* વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટીચ ફોર ઈન્ડિયાનો વિશેષ પ્રવાસ દર્શાવતા અનોખો વિશેષ સંગીતબદ્ધ વિથ લવ સાથે 15 વર્ષની એનિવર્સરીની ઉજવણી
* 2032 સુધી ભારતમાં 3-5 શહેરમાં વિસ્તારવાની અને વિદ્યાર્થી આગેવાનો, શિક્ષકો, ટીચર ટ્રેનર્સ, સ્કૂલ લીડર્સ, એન્ટરપ્રેન્યોર્સ અને સરકારી અધિકારીઓ સાથે શૈક્ષણિક પ્રણાલીમાં સુધારણા લાવવા માટે 50,000 આગેવાનો ઊભા કરવાની યોજના
બિન નફો કરતી શૈક્ષણિક સમાનતા કાજ સંભાળતી ટીચ ફોર ઈન્ડિયાએ બારતમાં સંસ્થાની 15 વર્ષની એનિવર્સરીની યાદગીરીમાં તેનું સંગીતબદ્ધ વિથ લવના વિશેષ પ્રદર્શન ખાતે તેની આર્ટસ ફેલોશિપની રજૂઆતની ઘોષણા કરી હતી. ટીચ ફોર ઈન્ડિયાના મોજૂદ બે વર્ષના ફેલોશિપ પ્રોગ્રામમાં આ બીજો ઉમેરો છે. આ નવા પ્રોગ્રામ સાથે ટીચ ફોર ઈન્ડિયા હવે બાળકોને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા અને ફેલોને લીડરશિપ વિકાસની તકો પૂરી પાડવા માટે મદદરૂપ થશે.
આ યાદગાર અવસર વિશે બોલતાં ટીચ ફોર ઈન્ડિયાના સંસ્થાપક અને સીઈઓ શાહીન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘‘અમારે માટે આ અત્યંત ભાવનાત્મક અવસર છે. 15 વર્ષનો ટીચ ફોર ઈન્ડિયાનો પ્રવાસ અત્યંત સુખદ અનુભવ રહ્યો છે. 1000 ફેલો અને 5000 એલુમની રાષ્ટ્રભરમાં 50 મિલિયન બાળકોને સ્પર્શતા હોઈ અમે દેશમાં શૈક્ષણિક અસમાનતાનું અંતર દૂર કરવા અને લીડર્સનું રાષ્ટ્ર નિર્માણ કરવા સતત કામ કરી રહ્ય છીએ. નવી આર્ટસ ફેલોશિપ રજૂ કરીને અમે સ્થાનિક અને વૈશ્વિક કળા સ્વરૂપોમાં ઊંડાણમાં ઊતરેલા વિદ્યાર્થીઓને મદદ કરવાની અને કળાત્મક અભિવ્યક્તિ માટે આજીવન સરાહના અને ગૌરવનું ઊંડાણથી ભાન કરાવવા મદદરૂપ થવા સાથે સામાજિક પરિવર્તન માટે ક્રિયાત્મકતા, અનુપંકા અને કટિબદ્ધતા સાથે આગેવાની કરવા તેમને અભિમુખ બનાવીશું.’’
6ઠ્ઠી જાન્યુઆરી, 2025થી ઈચ્છુકો નવા ફુલ ટાઈમ પેઈડ આર્ટસ ફેલોશિપ માટે અરજી કરી શકે છે. આ ઈનોવેટિવ પ્રોગ્રામ ફેલોને ભારતમાં વંચિત વિદ્યાર્થીઓની શાળામાં વિદ્યાર્થીઓનો અવાજ, અભિવ્યક્તિ અને જોડાણ કેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાની આર્ટસ સૂચના પૂરી પાડીને શક્ષણિક અસમાનતાનું અંતર દૂર કરવા ફેલોને સશક્ત બનાવશે. આર્ટસ ફેલોશિપ ટીચ ફોર ઈન્ડિયાના એલમ્સ, બહારી નિષ્ણાતો અને શિક્ષણમાં આર્ટસમાં કામ કરતા સ્ટાફના સભ્યોની શીખ પરથી વિકસાવવામાં આવી છે, જે આર્ટસ ફેલોશિપમાં પરિણમી છે.
તેનો ધ્યેય આગળ વધારવા માટે ટીચ ફોર ઈન્ડિયા 2032 સુધી તેની કામગીરી 3-5 નવાં શહેરોમાં વિસ્તારશે. આથી રાષ્ટ્રવ્યાપી 11-13 શહેરોમાં તેની હાજરી વધશે (હાલમાં ટીચ ફોર ઈન્ડિયા અમદાવાદ, બેન્ગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકતા, મુંબઈ અને પુણે સહિત 8 શહેરમાં મોજૂદ છે). સંસ્થા 2032 સુધી શિક્ષકો, ટીચર ટ્રેનર્સ, સ્કૂલ લીડર્સ, સ્ટુડન્ટ લીડર્સ, સરકારી અધિકારીઓ અને એન્ટરપ્રેન્યોર્સ સહિત 50,000 આગેવાનો વિકસાવવા માટે કટિબદ્ધ છે.