રાજ્યમાં કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1310 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1250 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3478 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 140055 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,762 છે. આજે રાજ્યમાં કુલ 56,731 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 85.55 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 198, રાજકોટમાં 151, વડોદરામાં 129, જામનગરમાં 86, ગાંધીનગરમાં 45, મહેસાણામાં 36 અને ભરૂચમાં 32 સહિત કુલ 1310 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટ, અમદાવાદમાં 3-3, સુરત, વડોદરામાં 2-2, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 295, અમદાવાદમાં 258, રાજકોટમાં 164, જામનગરમાં 46, વડોદરામાં 104 સહિત કુલ 1250 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.