રાષ્ટ્રીય, 23 એપ્રિલ 2024 | કાર માલિકો માટેની શ્રેષ્ઠ એપ્લીકેશન Park+એ 2024ની લોકસભાની ચૂંટણી લડતા રાજકીય પક્ષો પાસેથી ભારતીય કાર માલિકોની શું અપેક્ષા છે તે સમજવા માટે હાથ ધરાયેલા એક વ્યાપક સર્વેના પરિણામો જે રજૂ કર્યા છે. આ સર્વે નમૂનામાં દિલ્હી, એનસીઆર, મુંબઇ, બેંગલુરુ, અમદાવાદ અને ચેન્નઇના 50,000 જેટલા કાર માલિકોને આવરી લેવાયા હતા.
આજે ભારતીય માર્ગો પર 4.5 કરોડથી વધુ કાર દોડી રહી છે ત્યારે ભારતીય કાર માલિકો ભારતીય મધ્યમ વર્ગની એક કરોડરજ્જુનું સર્જન કરે છે. તેઓ વધુ સારા માર્ગો, મૈત્રીપૂર્ણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને વધુ સારું ટ્રાફિક સંચાલલની માંગ કરી રહ્યા છે જે ભારતમાં કારની માલિકી ધરાવવામાં ખુશી પરત લાવવા માટે રાજકીય પક્ષો ધ્યાન આપી શકે તેવી મહત્ત્વની ચૂંટણી માંગ છે.
આ તારણો પર ટિપ્પણી કરતા ITDAના IT એડવાઇઝર અને ITS ઇન્ડિયા ફોરમના રોડ સેફ્ટી, એમ્બેસેડર, અખિલેશ શ્રીવાસ્તવ, એ જણાવ્યું હતુ કે “ભારતીય કાર માલિકો માટે ભારતીય માર્ગો પર ડ્રાઇવીંગ એ અત્યંત જોખમી અને તણાવપૂર્ણ પ્રવૃત્તિઓમાંની એક છે. આપણે ત્યાં મૂળભૂત ડ્રાઇવીંગ સિદ્ધાંતોની ખામ છે, રોડ પર ખોટી વર્તણૂંકો મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે, આપણા ટ્રાફિક પોલીસો પર વધુ પડતો ભાર હોય છે અને માર્ગ આંતરમાળખુ અસ્તવ્યસ્ત છે(ઝડપી સુધારાની/ફેરફારની જરૂર છે). આ સર્વે વધુ મૈત્રીપૂર્ણ ટ્રાફિક પોલીસ ફોર્સની માંગ અને વધુ મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓની માંગ સંબંધે રસપ્રદ દ્રષ્ટિ નાખે છે જેથી ટ્રાફિકનું વ્યવસ્થાપન કરી શકાય ને મહિલા ડ્રાઇવરની સમસ્યા પર ધ્યાન આપી શકાય. આ સર્વે આ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને ભારતીય માર્ગોને વધુ સિરક્ષિત અને સુંદર બનાવવા માટે રાજકીય પક્ષોને પ્રેરણા આપશે તે બાબતે હું આશાવાદી છું. સરકારી ઓથોરિટીઓ, કાર માલિકો અને સંબંધિત હિસ્સાધારકો વચ્ચેનો સહયોગ આ ચિંતા પર અસરકારક રીતે ધ્યાન આપવા માટે આવશ્યક બનશે”.
સર્વેના પરિણામો પર ટિપ્પણી કરતા Park+ના સીઇઓ અને સ્થાપક શ્રી અમિત લખોટીયાએ જણાવ્યું હતુ કે, “Park+ ખાતે અમારો મુખ્ય બિઝનેસ ઉદ્દેશ કારના માલિકીપણા પરત્વેનો આનંદ પરત લાવવાનો છે. આ ભારતભરનો સર્વે કાર માલિકોને સામનો કરવા પડતા વેદનાના મુદ્દાઓ /શૂન્યવકાશને સમજવાની સમાન દિશામાંનુ એક પગલુ છે અને તમામ હિસ્સાધારકોને એક સાથે લાવીને આ ક્ષતિને પૂરવાનો એક પ્રયાસ છે. આ સર્વે લોકસભાની 2024ની ચૂંટણી લડતા રાજકીય પક્ષો પાસેથી ભારતીય કાર માલિકોની માંગો પર એક રસપ્રદ પ્રકાશ પાડે છે. આજે ભારતીય માર્ગો પર 4.5 કરોડથી વધુ કાર દોડી રહી છે ત્યારે, ભારતીય કાર માલિકો ભારતીય મધ્યમ વર્ગની કરોડરજ્જુ સમાન છે અને તેમની વધુ સારા માર્ગો, મૈત્રીપૂર્ણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને વધુ સારા ટ્રાફિક વ્યવસ્થાપન જેવી માંગ એ મહત્ત્વની ચૂંટણીલક્ષી માંગ છે કે જે બાબતે રાજકીય પક્ષો ભારતમાં કારની માલિકી ધરાવવા બાબતેની ખુશી પરત લાવી શકે છે. અમે Park+, 1.5 કાર માલિકો સાથે સંકળાયેલા રહીશું જેથી તેમની વેદનાના મુદ્દાઓને સમજી શકાય અને તેમને સંબંધિત બાહ્ય હિસ્સાધારકો સાથે શેર કરી શકાય.”
