- ભુતપૂર્વ મોટોકોસ રેસર અને મોટરસ્પોર્ટ ઉત્સાહી શ્રી અતુલ યોરડિયા, પંચશીલ રીયલ્ટીના ચેરમેન, સ્પોર્ટસ પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે અને સૌપ્રથમ ટીમને હસ્તગત કરે
- ચોરડિયાએ લીગની પથમ ટીમ ફ્રેંચાઈઝ અધિકારો મેળવ્યા અને ગર્વથી “પંચશીલ રેસિંગ” તરીકે નામ આપવામાં આવ્યું.
- ટીમ પંચશીલ રેસિંગ ઓક્ટોબર 2023થી શરૂ થનારી લીગની શરૂઆત ની સીઝનમાં સર્વોચચ સન્માન મેળવવા લડશે.
વડોદરા ના આંતરરાષ્ટ્રિય પૂર્વ રેસર વીર પટેલ ના અથાગ પ્રયત્નો થી રચના કરાયેલ ISRL (ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ) સિધ્ધિ ના નવા સોપાન સર કરી રહી છે.
વડોદરા ના આંતરરાષ્ટ્રિય પૂર્વ રેસર વીર પટેલ ના અથાગ પ્રયત્નો થી રચના કરાયેલ ISRL (ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ) સિધ્ધિ ના નવા સોપાન સર કરી રહી છે.
સીએટ ઈન્ડિયન સુપરક્રોસ લીગે પંચશીલ રેસિંગને તેની પ્રથમ સિઝન માટે લીગની પ્રથમ ટીમ ફ્રેન્ચાઈઝી બનવાનું, પ્રતિષ્ઠિત સન્માન આપ્યું છે. પંચશીલ રિયલ્ટીના આદરણીય ચેરમેન શ્રી અતુલ ચોરડિયાની આગેવાની હેઠળ, આ પ્રતિષ્ઠિત ટીમ મેળવવી એ સ્પોર્ટસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ટીમના હોમ બેઝ તરીકે, ભારતમાં સુપરક્રોસ રેસિગના કાશી તરીકે પ્રખ્યાત એવું પુણે ભવ્ય સ્ટેજ પર પંચશીલ રેસિંગની જીત અને આકાંક્ષાઓનું સાક્ષી બનશે. ભૂતપૂર્વ રેસર શ્રી ચોરડિયાએ વિવિધ નેશનલ રેસમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે અને આ ક્ષેત્રે ખૂબ જ પ્રશંસાઓ મેળવી છે. તેમના ભારે ઉત્સાહ અને અતૂટ સમર્થને તેમને સ્પોર્ટસની અમૂલ્ય સંપત્તિ બનવા માટે પ્રેરિત કર્યા છે. પંચશીલ રિયલ્ટીએ અગ્રણી પ્રોજેક્ટસના નોંધપાત્ર પોર્ટફોલિયો સાથે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ખાસ્સી પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. સેટેલાઈટ ટાવરથી લઈને રહેણાંકના અજાયબીઓથી લઈને બિઝનેસ સેન્ટર્સ અને ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈસીસી) સાથે પંચશીલ પુણેના લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને હવે તે દેશભરમાં સાહસો ઊભા કરી રહી આ પ્રસંગે પંચશીલ રિયલ્ટીના ચેરમેન શ્રી અતુલ ચોરડિયાએ ણાવ્યું હતું કે, “પંચશીલ રેસિંગમાં અમે સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ માં અગ્રણી ટીમ તરીકે જોડાવા ઉત્સાહી છીએ. એક એથ્લીટ તરિકેનો મારો અનુભવ અને સ્પોર્ટસ પ્રત્યેના ઊંડા જુસ્સા સાથે અમે ભારત માં સુપરક્રોસનીનાપ્પર સંભાવનાઓને ઓળખીયે છીએ. CEAT ISRL દેશમાં સ્પોર્ટ્સ ના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવવા માટે અમને એક અસાધારણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. પુણે સ્થિત અમારી સંપૂર્ણ સુવિધાયુક્ત સુપરક્રોસ રેસ ટીમનું સંચાલન સ્પોર્ટ્સ ના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરીને અત્યંત પ્રોફેશનલિઝમ સાથે કરવામાં આવશે. અમે રોમાંચક અને ઉચ્ચ – ગુણવત્તાવાળી રેસિંગ પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ. જે દેશભરમાં સુપરક્રોસના ઉત્સાહીઓને આકર્ષિત કરશે. હું ISRL ને શુભેચ્છા પાઠવું છું, કારણ કે તે વૈશ્વિક સુપરક્રોસ ઇવેન્ટ્સ માં એક અલગ બેંચમાર્ક સ્થાપિત કરે છે .”
