~એક ડિવાઇસ દ્વારા UPI, ડેબિટ અને ક્રેડિટ કાર્ડનાપેમેન્ટની સ્વીકૃતિને સક્ષમ કરે છે~
PhonePe એ, આજે તેનું પૉઇન્ટ-ઑફ-સેલ (POS) ડિવાઇસ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે જે મર્ચન્ટ્સને ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા માટે સક્ષમ બનાવે છે, જે તેમને સરળ અને સિમલેસ સેટલમેન્ટનો અનુભવ પ્રદાન કરે છે. ડિવાઇસ PhonePe POS ઍપ સાથે પ્રીલોડેડ આવે છે અને ટૅપ/સ્વાઇપ/ડિપ અને ઇન્ટરઑપરેબલ ડાઇનૅમિક QR કોડ દ્વારા ટ્રાન્ઝૅક્શન્સને સપોર્ટ કરે છે.
Android પ્લેટફોર્મ પર બનેલું POS ડિવાઇસ, બિઝનેસ માટે ચેકઆઉટ અનુભવમાં ક્રાંતિ લાવે છે. ગ્રાહકો કાઉન્ટર પર, ટેબલ પર, ડિલિવરી સ્થાન પર હોય અથવા સેલ્યુલર કવરેજ સાથે ગમે ત્યાં હોય, ડિવાઇસ સંપૂર્ણ પ્રક્રિયાને સરળ બનાવે છે, ગ્રાહકના અનુભવમાં સુધારો કરે છે. તેની વિશ્વસનીયતા અને સુરક્ષા એકદમ ટોચની છે, જે PCI-PTS 6 પ્રમાણપત્ર દ્વારા સમર્થિત છે અને મર્ચન્ટ અને ગ્રાહક બંનેના ડેટાની સુરક્ષા કરે છે. ઑટોમૅટિક બૅચ ક્લોઝર અને એકીકૃત સમાધાન સાથે, ડિવાઇસ મુશ્કેલી-મુક્ત એકાઉન્ટ સેટલમેન્ટ, મર્ચન્ટની કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે વન-સ્ટૉપ સોલ્યુશન બની જાય છે. ડિવાઇસ નજીવા માસિક ભાડા પર ઑફર કરવામાં આવે છે અને તે PhonePe તરફથી વર્લ્ડ-ક્લોસ પ્રોડક્ટ ક્વૉલિટી અને સેવા સાથે આવે છે.
PhonePe POS ડિવાઇસમાં શ્રેષ્ઠ ટચસ્ક્રીન ડિસ્પ્લે, ઝડપી પ્રતિસાદ સમય માટે શક્તિશાળી પ્રોસેસર, લાંબી બેટરી લાઈફઅને એક બિલ્ટ-ઇન પ્રિન્ટર છે જે ઑન-ધ-સ્પૉટ રસીદ પ્રિન્ટીંગની મંજૂરી આપે છે, અને સાથે સિમ-કાર્ડ દ્વારા વાઇફાઇ અને 4G કનેક્ટિવિટીનો પણ સમાવેશ કરે છે.
આ જાહેરાત પર બોલતા, PhonePeના ઑફલાઇન બિઝનેસ હૅડ વિવેક લોહચેબે જણાવ્યું હતું કે, “PhonePe POS ડિવાઇસ, એક વન-સ્ટૉપ સોલ્યુશન, અમારા મર્ચન્ટ પાર્ટનર્સને તેમના ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ સુધારવા માટે સશક્ત બનાવે છે. તે સપોર્ટ કરે તેવું એકીકૃત અને સુસંગત ઇન્ટરફેસ ધરાવે છે. પેમેન્ટના વિવિધ પ્રકારો, સગવડતા અને સુગમતા પ્રદાન કરે છે. ક્રેડિટ અને ડેબિટ ટ્રાન્ઝૅક્શનોને સ્વીકારીને, મર્ચન્ટ્સ તેમની સરેરાશ ઓર્ડરમાં વધારાની અપેક્ષા રાખી શકે છે, જે એકંદરે બિઝનેસ વૃદ્ધિને આગળ ધપાવે છે. PhonePeના દેશભરમાં 3.5+ કરોડથી વધુ મર્ચન્ટ્સના વ્યાપક નેટવર્ક સાથે, અમારું લક્ષ્ય વધુ વિસ્તરણ કરવાનું છે. આ સોલ્યુશન સમગ્ર ભારતમાં લાગુ થશે અને આવતા વર્ષ સુધીમાં 150,000 ડિવાઇસોનો ઉપયોગ કરશે.