રાજકોટ, 12 મે, 2024 : નર્સોની અદ્ભુત કામગીરીનું સન્માન કરવા માટે, વોકહાર્ટ હોસ્પિટલ્સે ઈન્ટરનેશનલ નર્સીસ ડે નિમિતે રાજકોટ, મીરા રોડ, મુંબઈ સેન્ટ્રલ અને નાગપુર વગેરે સેન્ટર્સમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ વર્ષની ઈન્ટરનેશનલ નર્સીસ ડેની થીમ “અવર નર્સીસ. અવર ફ્યુચર.” ધ ઇકોનોમિક પાવર ઓફ કેર” છે. આ દિવસ વિશ્વભરમાં નર્સોની સખ્ત મહેનત અને તેઓ દર્દીઓની જે કાળજી લે છે તે માટે તેમના સમ્માનની ઉજવણી કરવાનો છે. થીમ વ્યક્તિઓ અને સમુદાયોને ગુણવત્તાયુક્ત સંભાળ પહોંચાડવા માટે સબંધિત સંસાધનો, સમર્થન અને માન્યતા સાથે નર્સોને સશક્ત બનાવવાના મહત્વ પર પણ ભાર મૂકે છે.
નર્સો હેલ્થકેરના અનસંગ હીરોઝ જેવા હોય છે, જેઓ કુશળતા અને દયા સાથે દર્દીઓની દરેક જરૂરિયાતની સંભાળ લે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સે સમગ્ર સપ્તાહની ઉજવણી સાથે આ તમામ નર્સોનો આભાર માન્યો. આ ઉજવણીમાં વોકહાર્ટ એન્થમ ગાવી, નર્સિંગ સંક્લ્પ લેવો અને નર્સિંગ લીડર્સનું સમ્માન કરવા જેવી બાબતો સમાવિષ્ટ થઇ. આ ઉપરાંત, પોસ્ટર ડ્રોઈંગ, સિંગિંગ અને ટેલેન્ટ એક્ઝિબિશન્સ સહિતની વિવિધ સ્પર્ધાઓ દ્વારા નર્સોએ પોતાની પ્રતિભા બહાર લાવી. આ ઇવેન્ટથી નર્સિંગ કોમ્યુનિટીનો સંબંધ વધુ મજબૂત બન્યો.
તેમના અતૂટ સમર્પણની પ્રશંસા કરીને અને નર્સોએ જે માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે તે માટે તેમને હોસ્પિટલના સંબંધિત ચીફ દ્વારા ગોલ્ડ કોઈન એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમ્માનથી નર્સોના કાયમી યોગદાન અને દર્દીની સંભાળ માટે તેમની પ્રતિબદ્ધતા માટે હોસ્પિટલે તેમની પ્રશંસા કરી.
હેલ્થકેર સંસ્થાઓમાં નર્સોના યોગદાનને સ્વીકારતા અને તેની ઉજવણી કરતા, વોકહાર્ટ હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર, સુશ્રી ઝહાબિયા ખોરાકીવાલાએ જણાવ્યું હતું કે, “ક્વોલિટી પેશન્ટ કેર સુનિશ્ચિત કરવા માટે નર્સોના વ્યાવસાયિક વિકાસ અને સુખાકારીમાં રોકાણ સર્વોપરી છે. વોકહાર્ટ ખાતે, અમે નર્સોને તેમની કારકિર્દીમાં સશક્ત બનાવવા માટે ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટીઝ, મેન્ટરશીપ પ્રોગ્રામ્સ અને વધુ શિક્ષણ માટે તેમને સમર્થન પ્રદાન કરીએ છીએ. વધુમાં, તંદુરસ્ત અને સ્થિતિસ્થાપક નર્સિંગ વર્કફોર્સને ટકાવી રાખવા માટે વેલનેસ ડે, મેન્ટલ હેલ્થ રિસોર્સીસ અને વર્ક-લાઇફ બેલેન્સ પ્રોગ્રામ્સ જેવી પહેલો દ્વારા નર્સ વેલનેસને પ્રાથમિકતા આપવી જરૂરી છે.”