આ મહત્વપૂર્ણ અવસરે સુપરક્રોસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સહ-સ્થાપક અને ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે. “અમે CEAT ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ ના પ્રથમ ફ્રેન્ચાઈઝી માલિક તરીકે શ્રી અતુલ ચોરડિયા અને પંચશીલ રિયલ્ટી નું સ્વાગત કરવા રોમાંચિત છીએ. તેઓ ભારતનું એક જાણીતું અને આદરણીય નામ છે અને અમને વિશ્વાસ છે કે તેઓ લીગ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન સાથે ઉમેરો કરશે. પંચશીલ રેસિંગ અને લીગ સાથેનું જોડાણ સહિયારા વિઝન અને મીશન સાથે સંપૂર્ણ રીતે સંખેરિત છે . સ્પોર્ટ્સ માં અતુલ ની સમૃદ્ધ અનુભવ અનુભવ અને કુશળતા ચોક્કસપણે ટીમ અને લીગ ને નજીકમાં ઉંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે . સુપરક્રોસ માટે વર્ષો થી તેમના અતૂટ જુસ્સા અને સમર્થન ને કારણે અમે શ્રી અતુલ ચોરડિયાને પ્રથમ ટીમના મલિક તરીકે રાખવા બદલ ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. ”
FMSCI ના સુપરક્રોસ રેસિંગ કમિશનના અધ્યક્ષ શ્રી સુજીતે ઉમેર્યુ, “મને વિશ્વાસ છે કે પંચશીલ રેસિંગ ભવિષ્યમાં ગણનાપાત્ર બની રહેશે. અગ્રણી શ્રી અતુલ ચોરડિયા ના નેનૃત્વમાં તેમની ટીમ ભારતમાં સાચા ટ્રેલબ્લેઝર તરિકે સુપરક્રોસ ઇતિહાસમાં પોતાનું નામ લખવા માટે તૈયાર છે. શ્રી ચોરડિયાના સ્પોર્ટસમાં વ્યાપક સમર્પણ સાથે , તેમને ન કેવળ એક અવિશ્વસનીય છાપ છોડી છે પરંતુ અન્ય ટીમો અને રાઇડર્સ માટે પણ અનુસરવાનો માર્ગ મોકળો કર્યો છે. સ્પોર્ટસ માટેની તેમના અતૂટ સમર્થનને જોઈને મને ખૂબ જ ગર્વ થાય છે, અને તેઓ આવનાર દિવસો માં જે અભૂતપૂર્વ સિધ્ધિઓ મેળવશે તેની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ”
ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઈન્ડિયા (FMSCI)ના સહયોગથી સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ એક અભૂતપૂર્વ, વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઈઝી આધારિત સુપરક્રોસ રેસિંગ લીગ છે, જે વિશ્વભરના રાઈડર્સને વિવિધ ફોરમેટ્સ અને કેટેગરીઝમાં સ્પર્ધા કરવા માટે એકસાથે લાવે છે. લીગ દેશમાં મોટરસ્પોટસ ની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે એડ્રેનાલિન-પમ્પિંગ એક્શન, મનોરંજન, ગ્લેમર અને તીવ્ર સ્પર્ધાને એકસાથે લાવશે.
પ્રથમ સિઝન ઓક્ટોબર 2023માં રાષ્ટ્રીય રાજધાની, નવી દિલ્હીના આઇકોનિક જવાહરલાલ નેહરૃ સ્ટેડિયમ ખાતે શરૂ થશે અને ત્યારબાદ અગણી મેટ્રો શહેરોમાં રોમાંચક ઇવેન્ટ્સ યોજાશે. ઓક્ટોબર ડિસેમ્બર 2023 સુધી, આ શહેરોના પ્રશંસકો કૌશલ્યો, સાહસિક દાવપેચ અને હાઇ-સ્પીડ એક્શનના આકર્ષક પ્રદર્શનના સાક્ષી બનશે જે સુપરક્રોસ રેસિંગને ફરીથી વ્યાખ્યાયિત કરશે.