સર્વેના મહત્ત્વના તારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે –
- કાર માલિકો દ્વારા વધુ સારા માર્ગ આંતરમાળખાને અગ્રિમતા આપવામાં આવી છે (98%)
- ભારતીય કાર માલિકોમાંથી 81% લોકો વધુ મૈત્રીપૂર્ણ ટ્રાફિક પોલીસ ફોર્સની માંગ કરે છે (પુરુષો અને મહિલાઓ બન્ને)
- માર્ગ પરની ખોટી વર્તણૂંક/જોખમી ડ્રાઇવીંગને રોકવા માટે ટ્રાફિક પોલીસના વધુ સારુ વ્યવસ્થાપન (61%)
- મહિલા કાર માલિકોમાંથી 83% હાઇવે અને મુખ્ય માર્ગો પર મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હોય તેવી ઇચ્છા સેવે છે
- કાર માલિકોમાંથી 72%એ એવુ અનુભવ્યુ હતું કે ચોમાસુ સિઝન દરમિયાન પાણી ભરાઇ જવુ તે મોટી સમસ્યા છે
શહેરવાર મહત્ત્વના તારણો:
- દિલ્હી એનસીઆરના કાર માલિકોની ટોચની 3 માંગ: મૈત્રીપૂર્ણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, વધુ સારુ માર્ગ આંતરમાળખુ, ઓફિસના કલાકો દરમિયાન વધુ સારુ ટ્રાફિક સંચાલન
- મુંબઇના કાર માલિકોની 3 માંગ: પાણી ભરાઇ જવાની સમસ્યાને રોકવી, વ્યસ્ત ઓફિસ કલાકો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન, માર્ગ પર થતા ગેરકાયદે પાર્કીંગ રોકવા
- બેંગલુરુના કાર માલિકોની ટોચની 3 માંગ: માર્ગો પર થતી ખોટી વર્તણૂંક, ગેરકાયદે પાર્કીંગ માટે કડક નિયમો, વ્યસ્ત ઓફિસ કલાકો દરમિયાન વધુ સારુ ટ્રાફિક વ્યવસ્થાપન
- અમદાવાદના કાર માલિકોની ટોચની 3 માંગ: વધુ સારુ માર્ગ આંતરમાળખું, વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, ઓફિસ કલાકો જરમિયાન વધુ સારુ ટ્રાફિક સંચાલન
- ચેન્નઇના કાર માલિકોની ટોચની 3 માંગ: ઓફિસ કલાકો દરમિયાન વધુ સારુ ટ્રાફિક સંચાલન, રોડ રની ખોટી વર્તણૂંક, માર્ગો પર થતા ગેરકાયદે પાર્કીંગ માટે વધુ કડક નિયમો
Park+ વિશે
2019માં સ્થપાયેલી Park+ એ કાર માલિકો માટેની એક શ્રષ્ઠ એપ છે જે પાર્કિંગ અને FASTag મેનેજમેન્ટથી લઈને કાર ઈન્સ્યોરન્સ, ઓટોમેટેડ વ્હીકલ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ્સ અને EV ચાર્જિંગ સ્ટેશનને લગતા તેમના દૈનિક પડકારોને ઉકેલે છે. સિક્વોઇયા કેપિટલ અને મેટ્રીક્સ પાર્ટનર્સ દ્વારા સમર્થિત, Park+ આજે તેના પ્લેટફોર્મ પર કાર માલિકોના ભારતના સૌથી મોટા સમુદાયનું સર્જન કરે છે. Park+, 20થી વધુ ભારતીય શહેરોમાં 2,500+ રહેણાંક સોસાયટીઓ, 250+ ઓફિસો અને 35+ મોલ્સમાં હાજર છે. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://parkplus.io/.