ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ) ખાતે કેટલીક સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોની વચ્ચે, સિદ્ધાર્થ રાંદેરિયા, રૌનક કામદાર, વ્યોમા નંદી અને મલ્હાર રાઠોડ અભિનીત ગુજરાતી ફિલ્મ હરિ ઓમ હરિનું ફેસ્ટિવલના ગાલા પ્રીમિયરમાં સ્ક્રીનિંગ યોજાયું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ ઘણી જ ગર્વની વાત કહી શકાય કે આપણી ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ હરિ” ઘણી ઊંચાઈને આંબી રહી છે.
IFFI 2023 માં વિશ્વભરમાંથી સિનેમા આર્ટની ઉજવણી ઉજવણી દર વર્ષે કરે છે અને ફિલ્મ એક વૈશ્વિક ભાષા છે જે સરહદો અને સંસ્કૃતિઓને પાર કરે છે. ગાલા પ્રીમિયર સેગમેન્ટ સ્ટોરી એંગલને દર્શકો સુધી યોગ્ય રીતે પહોંચાડીને દર્શકોની ફિલ્મ પ્રત્યેની રૂચિ વધારે છે.
નિસર્ગ વૈદ્ય દ્વારા દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા લિખિત હરિ ઓમ હરિ આગામી મહિનામાં 8મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને ફિલ્મનું ગોવા ખાતે યોજાયેલ આઇએફએફઆઈ 2023માં રેડ કાર્પેટ યોજાયું, તથા ફિલ્મનું ભવ્ય સ્ક્રીનિંગ યોજાયું જેમાં ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રૂ સહીત ગુજરાતના અન્ય 50 મહેમાનોએ પ્રીમિયરમાં હાજરી આપી.
“હરિ ઓમ હરિ” – અ જર્ની ઓફ લવ એન્ડ સેકન્ડ ચાન્સ- “હરિ ઓમ હરિ” માત્ર રોમેન્ટિક કોમેડી નથી; તે પ્રેમ, મિત્રતાની વાર્તા છે અને તે શીખવે છે કે જીવન આપણને ખુશીની બીજી તક આપે છે. ઉલ્લેખનીય છે કે સંજય છાબરિયાના એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટ દ્વારા તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું હતું અને દર્શકોએ તેને ભારે વખાણ્યું છે.
ટેલેન્ટેડ કાસ્ટ અને ક્રૂ- આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં રૌનક કામદાર, વ્યોમા નાદીં અને મલ્હાર રાઠોડ સાથે મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાનો સમાવેશ થાય છે. રાગી જાની, શિવમ પારેખ, કલ્પેશ પટેલ, ભૂમિ રાજગોર અને સંદીપ કુમાર સહિતના પ્રતિભાશાળી સહાયક કલાકારો પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.
પડદા પાછળ, “હરિ ઓમ હરિ” એક ઉત્તમ ક્રૂ દ્વારા સંચાલિત છે, જેમાં ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી મિલિંદ જોગ, સાઉન્ડ એન્જિનિયર મંદાર કમલાપુરકર, મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર, કાસ્ટિંગ ડિરેકટર વિજય રાવલ અને લેખક વિનોદ સરવૈયાનો સમાવેશ થાય છે. કેમેરાની સામે અને પાછળ બંનેમાં પ્રતિભાનું આ મિશ્રણ ખાતરી કરે છે કે “હરિ ઓમ હરિ” સિનેમેટિક ડિલાઇટ માટે તૈયાર છે. સિદ્ધાર્થ રાંદેરિયાને સંપૂર્ણ નવા અવતારમાં જોઈને લોકો દંગ રહી જશે . રોનક, વ્યોમા અને મલ્હાર વચ્ચેની મજેદાર અને પ્રભાવશાળી કેમિસ્ટ્રી પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કરશે.
ભારતીય સિનેમાની અંદરની સમૃદ્ધ વિવિધતા અને સર્જનાત્મકતાના પ્રમાણપત્ર તરીકે ભારતીય ગાલા પ્રીમિયર વિભાગ આ વર્ષે અલગ છે, જેમાં વિવિધ ભાષાની ફિલ્મો આ વર્ષે પ્રીમિયરનો ભાગ છે.