બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયાદ્વારા તેનાં 2020 બીએમડબલ્યુ લાઈફસ્ટાઈલ કલેકશન્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. નવી ઓફરમાં સાદગી અને દીર્ઘ ટકાઉ ગુણવત્તા અધોરેખિત કરતી શહેરી લાઈફસ્ટાઈલ માટે નવીન પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે. કલેકશન્સ હવે દેશભરની બધી બીએમડબલ્યુ ડીલરશિપ્સમાં ઉપલબ્ધ છે.
શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ,બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયાકહે છે, “બીએમડબલ્યુ લાઈફસ્ટાઈલ કલેકશનઆધુનિક, મનોહર અને કાર્યશીલ અર્બન ફેશન આલેખિત કરે છે. ઉચ્ચ ગુણવત્તાનાં મટીરિયલ્સ અને કળાકારીગરીનો ઉપયોગ બીએમડબલ્યુ કાર્સ ઘડવામાં લેવાયેલી મહેનતનાં તે જ ગુણવત્તાનાં ધોરણો આલેખિત કરે છે. મિનિમાલિસ્ટિક અને ચતુરાઈપૂર્વક તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ રેન્જ ખૂબીઓથી સમૃદ્ધ છે અને હંમેશાં હરતાફરતા રહેનારા માટે ઉત્તમ છે. 2020બીએમડબલ્યુ લાઈફસ્ટાઈલ કલેકશનમાં પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે, જે લાક્ષણિક બીએમડબલ્યુ ની ગતિશીલતા અને લાઈફસ્ટાઈલને તેની શ્રેષ્ઠતાએ આલેખિત કરે છે. તેની સમકાલીન ડિઝાઈન અને સાદગી ઓન અને ઓફફ-રોડ પણ વ્યક્ત બીએમડબલ્યુ લૂકને વધુ ઉઠાવ આપે છે.”
બીએમડબલ્યુ કલેકશન. ફંકશનાલિટી સાથે સ્પોર્ટી સ્ટાઈલ.
બીએમડબલ્યુ કલેકશનમહત્તમ આરામ અને કાર્યશીલતાની ઉચ્ચ માત્રા પ્રદાન કરે છે. તેની સ્પોર્ટી ડિઝાઈન આધુનિક જીવનશૈલીને અનુકૂળ રીતે બંધબેસી જાય છે. કલેકશનમાં એપરલ, જેકેટ્સ, સનગ્લાસીસ, સિપર્સનો સમાવેશ થાય છે. ક્લાસિક બીએમડબલ્યુ કલેકશન ડિઝાઈન કોન્સેપ્ટ આધુનિક, કાર્યશીલ અને શહેરી છે, જે હંમેશાં વિખ્યાત બીએમડબલ્યુ વાહનની ડિઝાઈન પર આધારિત હોય છે. મિનિમાલિસ્ટ, સમકાલીન પ્રોડક્ટો સ્માર્ટ ફંકશન્સને આભારી રોજબરોજના જીવનમાં વધુ આઝાદી આપે છે.
શ્રેણી જીવનશૈલીની ચીજો દ્વારા પૂરક છે, જેમ કે,બ્રાન્ડના ચાહકો માટે મોટા બીએમડબલ્યુ લોગો સાથે મહિલાઓ માટે બીએમડબલ્યુ લોગોT-શર્ટ. મજબૂત,આકર્ષક રંગો આધુનિક, આત્મવિશ્વાસુ શૈલી અધોરેખિત કરે છે. મનોહર શેડ્સમાં બ્લુ નાઈટ્સ, વાઈલ્ડલાઈમ, સેન્ડ અને મિડનાઈટ નેવી ઉપરાંત ટ્રેન્ડ કલર ઓરેન્જ આકર્ષક લૂકની ખાતરી રાખે છે.