
ફોન પે લિમિટેડ (“ફોન પે”) એ આજે જણાવ્યું હતું કે તેમણે Gupshupની ‘GSPay’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના અધિકારો ખરીદ્યા છે. Gupshup એક એવી કંપની છે જે યુઝરને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને ચેટ કરવામાં અને વાતચીત કરવામાં મદદ કરે છે.
GSPay એ મોબાઇલ ઍપ છે જે NPCIના ફીચર ફોન માટે બનાવવામાં આવેલ UPI સિસ્ટમ (જેને UPI 123Pay પણ કહેવાય છે) પર કાર્ય કરે છે. ફોન પે હવે આ GSPay ટેક્નોલોજીમાં સુધારો કરશે અને ફીચર ફોન માટે તેની પોતાની UPI ઍપ બનાવશે. આ નવી ઍપ આગામી કેટલાક મહિનામાં લોન્ચ કરવામાં આવશે અને ભારતમાં નવા ફીચર ફોન પર કામ કરશે.
ફોન પે બીજા લોકોને પૈસા મોકલવા (P2P), QR કોડ સ્કેન કરીને ઑફલાઇન પેમેન્ટ કરવા અને મોબાઇલ નંબર અથવા QR કોડનો ઉપયોગ કરીને પૈસા મેળવવા જેવી તમામ મૂળભૂત UPI સેવાઓ પ્રદાન કરવા માંગે છે. તેમનો ધ્યેય સ્માર્ટફોન અને ફીચર ફોન યુઝર બંને માટે એકબીજાને પૈસા મોકલવાનું અને પૈસા મેળવવાનું વધુ સરળ બનાવવાનો છે. તેનાથી એવા ઘણા લોકોને મદદ મળશે કે જેઓ હજુ પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે તે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ભાગ બની શકે છે.
ફોન પે ના સહ-સ્થાપક અને CEO, સમીર નિગમે જણાવ્યું હતું કે, “અમે GSPay ટેક્નોલોજી મેળવીને અને તેનો ઉપયોગ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા લોકો સુધી UPI પેમેન્ટ પહોંચાડવા માટે સક્ષમ છીએ. આ યુઝરને ડિજિટલ ફાઇનાન્સ જગત અને સ્ટાર્ટઅપ્સ તરફથી પૂરતો સપોર્ટ મળ્યો નથી. અમે આ કરોડો યુઝરને ભારતમાં ઝડપથી વિકસતા ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં જોડાવા માટે મદદ કરવા માંગીએ છીએ.”
ઇન્ડસ્ટ્રીના અહેવાલો મુજબ, 2024માં ભારતમાં લગભગ 24 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરતા હતા. ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં લગભગ 15 કરોડ વધુ ફીચર ફોનનું વેચાણ થઈ શકે છે. તેનાથી ડિજિટલ પેમેન્ટમાં વધુ લોકોને સામેલ કરવાની અને આર્થિક વિકાસને ટેકો આપવાની મોટી તક મળી છે.
ફોનપે ગ્રુપ વિશે
ફોનપે લિમિટેડ (અગાઉ ફોનપે પ્રાઇવેટ લિમિટેડ’ના નામથી જાણીતુ હતું) ભારતની અગ્રણી ફિનટેક કંપનીઓમાંની એક છે. ભારતમાં મુખ્ય મથક ધરાવતી, તેની મુખ્ય પ્રોડક્ટ, ફોનપે ડિજિટલ પેમેન્ટ્સ ઍપ, ઓગસ્ટ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. એપ્રિલ 2025 સુધીમાં, ફોનપે પાસે 60 કરોડ (600 મિલિયન) થી વધુ નોંધાયેલા યુઝર છે અને 4 કરોડ (40+ મિલિયન) થી વધુ મર્ચન્ટમાં ફેલાયેલું ડિજિટલ પેમેન્ટ સ્વીકૃતિ નેટવર્ક છે. ફોનપે દરરોજ 33 કરોડ (330+ મિલિયન) થી વધુ ટ્રાન્ઝેક્શન પણ કરે છે જેનું વાર્ષિક કુલ પેમેન્ટ મૂલ્ય (TPV) 150 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ફોનપે વ્યવસાયોના પોર્ટફોલિયોમાં ભારતમાં નાણાકીય પ્રોડકટ (ઈન્શ્યોરન્સ, ધિરાણ અને સંપત્તિ) તેમજ નવા ગ્રાહક ટેક વ્યવસાયો (પિનકોડ – હાયપરલોકલ ઈ-કોમર્સ અને ઈન્ડસ ઍપસ્ટોર – એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમ માટે સ્થાનિક ઍપ સ્ટોર) નું વિતરણ શામેલ છે, જે કંપનીના દરેક ભારતીયને નાણાંના પ્રવાહને અનલોક કરીને અને સેવાઓની એક્સેસ આપીને તેમની પ્રગતિને વેગ આપવા માટે સમાન તક પ્રદાન કરવાના વિઝન સાથે સુસંગત છે.