મિશન વાસ્તુ: ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે ઇન્ડિયાની ડેસ્ટીની રીશેપ કરવા માટે વાસ્તુ સાયન્સની ભૂમિકા” અંગે પ્રકાશ પાડવામાં આવ્યો
Ahmedabad:અમદાવાદ શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જોડાયા હતા. જેમાં ડો. રવિ રાવ, , અમરીશ મેહતા, મહેશ જ્ઞાની, કનુભાઈ પુરોહિત, રમણ પટેલ, ત્રિશલા શેઠ, ધીરેન શાહ, ડો. રવિ સિંઘવી, ધર્મેશ આચાર્ય , રવિન્દ્ર ભાવસાર, ડો. ભદ્રેશ પ્રજાપતિ, સંજીવ પંચાલ, મહેશ બારોટ, સુદીપ મેહતા, ઉપેન્દ્ર ભદોરિયા, ભાવિન ગોહિલ, સુષ્મા જોગી, ભરત જોશી, ભુપેન્દ્ર કાશવાલા, અજય માકન, હર્ષિલ શાહ, સુભાષ ધોળકિયા, દિગનેશ રાવલ, નેહા શાહ, આશિષ મજુમદાર, ચેતન પંચાલ, વિશાલ બારડીયા, વિશાખા શારદા, ગરિમા પાઠક, ચિંતલ શાહ, પ્રવિણચંદ્ર વ્યાસ, ભરતસિંહ, દિનેશ પંચાલ, રાહુલ પરીખ, હિતેશ ગજ્જર, દીપા માહેશ્વરી, સુકેતુ ત્રેતિયા, મનીષ દોશી, મનીષ સિદ્ધપુરા, ભાર્ગવ અથર્યું, મનોજ મેવા, રાકેશ દ્વિવેદી, જગદીશ સુથાર વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું સંચાલન ડો. રવિ સિંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
ડો. રવિ સિંઘવીએ જણાવ્યું હતું કે, “વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર એ એક જ સિક્કાની બે બાજુ છે. જે વ્યક્તિની જન્મકુંડળી હોય છે એ જ એનું જન્મનું વાસ્તુ પણ હોય છે. તે જ તેના જન્મની દિશા નિર્ધારિત કરે છે. કોઈપણ વ્યક્તિ વાસ્તુ બદલીને પોતાનું નસીબ 30 ટકા સુધી સુધારી શકે છે. તેલંગાણામાં મુખ્યમંત્રી કે. સી. આર. એ સરકારમાં જ વાસ્તુ માટેનો ડિપાર્ટમેન્ટ ગઠિત કર્યો છે. એમના વાસ્તુ સલાહકારને મિનિસ્ટરના સમકક્ષ પદ આપ્યું છે. ઇન્ડિયાનું નામ ભારત કરવાની વાત ચાલે છે તે ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો પ્રથમ પગલું છે. સરકાર માન્યતા આપે અને ડગલાં લે તો બહારત્ન 5 લાખ બંધ પડેલા ઈન્ડિસ્ટ્રીઅલ અને બિઝનેસ સિક યુનિટ્સની કાયાપલટ થઈ શકે છે અને તે બધા નફાકારકતાની સ્થિતિમાં આવી શકે છે. બહારત્નો જીડીપી ટૂંક સમયમાં 10 લાખ કરોડને ક્રોસ કરી શકે છે, કારણકે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સફળતા અને વિજય પ્રાપ્ત કરવા માટે વાસ્તુ એ એકમાત્ર વિજ્ઞાન છે કે જે પ્રાચીન છે પરંતુ સમય સાતેહ આધુનિક શિક્ષા પ્રણાલીમાં ખોવાઈ ગયું છે.”
તેમણે વધુમાં કહ્યું કે તેઓનું વાસ્તુ વિશેષગ્યનું ગ્રુપ છે કે જે ઘણાં વર્ષોથી એક વિશેષ મુદ્દા પર કામ કરી રહ્યું છે અને બ્રહ્મસ્થાન પ્રોજેક્ટની પરિકલ્પના કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારની સંમતિ અને સહાયતા લઈને મધ્યપ્રદેશમાં કારુન્દી સ્થિત બ્રહ્મબિંદુ સ્થાનની વાસ્તુ- વિધિથી ઉર્જાવાન કરવામાં આવશે, જેનાથી સમસ્ત ભારત વર્ષ લાભાન્વિત થશે.
