India, 2020: ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફોનપે એ આજે જાહેરાત કરી છે કે તેણે એપ્રિલથી ઓગસ્ટ, 2020 ના ગાળામાં તેના પ્લેટફોર્મ પર 5 લાખથી વધુની ઇન્સ્યોરન્સ પોલિસી વેચી દીધી છે. આ વસ્તુ ફોનપે ને ઇન્સ્યોરન્સના માત્ર 9 મહિનાની અંદર ભારતમાં સૌથી ઝડપથી વિકસિત ઇન્સ્યોરન્સ કૅટેગરીના વિતરક બનાવે છે. ફોનપે ઍપ પર કૅટેગરી લાઇવ થઈ રહી છે.
આ લક્ષ્યાંક અંગે ટિપ્પણી કરતા, હેમંત ગાલા, વીપી ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ પેમેન્ટ, ફોનપે એ જણાવ્યું, “5 મહિનાની ટૂંકી અવધિમાં ફોનપે પર વેચાયેલી 5 લાખ ઇન્સ્યોરન્સ પોલિસી મેળવીને અમને આનંદ થાય છે. ઇન્સયોરટેક ઉદ્યોગમાં આ અત્યાર સુધીનો સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. અમે અમારા ભાગીદારોના આભારી છીએ કે જેમણે અમારા ગ્રાહકોને તેમની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરવડે તેવા પ્રોડક્ટના નવીન અને સહ-નિર્માણ માટે અમારી સાથે નજીકથી કાર્ય કર્યું છે. ગ્રાહકો પોતે તેમના વિશ્વાસને મૂકવાનું ચાલુ રાખે છે કારણકે તેઓને અમારા પ્લેટફોર્મ પર ઇન્સ્યોરન્સ ખરીદવાનું સસ્તું, સમજવા માટે સહેલું અને સરળ લાગે છે. આ અમારા ગ્રાહકોની તમામ ઇન્સ્યોરન્સ આવશ્યકતાઓ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનવાના અમારા લક્ષ્ય સાથે સુસંગત છે. અમે બહુવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને પાઇપલાઇનમાં ઘણી નવી પ્રોડક્ટ છે જે આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે.”
ફોનપે એ આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે વ્યવસાય માટે અને મનોરંજન માટેના મુસાફરો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ શરૂ કરનાર પ્રથમ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ હતું. એપ્રિલથી, તેણે 5 વધુ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ શરૂ કરી હતી જેમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઉપરાંત COVID-19 ઇન્સ્યોરન્સ, ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, હોસ્પિટલ ડેઇલી કૅશ, ડેન્ગ્યુ અને મેલેરિયા ઇન્સ્યોરન્સ, વ્યક્તિગત અકસ્માતનું કવર વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રોડક્ટને શરૂ કરવામાં આવી હતી ત્યારથી ખુબ જ ટૂંકા ગાળામાં પ્રોડ્કટની વૃદ્ધિ થઇ છે તે નોંધપાત્ર છે, ઉદ્યોગને સામાન્ય રીતે સમાન પ્રોડક્ટને શરૂ થવામાં અને તેની વૃદ્ધિ થવામાં થોડા મહિનાઓ લાગે છે. નોંધનીય બાબત એ પણ છે કે ફોનપે એ બજારની જરૂરિયાતોને આધારે તેમની પ્રોડક્ટ સમયસર લૉન્ચ કરી છે અને 23 કરોડથી વધુના રજિસ્ટર્ડ યુઝર બેઝ માટે કસ્ટમાઇઝ થયેલી પ્રોડક્ટ આપવા માટે અગ્રણી ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી છે. એપ્રિલ અને મે મહિનામાં જ્યારે રોગચાળો દેશભરમાં ઝડપથી ફેલાયો ત્યારે ફોનપે એ COVID-19 માટે કેટલાક ઓછા ખર્ચના અસરકારક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટની શરૂઆત કરી હતી. લોકડાઉન સમાપ્ત થતાં અને ડોમેસ્ટિક ટ્રાવેલ ધીમે ધીમે જૂન મહિનામાં દેશભરમાં શરૂ થતાં, કંપનીએ એક વર્ષ માટે તમામ ડોમેસ્ટિક ટ્રાવેલ માટે વ્યાપક, ઉદ્યોગનું પ્રથમ સ્થાનિક ડોમેસ્ટિક મલ્ટિ-ટ્રીપ ઇન્સ્યોરન્સ કવર ફક્ત INR 499 માં શરૂ કર્યું હતું. ફોનપે એ તે પછી ટૂંક સમયમાં જુલાઈમાં હોસ્પિટલ ડેઇલી કેશથી શરૂ કરીને સેચેટ આધારિત ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લૉન્ચ કરી હતી, જેથી ગ્રાહકોને COVID-19 સહિતની બિમારીઓને લીધે ઈજા કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેઓને ઇન્સ્યોરન્સની રકમ મળી શકે. આગામી વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને જે દેશભરમાં મચ્છર-જન્ય બિમારીઓના વિશાળ સંખ્યામાં કેસ જોઈને, તેઓએ જુલાઈમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ઇન્સ્યોરન્સની પણ શરૂઆત કરી હતી.
ફોનપે ઍપમાં ટિયર-1, 2, 3 ને કવર કરતા 15,000 થી વધુ પિન કોડમાંથી ઇન્સ્યોરન્સ ખરીદી જોવા મળી છે અને તેના પ્લેટફોર્મમાં રુચિ અને તેની ઑફરો માટે ગ્રાહકના પ્રચંડ પ્રતિસાદને પ્રતિબિંબિત કરે છે. ફોનપે ના 70% થી વધુ વપરાશકર્તાઓ ઘણા વપરાશકર્તાઓ ટિયર-2 અને 3 શહેરોમાંથી હતા કે અહીં જેઓએ પ્રથમ વખત ઇન્સ્યોરન્સ ખરીદેલ હતું. ફોનપે પર ઇન્સ્યોરન્સ વેચાણ માટેના અગ્રણી ટિયર-2 અને ટિયર-3 શહેરો વિશાખાપટ્ટનમ, જયપુર, અમદાવાદ, નાસિક, વિજયવાડા અને ઔરંગાબાદ છે.