વાંગાએ એક્સ પર દીપિકાના બદલે તૃપ્તિને લેવાની જાહેરાત પણ કરી દીધી
Entertainment – દીપિકા પાદુકોણ પ્રભાસ અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં લીડ રોલમાં આવવાની હતી એવી જાહેરાત થઈ ત્યારથી જ લોકો આ ફિલ્મ સફળ રહેશે એવી અપેક્ષાઓ રાખીને બેઠાં હતાં. પરંતુ ગયા અઠવાડિયાથી એવા અહેવાલો આવવાના શરૂ થયાં કે દીપિકાએ ફિલ્મ છોડી દીધી છે. ત્યારે બીજી તરફ સુત્રોના અધારે નામ આપ્યા વિના એવા પણ અહેવાલો આવતા થયા હતા કે દીપિકાના અનપ્રોફેશનલ વર્તનને કારણે વાંગાએ તેને આ ફિલ્મમાંથી કાઢી નાખી છે. ત્યારે દીપિકાના ફૅન્સ તેની તરફેણ કરી રહ્યાં હતાં. ત્યાર પછી નવા અહેવાલ એવા પણ આવ્યા કે આ ફિલ્મમાં દીપિકાને બદલે તૃપ્તિને લઈ શકાય છે. પરંતુ સોમવારે રાત્રે સંદીપ રેડ્ડી વાંગાએ એક્સ પર ગુસ્સામાં એક ટ્વીટ કર્યું અને આ મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો.
વાંગાએ ભલે દીપિકાનું નામ ન લીધું તેમ છતાં લોકોએ વાંગાની ટ્વીટના પ્રતિભાવમાં દીપિકાની ઘણી ટીકા કરી. સામે દીપિકાની માગણીઓને અનપ્રોફેશનલ ગણાવવા બદલ તેને ટેકો પણ આપ્યો. વાંગાએ આગળ એવું પણ લખ્યું, “એક ફિલ્મ મેકર તરીકે હું મારા કામ પાછળ વર્ષો સુધી મહેનત કરું છું. મારા માટે, ફિલ્મ મેકિંગ જ બધું છે. તમને એ ન સમજ્યા. તમે સમજતા પણ નહીં. તમને એ ક્યારેય સમજાશે પણ નહીં. એવું કરો..હવે પછી આખી વાત કહી દેજો..કારણ કે મને જરા પણ ફરક પડતો નથી. મને આ કહેવત બહુ ગમે છે, ખુંડક મેં બિલ્લી ખંબા નોચે”
દીપિકાએ આ વર્ષની શરૂઆતમાં જ આ ફિલ્મ સાઇન કરી હતી અને ‘કલ્કિ’ પછી તેની આ બીજી તેલુગુ ફિલ્મ હતી અને આમાં પણ તે પ્રભાસ સાથે કામ કરવાની હતી. ત્યારે સુત્રોના આધારે એવા અહેવાલ આવવાના શરૂ થયા હતાં કે, “દીપિકાએ સ્પિરિટ માટે દિવસમાં છ કલાકથી વધુ કામ કરવાની ના પાડી એમાં સંદીપ રેડ્ડી વાંગાને આંચકો લાગી ગયો હતો. એટલું જ નહીં, દીપિકાની એજન્સી દ્વારા તેણે કરારમાં સુધારાની માગણી કરવાની શરૂ કરી દીધી હતી. તેમાં એક માગણી એવી હતી કે, જો ફિલ્મનું શૂટ 100 દિવસથી વધુ લાંબુ ચાલે તો દીપિકા દરેક દિવસનું વધારાનું વળતર લેશે.” આ ઉપરાંત સુત્રોએ એવા પણ દાવા કર્યા હતા કે દીપિકા દિકરી દુઆ સાથે સમય મેળવવા માટે આ પ્રકારની શરતો રાખે છે.
શનિવારે સંદીપ રેડ્ડી વાંગા અને ટી-સિરીઝ દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેમણે આ ફિલ્મ માટે નવી હિરોઇન શોધી લીધી છે – તૃપ્તિ ડિમરી. સંદીપ રેડ્ડી વાંગાએ એક્સ પર જાહેરાત કરી કે તૃપ્તિ ડિમરી સ્પિરિટમાં લીડ રોલ કરશે. તેણે લખ્યું, “મારી ફિલ્મની લીડ હિરોઇન હવે ઓફિશિયલ છે.” તૃપ્તિએ પણ આ પોસ્ટ શેર કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, “હજુ પચાવવાની કોશિશ કરી રહી છું.આ સફરમાં મારા પર વિશ્વાસ મુક્યો એટલે ઘણી આભારી છું. આભાર સંદીપ રેડ્ડી વાંગા..તમારી ક્લપનાનો ભાગ બનવા માટે ગૌરવ અનુભવું છું.” સંદીપ રેડ્ડી વાંગા સાથે તૃપ્તિની એનિમલ પછી આ બીજી ફિલ્મ હશે.
એવા પણ અહેવાલો હતા, જેમાં સ્પિરિટના પ્લોટ અને પ્રાથમિક વાર્તા સાથે પ્રભાસ એક પોલિસ ઓફિસરનો રોલ કરે છે. સાથે ફિલ્મમાં લીડ જોડી વચ્ચે કેટલાંક બોલ્ડ સીન પણ છે. એવું માનવામાં આવે છે કે આ બોસ્ડ સીન જ ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે.
સોમવારે રાત્રે સંદીપ રેડ્ડી વાંગાએ એક્સ પર વધુ એક ટ્વીટ કરી અને દાવો કર્યો કે દીપિકાના કારણે ફિલ્મની સ્ટોરી લીક થઈ. જોકે, તેણે કોઈ ચોક્કસ એક્ટરનું નામ લીધું નહીં. તેણે એક્સ પર લખ્યું, “મેં જ્યારે એક એક્ટરને આ ફિલ્મની વાર્તા કહી, મેં તેમના પર 100 ટકા ભરોસો મુક્યો હતો. ત્યારે અમારી વચ્ચે એક (નોન ડિસ્ક્લોઝ્ડ એગ્રીમેન્ટ)વણકહ્યો નિયમ છે. પરંતુ આવું કરીને તમે જાહેર કરી દીધું કે તમે એવા વ્યક્તિ છો કે- એક યુવાન કલાકારનું અપમાન કરવું અને મારી વાર્તા ખુલ્લી પાડી દેવી? આવો તમારો નારીવાદ?” વાંગાએ વાર્તા લીક થવા અંગે ગુસ્સો પણ ઠાલવ્યો અને તૃપ્તિ ઇન્ટિમેટ સીન માટે તેની હદથી પણ વધુ મહેનત કરશે તે અંગે સંકેત આપ્યો.
હવે આ ફિલ્મમાં પહેલી વખત પ્રભાસ અને તૃપ્તિ પહેલી વખત સાથે કામ કરશે, હાલ ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ ચાલુ છે અને 2025માં જ ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ જશે.