વાસ્તુશાસ્ત્ર ભારતની પ્રાચીન શિલ્પ સ્થાપત્ય અને ઘર તેમજ મહેલોના સંકુલ નિર્માણ કરવાની ભૌગોલિક પ્રણાલી છે .અને તે , જે- તે પ્રદેશના ભૌગોલિક અભ્યાસ પ્રમાણેની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સાથે સાથે તે એટલી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે , તેથી પ્રાચીન ભારત દેશમાં ઘર કે નાના મોટા સંકુલના બાંધકામની ભારતીય ઉત્તમ પ્રણાલી હતી , ભારતની આ પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પ્રણાલી પર અનેક સર્વે અને પ્રયોગો પણ થયેલા છે અને તે વૈજ્ઞાનિક રીતે પુરાવાર પણ બન્યા છે.ત્યારે સામાન્ય લોકો પણ પોતાના સ્વપ્નના ઘર કે ધંધાના બાંધકામ નિર્માણમાં આ પદ્ધતિ અપનાવે તો , તેના જીવન પર ચોક્કસ સકારાત્મક અસર થાય છે અને માનસિક શાંતિ પણ બની રહે છે તેવું વાસ્તુશાસ્ત્ર મિશ્રણ ડોક્ટર રવિ રાવે માહિતી આપતા જણાવ્યું હતું. તમે કહ્યું કે વાસ્તુ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે કથિત અફવાઓને સ્થાન નથી, તેથી સમાજનો સામાન્ય જન તેને સ્વીકારે અને પોતાના ઉપયોગમાં લેવાતા બાંધકામના નિર્માણ ઉપયોગ કરે એ ખૂબ જ મહત્વનું છે સેમિનારમાં વાસ્તુશાસ્ત્ર અંગે સંશોધન કરનારા તેમજ અભ્યાસ અગ્રણીઓનું સન્માન કરવામાં પણ આવ્યું હતું..
આ અંગે પ્રખ્યાત વાસ્તુ કન્સલ્ટન્ટ ડો. રવિ રાવે જણાવ્યું હતું કે, “લોકો વાસ્તુ અંગે જાણકાર હોવા જ જોઈએ કારણકે વાસ્તુનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. વાસ્તુ જો યોગ્ય રીતે કરવામાં આવે તો પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ એન્વાયર્મેન્ટ મળી રહે છે. આ સેમિનાર દ્વારા હું ભારત સરકારને વિનંતી કરું છું કે તેઓ મિનિસ્ટ્રી ઓફ આયુષની જે તેઓ મિનિસ્ટ્રી ઓફ વાસ્તુનું પણ નિર્માણ કરે. વાસ્તુને દરેક એજ્યુકેશનલ સંસ્થામાં ફરજીયાત ભણાવવું જોઈએ. આપણે વધુમાં વધુ વાસ્તુના સેમિનાર કરીને લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવા જોઈએ.”
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “અમે બ્રહ્મસ્થાન પર પણ કાર્યો કરીએ છીએ. બ્રહ્મસ્થાન એ વૈદિક સ્થાપત્ય અને સમુદાય આયોજનનો એક સિદ્ધાંત છે જે બિલ્ડિંગ અથવા ભૌગોલિક વિસ્તારના કેન્દ્રબિંદુને નિયુક્ત કરે છે. વૈદિક સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે. બ્રહ્મસ્થાન એ બિલ્ડિંગમાં એક વિશેષ કેન્દ્રીય ક્ષેત્ર છે.”
આ સેમિનારમાં અગ્રણીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે,
• મોરલ સાયન્સની સાથે વાસ્તુ સાયન્સ પણ હોવું જોઈએ.
• વસ્તુને દરેક સેક્ટરમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ.
• વાસ્તુ માટે પ્રોપર સિસ્ટમ બનવી જોઈએ.
