આણંદ, ગુજરાત – સંપ ગ્રુપ, એક અગ્રણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી એ બે આકર્ષક પ્રોજેક્ટ્સ સાથે ભારતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી: સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ સાથે પાર્ટનરશીપ કે જે ભારતની પ્રથમ આર્મ રેસલિંગ સ્પર્ધા છે. આ પ્રસંગે સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલ એ આણંદ ખાતે આવેલ મધુવન રિસોર્ટ્સ ખાતે પર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ઘોષણા કરી હતી અને આ પ્રસંગે પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી તથા પરવીન ડબાસ અને અભિનેત્રી પ્રીતિ ઝંગિયાનીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
સંપ ગ્રુપના પ્રતિનિધિઓ રિચા અને અક્ષર પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું અને આ અગ્રણી પહેલની ઘોષણા કરી. સંપ ગ્રૂપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલ અને જાણીતા અભિનેતા અને સ્પોર્ટ્સના શોખીન સુનીલ શેટ્ટીએ પ્રોજેક્ટ્સ માટે તેમના વિચારો શેર કર્યા.
સુપર 60 લિજેન્ડ્સનો હેતુ યુએસએમાં UST10 માસ્ટર્સની સફળતાના આધારે આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ક્રિકેટરોને ભારતમાં લાવવાનો છે. પ્રો પંજા લીગ ગુજરાતની છત્રછાયા હેઠળ સંપ ગ્રૂપની નવી હસ્તગત ટીમને દર્શાવશે.
સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલે જણાવ્યું હતું કે, “અમે અમારી સ્પોર્ટ્સ એકપર્ટાઇઝને ભારતમાં લાવવા માટે રોમાંચિત છીએ. અમારો ધ્યેય વિવિધ સ્પોર્ટ્સનો વિકાસ કરવાનો છે અને એથ્લેટ્સને ચમકવાની તકો પૂરી પાડવાનો છે.”
સુનીલ શેટ્ટીએ સંપ ગ્રૂપની પહેલની પ્રશંસા કરતા કહ્યું કે, “ભારતમાં સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક ઉત્તમ પગલું છે.”
અભિનેતા પરવીન ડબાસ અને અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની એ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી થવાં પર અમે ઘણાં ઉત્સાહિત છીએ. લીગ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, બિહાર, ઓડિશા, હૈદરાબાદ, આસામ, મણિપુર, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના તમામ ભાગોમાંથી કુસ્તીબાજોની પસંદગી કરવામાં આવે છે કે જેઓ ઘણાં કરતાં હોય છે.”