હા..હા..હા..હી..હી..હી..હો..હો..
અરે બાપ રે.. આખો થિયેટર હોલ હાસ્ય અને સીટીઓથી હચમચી ઉઠ્યો..
બિલકુલ નેક્સ્ટ લેવલની ગુજરાતી ભરપૂર કોમેડી ફિલ્મ..
ફિલ્મ શરુ થાય ત્યાંથી લઇને પૂરી થાય ત્યાં સુધી બસ હાસ્ય, હાસ્ય અને હાસ્ય…
મનોરંજનથી ભરપૂર, હિરો અને વિલન વચ્ચે ડાયલોગ વોર, મુશ્કેલ સ્થિતિમાં પણ હાસ્યની પળો દર્શાવતી ફિલ્મ એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત “ડેની જીગર – એક માત્ર”
ફિલ્મની વાર્તા ઃ
600 વર્ષ જૂની મૂર્તિની ચોરી થાય છે, જે મૂર્તિ ભારતના પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને ભેટ રુપે આપવા ચાહતા હતા, જેથી ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય. પણ ચોરોના ચોર સુનિલ (પ્રેમ ગઢવી)નો પ્લાન આ સંબંધો વોરમાં બદલાઇ જાય તે માટેનો છે. તેથી તે રાકા (હેતલ પુનિવાલા)ને મોકલીને મૂર્તિની ચોરી કરાવે છે.
આ કેસ સોલ્વ કરવા માટે કમિશ્નર કે કાલી (જીતેન્દ્ર ઠક્કર) અર્જન્ટ મીટિંગ આયોજીત કરે છે, અને સુપર કોપ ડેની જીગર (યશ સોની)ને કેસ સોંપે છે. ચોરીની જગ્યાની રેકી દરમ્યાન ડેનીની મુલાકાત બ્યુટીફૂલ, ડેસિંગ, ગોર્જિયસ, ઝીરો ફીગર, ગ્લેમરસ ગર્લ – આમાંના એકપણ ગુણ ન ધરાવતી પૂજાડી (તર્જની ભાડલા) સાથે થાય છે. પૂજાડી ડેનીને જોતા જ તેના પ્રેમમાં પડી જાય છે.
ડેની અને પૂજાડીની અલગ જ લવ સ્ટોરી ચાલે છે અને બીજી બાજુ સુનિલ અને ડેની (ચોર-પોલિસ)ની અલગ જ કેમિસ્ટ્રી. ડેની ચોરાયેલી મૂર્તિ પરત લાવવા માટે પ્રયાસો કરે છે, અને સુનિલ નકલી મૂર્તિ ડેની સુધી પહોંચાડવા માટેના પ્રયાસોમાં લાગેલો છે જેથી પોતાના પ્લાનને સફળ બનાવી શકે.
શું સુનિલ પોતાના પ્લાનને સફળ બનાવી શકશે ? શું ડેની જીગર ચોરાયેલી મૂર્તિ પાછી લાવી શકશે ? શું પૂજાડી પોતાનો પ્રેમ પામી શકશે ? આ બધા સવાલોના જવાબ તો ફિલ્મ જોયા પછી જ મળશે.
ફિલ્મ હાસ્ય અને મનોરંજનથી ભરપૂર છે. ફિલ્મમાં VFX નો યોગ્ય રીતે યૂઝ થયો છે, ડેની જીગરને સુપર કોપ તરીકે પરફેક્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે, આ સુપર કોપી એક જ ફેટમાં 10-12 ગુંડાઓને પાડી શકે છે તો સુપરમેનની જેમ ઉડી પણ શકે છે. પોતાની એક જ બૂમથી કાચ પણ તોડી શકે છે, તો હાથ ઘસીને તણખા પણ કરી શકે છે. પણ બધું પરફેક્ટ લાગે છે… હેટ્સ ઓફ ટૂ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને.
ફિલ્મના દરેક કિરદાર અનોખા છે, વિચિત્ર છે, કોમેડી છે.. બધા જ અજુબા છે… દરેક કલાકારે પોતાના પાત્રને બખૂબી નિભાવ્યો છે.. યશ સોની, તર્જની ભાડલા, જિતેન્દ્ર ઠક્કર, પ્રેમ ગઢવી ઉપરાંત ફિલ્મમાં નોંધનીય પાત્રોમાં ચેતન દૈયા, હેતલ પુનિવાલા, ઓમ ભટ્ટ, રાહુલ રાવલ, રાજન ઠાકર અને વૈશાખ રતનબેન પણ જોવા મળે છે.
ફિલ્મના નિર્માતા નિલય ચોટાઇ અને દિપેન પટેલ છે. ફિલ્મનું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ છે જેમણે આ પહેલા પણ દર્શકોને અલગ-અલગ વિષયો પર ફિલ્મો પીરસી છે જેમ કે છેલ્લો દિવસ, કરસનદાસ, નાડી દોષ, રાડો, વશ. ડેની જીગરની વાર્તા લખી છે કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમારે. ફિલ્મમાં કેદાર અને ભાર્ગવનું સંગીત છે.
ફિલ્મ 5મી જાન્યુઆરીથી 1178 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. તો રાહ શેની જુઓ છો, આજે જ જોઇ આવો ફિલ્મ “ડેની જીગર – એક માત્ર”
- – રાજેશ હિંગુ