાણના વિતરણની સુવિધા આપી છે. કંપનીએ શરુઆતના સમયગાળામાં SMEમાં ક્રેડિટની જબરદસ્ત માંગ અને તે જરુરિયાતને પૂર્ણ કરવા માટે PhonePe માર્કેટપ્લેસ મોડેલની અસરકારકતા પર પ્રકાશ પાડ્યો છે. PhonePeને બીજી કંપનીઓથી અલગ તારવતુ મુખ્યુ પરિબળ છે પેમેન્ટ બિઝનેસમાં મર્ચન્ટ પાર્ટનર સાથે તેમની મજબૂત ભાગીદારી. કંપીની વેપારીના ટ્રાન્ઝેક્શન વ્યવહારની ઉંડી સમજ મર્ચન્ટ બિઝનેસ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. વધુમાં PhonePe અત્યાધુનિક ડેટા સાયન્સ મોડેલનો ઉપયોગ કરીને, સક્રિપણે તેમનો ક્રેડિટ સ્કોર વિકસાવી રહ્યું છે જે ભાગીદારની ધિરાણની પ્રક્રિયાને વેગ આપે છે અને SMEને વધુ સરળતાથી ક્રેડિટ સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે.
આ લોન્ચ વિશે વાત કરતા, ફાઈનાન્સિયલ સેવાઓના, વાઈસ પ્રેસિડન્ટ હેમંત ગાલાએ જણાવ્યું, “નાણાંકીય સમાવેશનને પ્રોત્સાહન આપવું તે PhonePeના મિશનના મૂળમાં છે. અમે અમારા પ્લેટફોર્મ પર માર્કેટપ્લેસ મોડેલનો ઉપયોગ કરીને વેપારી ધિરાણ શરુ કરવા, SME અને MSMEને સંગઠિત ધિરાણ સુધી પહોંચ પ્રદાન કરવા અને તેમના વિકાસને સક્ષમ કરવા બદલ ઉત્સાહિત છીએ. MSME અને SMEના આર્થિક સશક્તિકરણ માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપીને અર્થતંત્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા અને સતત પ્રગતિને આગળ ધપાવવા માટે PhonePe ગર્વ અનુભવે છે.’’