ફિલ્મ “નિક્કી” 29મી સપ્ટેમ્બર, 2023થી તમારા નજીકના સિનેમાઘરોમાં
અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2023: આજકાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાયુ વેગે આગળ વધી રહી છે અને વિવિધ વિષયો પર ફિલ્મ બને છે. કેટલીક ફિલ્મો સામાજિક સંદેશ સાથે દર્શકોના મન પર અમીટ છાપ છોડી જાય છે. સિનેમા મનોરંજનની સાથે- સાથે સમાજની પ્રભાવિત કરતું સક્ષમ માધ્યમ છે, જે યુવા પેઢી માટે પ્રેરણા નો સ્ત્રોત બને છે. આવા જ એક સમર્થ સામાજિક સંદેશ સાથે કેફે ડિ સિનેમા એન્ટરટેઇન્મેન્ટે ચલચિત્ર “નિક્કી”નું ગુજરાતી ભાષામાં નિર્માણ કર્યું છે, જેમાં યુવા દીકરીઓ અને સ્ત્રીવર્ગનું મહત્વ સમજાવતો વિષય રમતગમતની વાર્તા સાથે સંકળાયેલ છે. શાળામાં ભણતી દીકરીઓને એમની સિદ્ધિઓ માટે પાંખો ફેલાવવાની પ્રેરણા આપવાનો પ્રયાસ સિનેમાના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો છે.
દરેક છોકરીઓને પોતાનું સપનું પૂરું કરવાનો અધિકાર છે. સમાજના દરેક કાર્યમાં માં સ્ત્રી પોતાનું આગવું સ્થાન નિભાવી રહી છે અને તેમાં નિપુણ પણ થઈ રહી છે. આજ માનસિકતાને ખુબજ સુંદર રીતે દર્શાવી દરેક માતાપિતા સુધી વાત પહોંચાડવા માટે જ “નિક્કી” ફિલ્મ બનાવવામાં આવી છે.આ ફિલ્મમાં એક દીકરીની વાત છે અને તે દીકરી પોતાના દરેક સપનાને કેવી સુંદર રીતે પૂરાં કરે છે તે દર્શાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ “નિક્કી” 29મી સપ્ટેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે.
આ ફિલ્મમાં બે પેઢીઓની વાર્તા છે, જે તમામ સામાજિક સંઘર્ષોનો સામનો કરીને ક્રિકેટ રમવાનું પોતાનું સ્વપ્ન જીવવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મમાં અભિનય સંવેદના સુવાલ્કા, આહાના ઠાકુર, ખુશી ઠક્કર, નવજોત સિંહ ચૌહાણ, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, મુંજાલ વ્યાસ, સુનીલ વાઘેલા, શિવમ માર્કંડે દ્વારા કરવામાં આવેલ છે.
આ ફિલ્મનું નિર્દેશન રૂપાંગ આચાર્ય દ્વારા કરવામાં અવાયું છે અને તેઓ જ આ ફિલ્મના નિર્માતા છે અને ફિલ્મની સુંદર વાર્તા પણ તેમના દ્વારા લિખિત છે. ફિલ્મના પ્રસ્તુત ભાગીદાર કેલોરેક્સ ગ્રુપ છે. “નિક્કી” ફિલ્મના સંવાદો રૂપાંગ આચાર્ય તથા ઋત્વી સોમપુરા એ લખ્યા છે. અન્ય ટીમમાં એસોશિએટ ડિરેક્ટર ઋત્વી સોમાપુરા, આર્ટ ડિરેક્ટર – આકાંક્ષા ધોળકિયા, સિનેમેટોગ્રાફર – રૂપાંગ આચાર્ય, પ્રોડક્શન હેડ – ઉરેન ભટ્ટ, સંગીત અને ગીત – ચિરાગ ત્રિપાઠી, સંપાદક – રૂપાંગ આચાર્ય, સ્ટિલ ફોટોગ્રાફી અને BTS – સુનિલ ધોળકિયા, ટેકનિકલ સપોર્ટ – ઉત્તમ મેવાડા, ક્રિકેટ ટીમના કોચ- જીજ્ઞા ગજ્જર વેગેરેનો સમાવેશ થાય છે.