સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સદ્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 10 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ અમદાવાદમાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશનની અમદાવાદ શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત અમદાવાદથી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઇ રહ્યા છે. સંત રાજીન્દર સિંહજી મહારાજ નો સત્સંગનો કાર્યક્રમ 10- 11 ઓકટોબર 2023 ના રોજ અમદાવાદમાં અટલ બ્રિજની પાસે તથા ટાગોર હોલ ની પાછળ સ્થિત રીવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટ૨ પાલડીમાં સાંજે છ વાગે આયોજિત કરવામાં આવશે. 10 ઓકટોબર ની બપોરે ત્રણ વાગે સંત રાજીન્દર સિંહજી મહારાજ આ જગ્યા ઉપર ઉપસ્થિત જનસમૂહને વ્યક્તિગત રૂપથી મુલાકાત કરશે.
11 ઓક્ટોબર ના રોજ સત્સંગ ઉપરાંત આ જ જગ્યા ઉપર રાત્રે 8:00 વાગે પ્રભુ પ્રાપ્તિના જિજ્ઞાસુઓ માટે નામદાન(આધ્યાત્મિક દીક્ષા) નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. જેમાં સંત રાજીન્દર સિંહજી મહારાજ જિજ્ઞાસુઓને પ્રભુની જ્યોતિ અને શ્રુતિ નો નીજ અનુભવ પ્રદાન કરશે. અમદાવાદમાં બે દિવસ સુધી ચાલવા વાળા આ સત્સંગ તથા નામદાનના કાર્યક્રમમાં આપ સર્વે સાદર આમંત્રિત છો.
સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે વિશ્વભરમાં અનેક યાત્રાઓ કરીને લાખો લોકોને ધ્યાન અભ્યાસની વિધિ શીખવી રહ્યા છે જેથી કરીને આપણે પોતાના મનુષ્ય જીવનનો ધ્યેય પોતાની જાતને ઓળખવું અને પિતા પરમેશ્વરમાં લીન થવું તેને આ જ જીવનમાં પૂરો કરી શકીએ છીએ. સંત રાજીન્દર સિંહજી મહારાજ સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ એકતા તથા શાંતિનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે તેમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતી પુરસ્કારો તથા સન્માનોની સાથે સાથે પાંચ ડોક્ટરેટની પદવીઓથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનના સંપૂર્ણ વિશ્વમાં 3200 થી પણ વધુ કેન્દ્ર સ્થાપિત છે. તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી પણ વધુ ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. આનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપર વિલે, અમેરિકામાં સ્થિત છે.