• બિલ્ડીંગ બ્રોકર્સને પણ વાસ્તુનું જ્ઞાન હોવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર, રામાયણ અને મહાભારત ના સમયથી ચાલ્યું આવતું અખંડ ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે. પણ કમનસીબે આજ સુધી આ મહાન વિજ્ઞાનને વિશ્વ ફલક પર જોઈએ તેટલી સંસ્થાકીય માન્યતા નથી મળી. પણ હવે સમય બદલાયો છે.. પશ્ચિમિ દેશો આજે આ બાબતે ભારત પર નજર રાખીને બેઠા છે.. દરેક ગતિવિધિને તેઓ આવકારે છે.. વેસ્ટર્ન વર્લ્ડ ના દેશોમાં જેમ આજે યોગ શાસ્ત્રનો અભ્યાસ થાય છે., તેમ હવે ત્યાંના સ્ટુડન્ટ્સ તેમજ આ વિષયમાં રુચિ રાખતા લોકો, b.a, m.a કરીને, વસ્તુ શાસ્ત્ર ને વિષય તરીકે પસંદ કરે છે.. યુએસની યુનિવર્સીટીમાં લગભગ ૫૦ લોકોએ આ વિજ્ઞાનને ગુડતા પૂર્વક ભણવામાં રુચિ દાખવી છે.
આપણે બધા જાણીએ છીએ કે, જ્યોતિષ હોય, વાસ્તુ હોય કે સંગીત. આજે દરેક ભારતીય વિજ્ઞાન અને કળાને વિશ્વ ફલક પરપ્રાધાન્ય અપાઇ રહ્યું છે. જ્યારે ભારતમાં કેટલાક લોકો અને નાટક સમજે છે. જે દુઃખદ છે.
લોકો સામેથી તો નથી કેહવાના, પણ હવે સમય આવી ગયો છે. કે ભારત ફરી દરેક મોરચે પોતાને શ્રેષ્ઠ સાબિત કરી .. ફરી વિશ્રવ ગુરુ બને.. આ આપણાં દેશના સંસ્કાર જ છે કે, હજારો વર્ષે પણ દેશની એકતા અને અખંડિતને કોઇ નથી તોડી શક્યું..અલગ અલગ ભાષાઓ અને રાજ્યોથી બનેલ આપણાં દેશની સંસ્કૃતી એક છે. આ દેશની તાકાત જ છે કે, દરેક ધર્મનો દરેક તહેવાર, લોકો ભેગા મળી ધામ ધુમ થી ઉજવે છે.
વાસ્તુ શાસ્ત્ર ની વાત કરીએ તો, આ વિજ્ઞાન દરેક વ્યક્તિના જીવનનો ભાગ છે.. તમે બંગલોઆ રહેતાં હોવ, મહેલ માં રેહતા હોવ કે સિંગલ બેડ રૂમ ના ફ્લેટ માં ૫૦માં મળે રહો કે, ૮૦માં મળે સી ફેસિંગ ટાવરમાં, બધીજ જગ્યાએ વાસ્તુ શાસ્ત્ર ના નિયમો લાગુ પડે છે. આજે આ વાત લોકો સમજતા થયા છે.. અમલ કરતા થયા છે .. વિશ્વાસ કરતા થયા છે.. માટેજ કોર્પોરેટ હોય કે બિલ્ડર લોકો પ્રોપર અપોઈન્ટમેન્ટ લે છે. અને પાયાના લેવલથી, આ સાયન્સ ને ફોલો કરે છે.. વસ્તુ વિજ્ઞાન ને અનુસરે છે. આના ચમત્કારિક પરિણામ પણ લોકોએ જોયા છે, અને મેહસૂસ કરતા છે.. એક ખુશનુમા પ્રગતિશીલ, અને સફળ સોસાયટીનો પાયો છે વાસ્તુ શાસ્ત્ર.
આખરે દરેક લોકોનું સપનું હોય છે પોતાનું સુંદર ઘર.. તો આપણાં પ્રાચીન વિજ્ઞાનનો આધાર લઇ કેમ નઇ, તેમને સુખમય જીવનની એક અમલ્ય ભેટ આપીએ.
સેમિનારમાં વિશેષ ઘોષણા થઈ કે 24 ઓક્ટોબર, મંગળવારે દશેરાના દિવસે અમદાવાદ એમેનેજમેન્ટ એસોશિએશન, વસ્ત્રાપુરમાં સાંજે 5-00 કલાકે ડો. રવિ રાવના વાસ્તુશાસ્ત્ર પરના નવીન પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરના ગણમાન્ય રાજકારણના નેતાઓ, અધિકારીઓ, આર્કીટેક, ઉદ્યોગપતિ, બિઝનેસમેન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જીનીયર્સ અને આઇઆઇએમ, એનઇએફટી તથા આઇઆઇટીના છાત્રો પણ ઉપસ્થિત રહેશે. મીડિયા પર્સન તથા કોઈપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.