અમદાવાદ, સપ્ટેમ્બર 2023: આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે રાષ્ટ્રીય પોશાક ડિઝાઇન અને તેને બનાવનાર તેના હેન્ડવર્કમાં અમદાવાદ સ્થિત અલદિનાર ફેશન પ્રથમ છે.
મિસીસ ઇન્ડિયા ક્વીન 2023 શ્રીમતી શિબાની રોય દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરતા ફિલિપાઇન્સના મનીલા ખાતે પ્રતિષ્ઠિત મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજ ને ચમકાવવા માટે તૈયાર છે. તેણીનો રાષ્ટ્રીય પોશાક અમદાવાદ સ્થિત પ્રખ્યાત અલદિનાર ફેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ માસ્ટર પીસ છે. જે તેની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને અલદિનારની ગ્રુપ કંપની અલ મંજલ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉપયોગ માં લેવાતા વાસ્તવિક સોના અને હીરાના રૂપમાં વૈભવી સાથે જોડાયેલ શ્રેષ્ઠ ભારતીય હૅન્ડવર્ક પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અલદિનાર ફેશને શિબાની રોયના પ્રેરણાદાયી કોસ્ચ્યુમ ડિઝાઇન અને તેને બનાવવામાં તેમના હૃદય અને આત્માને રેડી દીધી છે.વિવિધ પ્રાચીન કલાઓમાંથી પ્રેરણા લઈને કુશળ ટીમે ભારતની સમૃદ્ધ કલાત્મકતા અને ધરોહરને ધ્યાનમાં રાખીને શાહી આકર્ષણની યાદ અપાવે તેવી જટિલ કામગીરી ઝીણવટપૂર્વક રજુ કરી છે.આધુનિક શોભા સાથે પરંપરાગત કારીગરીનું સુમેળભર્યું મિશ્રણ એક એવો હસ્તકલાથી બનાવેલ પોશાક સામે લાવે છે જે નોલેજ અને લક્ઝરીનો સમાવેશ કરે છે.
શિબાની રોય પોશાકને સુશોભિત કરવા માટે દરેક રત્ન અને કિંમતી ધાતુની પસંદગીમાં ઝીણવટભર્યા ધ્યાન સાથે અલદિનાર ફેશનના સૌંદર્યશાસ્ત્રથી પરે છે,વાસ્તવિક સોનામાં અલૌકિક ઝરી વર્ક અને વિચારપૂર્વક કરવામાં આવેલ હીરાની પસંદગી સુનિશ્ચિત કરે છે કે આંતરાષ્ટ્રીય મંચ પર શિબાની રોયની હાજર તેના દરેક પગલાં સાથે ઉન્નત થાય છે.
નોંધનીય છે કે આ સહયોગ એક ઐતિહાસિક સીમા ચિહ્નનરૂપ છે કારણકે આંતરાષ્ટ્રીય સ્પર્ધા માટે રાષ્ટ્રીય પોશાક ડિઝાઇન અને તેને બનાવનારમાં અલદિનાર ફેશન પ્રથમ છે. મિસિસ યુનિવર્સ 2023 ના સ્ટેજ પર મિસિસ ઇન્ડિયા ક્વીન 2023 આત્મવિશ્વાસ અને આકર્ષણ ફેલાવશે, એવી રીતે પોશાકને બનાવવામાં આવ્યું છે. જે અલદિનાર ફેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રોકાણ કરાયેલ કૌશલ્ય, કલાત્મકતા અને પ્રેમને પ્રતિબિંબિત કરે છે.આ સહયોગ એક અવિસ્મરણીય અનુભવ બનાવવાનું વચન આપે છે અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતીય ફેશન અને હસ્તકલા માટે નવું ધોરણ સ્થાપિત કરે છે.