નવી રેપીડ TSI ઓટોમેટિક ટ્રાન્સમિશન ₹ 9.49 લાખથી શરૂ થતી શોરૂમ પર ઉપલબ્ધ છે
> તેના સેગમેન્ટમાં સૌથી કિફાયતી ઓટોમેટિક વિકલ્પ, નવી સ્કોડા રેપીડ TSI ઓટોમેટિક ટ્રાન્સમિશન તેની શ્રેણીમાં અગ્રણી ટોર્ક આઉટપુટ સાથે જે ‘સવારીની મજા’નો અનુભવ આપે છે તેવો બીજી કોઈમાં નથી
> નવી રેપીડ સાથે રજૂ કરવામાં આવેલું 1.0 TSI એન્જિન સ્કોડાની BS VI પાવરટ્રેઇન અને ઇંધણ વ્યૂહરચનામાં કેન્દ્રસ્થાને છે
> છ સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે તે અપવાદરૂપ પાવર [110 PS] અને ઇંધણની બચત [16.24 kmpl] પ્રદાન કરે છે
> અગાઉના MPI એન્જિન પર ટોર્કમાં 14% વધારો, ઇંધણ કાર્યક્ષમતામાં 9% નો વધારો અને પાવરમાં 5% વદ્ધિ
> 2011માં રજૂ કરાયેલી રેપિડે ભારતમાં પ્રચલિત સી સેગમેન્ટમાં સ્કોડા ઓટોના પ્રવેશને ચિહ્નિત કર્યો હતો
> તે કાર્યક્ષમતા, વ્યવહારુતા અને મોકળાશ માટે માપદંડ સ્થાપિત કરે છે અને ચેક માર્કીથી માટે ટોચની સેલર છે
મુંબઈ, સપ્ટેમ્બર 2020 : સ્કોડા ઓટો ઇન્ડિયાએ ‘વન નેશન, વન પ્રાઇસ’ની વિચારધારાને આગળ ધપાવતા દેશભરમાં ₹ 9.49 લાખથી શરૂ થતી આકર્ષક પ્રારંભિક એક્સ શોરૂમ કિંમતે નવી રેપિડ ટીએસઆઈ ઓટોમેટિક ટ્રાન્સમિશનનું અનાવરણ કર્યું છે. અને નવી સ્કોડા રેપિડ ઓટોમેટિક ટ્રાન્સમિશનના કેન્દ્રમાં છ સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે જોડાયેલી એક અતુલ્ય નવી TSI મિલ છે. 999 cm3 ના સ્થાને ત્રણ સિલિન્ડર 1.0 TSI પેટ્રોલ એન્જિન 5,000થી 5,500 rpm પર આશ્ચર્યજનક 110 PS (81 kW)નો પાવર અને 1,750થી 4000 rpm પર 175 Nm ટોર્ક આપે છે. નવી રેપિડ ટીએસઆઈ ઓટોમેટિક ટ્રાન્સમિશન સુરૂચિપૂર્ણતા, કાર્યક્ષમતા તેમજ પ્રદર્શન માટે બનાવવામાં આવી છે અને સ્કોડા ઓટોના ગ્રાહકોની શહેરી જીવનશૈલી સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે .
ઇંધણ કાર્યક્ષમતા પણ દ્રષ્ટાંતરૂપ છે. નવી સ્કોડા રેપિડ ટીએસઆઈ ઓટોમેટિક ટ્રાન્સમિશન, છ સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે, પ્રમાણભૂત પરીક્ષણની શરતો હેઠળ 16.24 કિ.મી પ્રતિ લિટર આપે છે. જ્યારે અગાઉના 1.6 MPI એન્જિન સાથે સરખામણી કરીએ તો, નવી સ્કોડા રેપિડ ટીએસઆઈ પાવરમાં 5 ટકા અને ટોર્ક આઉટપુટમાં 14 ટકાનો વધારો આપે છે. એ જ રીતે, નવી રેપિડ ટીએસઆઈ ઓટોમેટિક ટ્રાન્સમિશન પાછલી મોટર સામે 9 ટકા વધુ ઇંધણની કાર્યક્ષમતા આપે છે.
સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર, શ્રી ઝૅક હોલિસે જણાવ્યું હતું કે: “તરોતાજા રેપિડ ટીએસઆઈની સમગ્ર રેન્જમાં એક સિક્સ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન દાખલ થવાની સાથે ચેક માર્કીએ સેગમેન્ટની અંદર માપદંડને ઊંચો લાવી દીધો છે. તે એક વિશ્વસનીય ટેકનોલોજી છે, સવારીનો ગતિશીલ અનુભવ પૂરો પાડે છે અને તેના વર્ગમાં શ્રેષ્ઠ વિક્રેતા હોવાનું માને છે.”
ઇતિહાસ અને વારસો
રેપિડ નેમપ્લેટનો ઉપયોગ શરૂઆતમાં 1930ના દાયકામાં ટાઇપ 901 માટે અને 1980 ના દાયકામાં પાછળના એન્જિન રેપિડ કુપ માટે કરવામાં આવ્યો હતો. નવેમ્બર, 2011માં, સ્કોડા ઓટોએ ભારતીય ઉપખંડ માટે રેપિડ નેમપ્લેટને ફરી સજીવન કરી. કોમ્પેક્ટ સેડાનને ફક્ત સ્થાનિક બજાર માટે ઝેક ઓટોમોબાઈલ ઉત્પાદકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, સ્કોડા ઓટો ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી હતી. રેપિડે માર્કીની કાલાતીત ડિઝાઇનો, આદર્શો, સક્ષમ કામગીરીનું પ્રદર્શન, નિર્માણની ઉત્તમ ગુણવત્તા, વધારેલી સુરક્ષા અને સલામતી અને યુરોપિયન કારીગરી, બધું જ એક સ્પર્ધાત્મક કિંમતે આપીને, બધાના એક સંપૂર્ણ સંયોજન તરીકે તેની સમર્થતા પુરવાર કરી હતી. રેપિડે ભારતમાં લોકપ્રિય સી સેગમેન્ટમાં સ્કોડા ઓટોના પ્રવેશને ચિહ્નિત કર્યો, અને દેશભરના બ્રાન્ડ વફાદારો અને ઓટો ઉત્સાહીઓની ખૂબ પ્રશંસા મેળવી હતી.
2016ના અંત ભાગમાં રજૂ કરાયેલી અનુગામી પુનરાવૃત્તિ, બાકીના સ્કોડા ઓટો પ્રોડક્ટ પોર્ટફોલિયોની જેમ સ્ફટિકીય ડિઝાઇન સંકેતો ધરાવે છે: જેના અન્ય તત્વોમાં સુરક્ષા અને સલામતી મોડ્યુલોની વિપુલતા, પ્રમાણભૂત સુવિધાઓની સંપત્તિ અને અસંખ્ય ‘સિમ્પલી ક્લેવર’ ઉકેલોનો સમાવેશ થાય છે. આ વાહન એ ઘરેલુ બજારમાં સ્કોડા ઓટોની શ્રેષ્ઠ સેલર છે અને તેના સેગમેન્ટમાં કાર્યક્ષમતા, વ્યવહારિકતા અને મોકળાશ માટે એક બેંચમાર્ક સ્થાપિત કરે છે. સુપ્રસિદ્ધ ‘ક્વીન ઓફ રેલીઝ’ ખાતે ચેક મોનિકરની સફળતાની શ્રદ્ધાંજલિ, પ્રીમિયમ સ્કોડા રેપિડ મોન્ટે કાર્લો વૈભવ અને ગ્લેમરને પલ્સ રેસિંગ સ્પોર્ટ્સ સ્ટાઇલિંગની સાથે જોડે છે.
નવી સ્કોડા રેપિડ TSI ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમતનો સારાંશ
મોડેલ | કિંમત (એક્સ-શોરૂમ, ભારત) |
રાઇડર પ્લસ ઓટોમેટિક ટ્રાન્સમિશન | ₹ 09,49, 000 |
એમ્બિશન ઓટોમેટિક ટ્રાન્સમિશન | ₹ 11,29, 000 |
ઓનીક્સ ઓટોમેટિક ટ્રાન્સમિશન | ₹ 11,49, 000 |
સ્ટાઇલ ઓટોમેટિક ટ્રાન્સમિશન | ₹ 12,99, 000 |
મોન્ટે કાર્લો ઓટોમેટિક ટ્રાન્સમિશન | ₹ 13,29, 000 |