ડો. પરાગ રિંદાણી, સીઈઓ, વોકહાર્ટ હોસ્પિટલ એ સુશ્રી ખોરાકીવાલાની વાતોનું પુનરાવર્તન કરતાં વ્યાપક અને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવામાં નર્સોની અનિવાર્ય ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “હું નર્સિંગ સ્ટાફની મક્કમતા અને લોકોને સાજા કરવામાં મદદ કરવા માટે, અંધકારમાં મળતા પ્રકાશની જેમ, સમયસર અને દયાળુ દર્દીની સંભાળની ખાતરી કરવા માટે, ખાસ કરીને અભૂતપૂર્વ પડકારોનો સામનો કરવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. વોકહાર્ટ હોસ્પિટલ્સમાં, અમે નર્સો માટે સહાયક અને પોષક વાતાવરણને પ્રોત્સાહન આપવા, તેમની વ્યાવસાયિક વૃદ્ધિ અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
નર્સોને તેમના કામ માટે પ્રોત્સાહન આપતા, વોકહાર્ટ હોસ્પિટલ્સના ગ્રુપ ક્લિનિકલ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ ઑપરેટિંગ ઑફિસર ડૉ. ક્લાઇવ ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે, “જેમ આપણે ઈન્ટરનેશનલ નર્સીસ ડેની ઉજવણી કરીએ છીએ તેમ ચાલો આપણે વિશ્વભરની નર્સો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. તેમનું અતૂટ સમર્પણ, કુશળતા અને કરુણા દરરોજ દર્દીઓ અને પરિવારોના જીવનમાં ઊંડો તફાવત લાવે છે. કટોકટીના સમયે હોય કે આનંદની ક્ષણોમાં, નર્સો આશા અને ઉપચારની દીવાદાંડી તરીકે ઊભી રહે છે, જે હેલ્થકેરની શ્રેષ્ઠના સારનું પ્રતીક છે. આજે, અને દરરોજ, ચાલો આપણે આપણા સમુદાયો અને વિશ્વમાં નર્સોના અનોખા યોગદાનનું સન્માન કરીએ અને ઉજવણી કરીએ.” , ડોના વિલ્ક કાર્ડિલો દ્વારા યોગ્ય રીતે કહ્યું તેમ – “નર્સ હેલ્થકેરનું હૃદય છે”.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડૉ. મનીષ અગ્રવાલે નર્સિંગ ટીમ દ્વારા દર્શાવવામાં આવેલા નોંધપાત્ર સમર્પણ અને જવાબદારી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે વૈશ્વિક સ્તરે વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયો પર નર્સોની ઊંડી અસર પર ભાર મૂક્યો, તેમની નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા અને અતૂટ સમર્પણ પર ભાર મૂક્યો, જે ખરેખર હેલ્થકેરના સર્વોચ્ચ આદર્શોનું ઉદાહરણ છે.”
પોતાને અને તેમની ટીમને મળેલ અભૂતપૂર્વ સમ્માનથી અભિભૂત થતા વોકહાર્ટ હોસ્પિટલના નર્સિંગ હેડ, શ્રીમતી નમ્રતા ખ્રીસ્તી જણાવે છે કે, “વ્યસ્ત દિવસો હોવા છતાં પણ હોસ્પિટલની આ કાર્યક્રમનું ભાગ બનવું એ અમારા માટે સમ્માનનીય બાબત છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સાજા કરવામાં અને તેમના જીવનમાં સુધારો કરવામાં મદદ કરવાનો છે. અમે ‘આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમારી સાથે જોડાનારા દરેકનો આભાર વ્યક્ત કરીએ છીએ.”
સહાનુભૂતિ અને પ્રશંસાની ભાવના સાથે ઉજવણીનું સમાપન થતાં, નર્સિંગ સ્ટાફે વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા આપવામાં આવેલ સન્માન અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. દર્દીઓના પરિણામોને વધારવા અને હેલ્થકેર ડિલિવરીમાં સુધારો કરવા માટેનું તેમનું સમર્પણ અતૂટ છે, જે ઇન્ટરનેશનલ નર્સીસ ડેના મહત્વ અને વિશ્વભરમાં નર્સોની કાયમી અસરને રેખાંકિત કરે છે