અમદાવાદ : પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 27,90,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 20,00,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. ઓફર ફોર સેલ સેલિંગ શેરહોલ્ડર્સ બીના પંચાલ, કૃણાલ પંચાલ, નેહલ પંચાલ, રાજેન્દ્ર બલદેવભાઇ પટેલ, પ્રફુલ પટેલ, વિશાલ પટેલ, કલાબેન કાંતિભાઇ પટેલ અને જ્યોત્સના રમેશ પટેલ દ્વારા કરાઇ રહ્યું છે.
આઇએસકે એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
આરપીએસએલ ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટના બિઝનેસમાં કાર્યરત છે તથા પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટી, પીએસયુ, ખાનગી કંપનીઓને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીની વૈવિધ્યસભર સેવાઓમાં EHV/HV/LV અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક્સ, ઇએચવી સબસ્ટેશન તથા ઓએન્ડએમ પ્રવૃત્તિઓ વગેરે સામેલ છે.
ડીઆરએચપી મૂજબ આરપીએસએલ આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળના રૂ. 25.10 કરોડનો ઉપયોગ કેબલ આઇડેન્ટિફિકેશન, ટેસ્ટિંગ અને ફોલ્ટ લોકેશન ઉપકરણો (રૂ. 17.94 કરોડ), 1300 કેવીની ક્ષમતા સાથે ડીસી સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા (રૂ. 4.16 કરોડ) તથા ગ્રીન હાઇડ્રોજન અને સહયોગી ઉપકરણો જેમકે ઇલેક્ટ્રોલાઇઝર્સ ઇન-હાઉસ (રૂ. 3 કરોડ)ના ઉત્પાદન માટે ટેકનિકલ કુશળતા વિકસિત કરવા માટેની દરખાસ્ત ધરાવે છે. કંપની રૂ. 30 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
For more information, please visit: www.rajeshpower.com
Disclaimer: RAJESH POWER SERVICES LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its Equity Shares and has filed the DRHP with the BSE SME. The DRHP is available on the website of BRLM and the website of BSE. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk, and for details relating to the same, please refer to the DRHP, including the section titled “Risk Factors”, beginning on page 24.
The Equity Shares have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the “Securities Act) or any state securities laws in the United States, and unless so registered, and may not be issued or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and in accordance with any applicable U.S. state securities laws. The Equity Shares are being issued and sold outside the United States in ‘offshore transactions in reliance on Regulation “S* under the Securities Act and the applicable laws of each jurisdiction where such issues and sales are made. There will be no public offering in the United States.