~ 21મી ડિસેમ્બરથી હંગામા સાથે ટેલિવિઝન ચેનલો પરથી પ્રસારિત થનાર આ શો વૈશ્વિક સ્તરે 100 જેટલા દેશોમાં સફળતાથી ચાલી રહ્યો છે ~
મુંબઈ, 18મી ડિસેમ્બર, 2020- ફૂટબોલ, સ્પોર્ટસ અને એડવેન્ચરના ચાહકો માટે હંગામા નવાનક્કોર શો સુપર સ્ટ્રાઈકાઝ સાથે એનિમેટેડમાં ફૂટબોલની દુનિયા લાવી રહી છે. 21મી ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યાથી પ્રસારિત કરતાં ચેનલ બાળકો સામે નવા યુગના એનિમેશન ફૂટબોલ સ્ટાર્સ અલ મેટાડોર, શેક્સ, નોર્થ શો અને ઘણા બધાને રજૂ કરશે.
બાળકોની મનગમતી સિરીઝ અને ધ હેજમારૂ શો, સેલ્ફી વિથ બજરંગી જેવા પાત્રો દર્શાવવા માટે જ્ઞાત હંગામાનો આ નવો શો દેશભરના યુવા ચાહકો માટે મોજમસ્તી અને સાહસથી ભરચક અજોડ પાત્રો, અસલ જીવનની એકશનસભર ફૂટબોલ રમતનો રોમાંચ, દિલધડક મેચો, ગળાકાપ હરીફાઈ અને સાહસો લાવી રહી છે. અગ્રણી ફૂટબોલ ટીમ દુનિયાભરમાં અને બહારી અવકાશમાં પ્રવાસ કરે તેનું પગેરું રાખતી વાર્તા સાથે સિરીઝ યુવા ચાહકોને પ્રાઈઝ્ડ સુપર લીગ ટ્રોફી જીતવાની ખ્વાહિશ ધરાવતી દુનિયાની મહાનતમ સોકર ક્લબો ખાતે પડદા પાછળ લઈ જાય છે.
હંગામા પર અમારી કન્ટેન્ટ હંમેશાં મોજમસ્તી, સાહસ, સ્પોર્ટસમેનશિપ અને મૈત્રીનાં તત્ત્વો સાથે બાળપણના જોશની ઉજવણી કરવાની અમારી મુખ્ય ફિલોસોફી દર્શાવે છે. સુપા સ્ટ્રાઈકાઝ શો હંગામાના દર્શકો સાથે સુમેળ સાધે છે અને યુવા ચાહકોની વૃદ્ધિ પામતી પેઢીને પ્રેરિત કરે છે, એમ ડિઝની કિડ્સ નેટવર્કમાં પ્રવક્તાએ જણાવ્યું હતું.
સુપા સ્ટ્રાઈકાઝ આજે 27 ભાષામાં અને દુનિયાભરના 100 દેશોમાં ઉપલબ્ધ છે અને 21 ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યાથી હંગામા પર લોન્ચ કરાશે. હંગામા પર સુપા સ્ટ્રાઈકાઝ સોમવારથી ગુરુવારે સાંજે 7.30 વાગ્યાથી, 21 ડિસેમ્બરથી માણી શકાશે.