- વામિકા ફક્ત 3 વર્ષ અને વિઆના ફક્ત 8 વર્ષના ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે
અમદાવાદ : અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન “અ બ્લોસમિંગ પેલેટ” પેઈન્ટીંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બે યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિઆનાની અવિસ્મરણીય પેઈન્ટિંગ્સ નિહાળવા મળશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર, 19મી ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે સમારા આર્ટ ગેલેરી, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું અને 29મી ડિસેમ્બર, ગુરુવાર સુધી દરરોજ સવારે 11:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું મુકાશે.
આ અનોખું એક્ઝિબિશન બે બહેનોની વાઈબ્રન્ટ ક્રિએટિવિટી દર્શાવે છે, જેમની વય ખૂબ જ ઓછી હોવા છતાં, નોંધપાત્ર કૌશલ્ય અને કલાત્મક અભિવ્યક્તિ દર્શાવે છે. તેમની માતા, રવિના શાહના માર્ગદર્શન હેઠળ, બંને આર્ટિસ્ટ એ કોઇપણ પ્રકારની ઔપચારિક તાલીમ વિના પોતાને પેઇન્ટિંગની દુનિયામાં ઢાળ્યા છે. આ બંને બાળકીઓના માતા- પિતા રવિના શાહ અને મિતુલ શાહ તેમના બાળકો પર ગર્વ અનુભવે છે કે આટલી નાની વયે તેઓ કામગીરી કરી રહ્યાં છે.
તેમની પેઈન્ટિંગ્સ ટ્રેડિશનલ ચિત્રણથી ઘણી આગળ છે, જે દર્શકોને તેમની લાગણીઓ, સપનાઓ અને અમર્યાદિત કલ્પનાઓની અનફીલ્ટર્ડ ઝલક આપે છે. વિવિધ રંગો અને તરંગી સ્વરૂપો દ્વારા, તેમની કલા બાળપણની નિર્દોષતા અને અજાયબીની ઉજવણી કરે છે, જે આપણને સર્જનાત્મકતા પ્રદાન કરી શકે તેવી અનંત શક્યતાઓની યાદ અપાવે છે.
“અ બ્લોસમિંગ પેલેટ” એ એક્ઝિબિશન કરતાં ઘણું વધારે છે. આ પ્રકારના એક્ઝિબિશન બાળકમાં રહેલી ક્ષમતાઓ બહાર લાવે છે. આ બંને બહેનોના માસ્ટરપીસ જોઈને લોકો મંત્રમુગ્ધ રહી જશે તે તો નક્કી જ છે.
સમારા આર્ટ ગેલેરી લાંબા સમયથી ઉભરતી પ્રતિભાની સમર્થક રહી છે અને વિઆના અને વામિકાને તેની જગ્યા પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધીના બે સૌથી યુવા કલાકારો તરીકે હોસ્ટ કરવા બદલ ગર્વ અનુભવે છે. આ ગેલેરી સર્જનાત્મકતાને આગળ લાવવાનું અને કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું તેનું મિશન ચાલુ રાખે છે.
અમદાવાદની મધ્યમાં આવેલી સમારા આર્ટ ગેલેરી, કલાપ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોની આધુનિક અને સમકાલીન કૃતિઓની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરે છે.