લેબગ્રોન ડાયમંડ્સ ઉગાડવાની દુનિયામાં લેબગ્રોન ડાયમંડ્સનો પાયો નાંખનાર ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરને ઇકો ફ્રેન્ડલી લેબગ્રોન ડાયમંડ્સ જડિત સુવર્ણમુગુટ પહેરાવવામાં આવ્યો હતો અને તે સાથે કંપનીએ એક સીમાસિહ્નરૂપ અનેરી સિધ્ધિ મેળવી હતી.
મુગુટની આ ભવ્ય અર્પણ વિધિ મંદિરમાં હનુમાન પ્રતિમા સ્થાપિત કરાયાની ૧૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઇ હતી. આ પ્રસંગેમહાનુભાવોમાં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સના સ્થાપકો શ્રી મગનભાઇ ભંડેરી, શ્રી ઘનશ્યામભાઇ ભંડેરી અને શ્રી પ્રકાશભાઇ ભંડારીનો પણ સમાવેશ થાય છે.
આ પ્રસંગે ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સના સ્થાપક શ્રી ઘનશ્યામભાઇ ભંડેરીએ ખૂબજ ઉત્સાહ અને રોમાંચ સાથે પોતાની લાગણી વ્યકત કરી હતી. અને કહ્યું હતું કે, અમને આ ઐતિહાસિક ઉજવણીમાં ભાગ લેવાની જે તક મળી તે અમારા અહોભાગ્ય છે. અમારા લેબગ્રોન ડાયમંડ્સ ટકાઉ હીરાની જેમ ટકાઉ ભાવિ માટેનો અમારો મક્કમ નિર્ધાર વ્યકત કરે છે.
મંદિરને ઇકો-ફ્રેન્ડલી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા ડાયમંડ્સ ભેટ આપવાનો નિર્ણય કંપનીના સ્થાપકોની પર્યાવરણીય જાળવણી પ્રત્યેની શ્રદ્ધા અને પરંપરાનો મજબૂત પુરાવો છે.
ઈકો-ફ્રેન્ડલી ભંડેરી ડાયમંડ્સથી જડિત ૧000 ગ્રામ (એક કિલો) સોનાના વજનનો અને નોંધપાત્ર રીતે ૭૨00 ડાયમંડ્સ સાથેનો સુવર્ણજડિત મુગુટ, પવિત્ર હનુમાનજીની પ્રતિમાની ઉપર મૂકવામાં આવતાં જ, સમગ્ર સમારોહમાં આદર-સત્કાર અને આનંદ ઉલ્લાસનું અનેરૂ વાતાવરણ છવાઇ ગયું હતું.
ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ વિષે….
ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ એ લેબગ્રોન ડાયમંડ્સ બનાવવાના ઉદ્યોગમાં એક અગ્રેસર નામ છે. જેઓ પર્યાવરણની જાળવણી સાથે કળા-કૌશલ્યપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેઓ લેબગ્રોન ડાયમંડ્સને એ રીતે કંડારે છે જે કુદરતી ડાયમંડ્સની જેમ અભેદ્ય છે. તેમના દ્વારા કાર્બન ઉત્સર્ગમાં કરાતો ઘટાડો પૃથ્વીના સંરક્ષણની સાથે જેઓ સૌંદર્ય પણ ઇચ્છે છે તેમના માટે પર્યાવરણપ્રેમી ડાયમંડ્સ પસંદગીનો એક વિકલ્પ પણ પૂરો પાડે છે.