એલએમડબ્લ્યુ દ્વારા ઈન્દોરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત તેનું અત્યાધુનિક સ્પેર પાર્ટસ વેરહાઉસ અને રિપેર સેન્ટર એકમનું ઉદઘાટન કર્યાની ગર્વભેર ઘોષણા કરવામાં આવી હતી, જે સાથે તેની સેવા ક્ષમતાઓનું નોંધપાત્ર વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ એકમ વેરહાઉસ નં. 2, પ્લોટ નં. 2, એમ્પાયર લોગીપાર્ક બ્લોક ઓ, અર્જુન બરોડા રોડ, બરોડા અર્જુન, ઈન્દોર, મધ્ય પ્રદેશ-453 771 ખાતે સ્થિત છે.
ઉદઘાટન 10મી નવેમ્બર, 2023ના રોજ થયું હતું. એલએમડબ્લ્યુના હોલ ટાઈમ ડાયરેક્ટર શ્રી જયદેવ જયવર્થનાવેલુએ ઉદઘાટન કર્યું હતું. નવું વેરહાઉસ એલએમડબ્લ્યુ પીએસીઈ (એલએમડબ્લ્યુ પ્રોફેશનલ આફ્ટરમાર્કેટ કેર ફોર એક્સલન્સ)ની તેની થીમની રેખામાં તેના માનવંતા ગ્રાહકોને કાર્યક્ષમ અને ઝડપી સેવા પૂરી પાડવાની કંપનીની કટિબદ્ધતાનો દાખલો છે.
20,000 ચોરસફીટમાં પથરાયેલા આ મધ્યવર્તી રીતે સ્થિત વેરહાઉસ નોર્થ અને વેસ્ટ ઝોન્સના ગ્રાહકોની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે સુસજ્જ છે. તેનું વ્યૂહાત્મક સ્થાન 24થી 72 કલાકની સમયરેખામાં ઝડપી પ્રતિસાદ અને ટેકો અભિમુખ બનાવે છે, જેથી મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, દિલ્હી અને ચંડીગઢની મુખ્ય બજારોમાં ગ્રાહકો માટે સેવાઓ પ્રવાહરેખામાં રહે તેની ખાતરી રાખે છે.
આ એકમ વેરહાઉસ તરીકે કામ કરવા સાથે તેમાં વ્યાપક અને ગુણવત્તાયુક્ત ગ્રાહક ટેકા માટે એલએમડબ્લ્યુની કટિબદ્ધતાની રેખામાં સર્વ મેકાટ્રોનિક્સ આઈટમોને સેવા આપવા માટે સમર્પિત રિપેર સર્વિસ સ્ટેશન પણ છે.
એલએમડબ્લ્યુએ અસમાંતર સેવા અને સંચાલન ઉત્કૃષ્ટતા પર ભાર આપવાનું ચાલુ રાખવા સાથે નવું વેરહાઉસ વિસ્તારિત ક્ષમતાઓ અને ગ્રાહક સંતોષ પ્રત્યે કંપનીના પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ અવસર બની રહેશે.