આ અનોખી પહેલ અને રિયાલિટી સિરીઝમાં તેની ત્યાર પછીની આવૃત્તિઓ માટે આ હાઉસ ઓફ ફેમમાં પ્રવેશ કરવા માટે કન્ટેન્ટ ક્રિયેટર્સની વાટ જોઈ રહ્યા છે
મુંબઈ, 22 ડિસેમ્બર, 2020- ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટરો દર્શકો સાથે ઉત્તમ સુમેળ સાધે તેવી રોચક અને વાઈરસ કન્ટેન્ટ લાવવા માટે ભાર આપી રહ્યા છે. પરિવર્તનની આગેવાની કરતાં અને લાખ્ખો ઊભરતી પ્રતિભાઓ માટે સુચારુ કારકિર્દીનો વિકલ્પ બનાવવા માટે એમએક્સ ટકાટક તેની ડિજિટલ પ્રથમ પહેલ ફેમ હાઉસ લઈને આવી છે, જેનો ધ્યેય કન્ટેન્ટ ક્રિયેટર્સના તેના સતત વધતા સમુદાયની કુશળતાને પોષવાનું છે.
ફેમ હાઉસ રિયાલિટી સિરીઝમાં કન્ટેન્ટ ક્રિયેટરોને બેટલ ઓફ ફેમ જીતવા માટે રોજનાં ટાસ્ક્સ સાથે પડકારવામાં આવે છે અને તે ખાસ એમએક્સ પ્લેયર પર રિલીઝ કરવામાં આવે છે. ફેમ હાઉસ નવી પેઢીના કન્ટેન્ટ ક્રિયેટરોમાં તુરંત હિટ નીવડ્યું છે અને ભાવિ ડિજિટલ સુપરસ્ટાર બનવા તેમને માટે સ્પ્રિંગબોર્ડ તરીકે ઊભરી આવ્યું છે. ભારતભરના કન્ટેન્ટ ક્રિયેટરો તેની આગામી સીઝન માટે ફેમ હાઉસમાં પ્રવેશ કરવાની વાટ જોઈ રહ્યા છે, જેથી લાખ્ખો વધારાના ફોલોઅર્સ મેળવી શકે અને વેબ સિરઝમાં ચમકવાનું તેમનું સપનું સાકાર કરવાની તક માટે લડવા સુસજ્જ છે.
પ્રથમ સીઝનમાં 18 કન્ટેન્ટ ક્રિયેટર હતા. ગોવામાં સુંદર સ્થળ ખાતે કોલેબોરેટ, ક્રિયેટ અને ચિલ કરવા માટે 7 દિવસ સાથે આ હાઉસના ઈનમેટ્સને વ્યાવસાયિક મદદ અને એમએક્સ ટકાટક એપનું મોબાઈલ ફર્સ્ટ કન્ટેન્ટ ક્રિયેશન ટૂલ્સથી સુસજ્જ હતા, જેણે ક્રિયેટરો માટે નિરંતર શક્યતાઓની નવી દુનિયા ખરેખર ખોલી નાખી છે. શોની આ આવૃત્તિમાં પ્રવેશ કરનારા બધાની અલગ અલગ ખૂબીઓ અને પ્રતિભા હતી. અમુક તેમની અભિનય કુશળતા માટે વિખ્યાત હતાં, અમુક કપલ વિડિયો બનાવવા માટે અને અન્યો કોન્સેપ્ટ વિડિયો બનાવવા માટે ઓળખાતા હતા. એકત્ર જોડાણ કરવાના અનુભવે દરેક પ્રભાવશાળીઓ માટે વધુ ફોલોઅરો આપ્યા, જે સાથે તેમનો પોતાનો પોર્ટફોલિયો સમૃદ્ધ બનાવવામાં અને વધુ રોચક કન્ટેન્ટ નંગો તૈયાર કરવા માટે તેમને મદદ પણ કરી હતી.
ફેમ હાઉસની પ્રથમ સીઝનમાં ડિજિટલ સ્ટાર્સ નિશા ગુરગેઈન, શલવી ચૌહાણ, દીપક જોશી, રિઝવાન ખાન, લકી ડાન્સર લકી, આશિકા ભાટિયા, અમૂલ્ય રત્તન, આયુષ યાદવ, રશ ટિવન્સ, તારિક ખાન, વિશ રાઠોડ, સલોની મિત્તલ, વિશાલ કાલરા, સોફિયા અન્સારી, કનિષ્કા શર્મા, રિદ્ધિમા જૈન, સ્વાતિ શર્મા અને વીરાંગનાનો સમાવેશ થતો હતો. ફેમ હાઉસ પૂર્વે અને પછી તેમના અનુભવો વિશે તેમણે કાંઈક આવું કહ્યું.
વિશાલ કાલરા કહે છે, હું હાઉસમાં આવ્યો ક્યારે મારા આશરે 380કે ફોલોઅર હતા. આજે લગભગ 1 મિલિયન ફોલોઅર થઈ ગયા છે. ફેમ હાઉસમાં નહીં આવ્યો હોત તો આટલી ઝડપી અને એકધારી વૃદ્ધિ થઈ હોત એવું મને લાગતું નથી.
ફેમ હાઉસને લીધે વૃદ્ધિ શોર્ટ વિડિયો અવકાશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિવિધ મંચો સુધી વ્યાપક છે. યુટ્યુબર પણ એવા આયુષ યાદવે જણાવ્યું હતું કે હું શોર્ટ વિડિયો પ્લેટફોર્મ પર હતો તેનાથી વધુ સમય યુટ્યુબ પર હતો. હું ફેમ હાઉસમાંથી પાછો આવ્યો ત્યારથી સોશિયલ મિડિયા અકાઉન્ટસમાં મારા ચાહકો ઘેલા થઈ ગયા છે.
અન્ય એક સ્પર્ધક નિશા ગુરગેઈને જણાવ્યું હતું કે મારા બધા વિડિયોમાં ફોલોઅરો વધતા જોવા મળે છે, પરંતુ એમએક્સ પ્લેયરની બાબતમાં નવું એ છે કે મારું સપનું જીવંત બન્યું અને અમે સ્ટારડમની નજીક આવ્યા અને એમએક્સ ટકાટક ફેમ હાઉસ માટે અમારો સમય નિર્માણ કર્યો, જે ફુલ- ફ્લેજ્ડ રિયાલિટી સિરીઝમાં પરિણમ્યું.
તો જો પ્રભાવશાળીઓ તરીકે તેમના પ્રવાસ વિશે તમે વધુ જાણવા માગતા હોય અને તમારી ફેવરીટ કન્ટેન્ટ ક્રિયેટરના જીવનમાં ડોકિયું કરવા માગતા હોય તો એમએક્સ પ્લેયર પર હમણાં જ ફેમ હાઉસ જોવાનું શરૂ કરો. ઉપરાંત તેમના ફન વિડિયો જોવા માટે એમએક્સ ટકાટક એપ ડાઉનલોડ કરો.
એમએક્સ ટકાટક હમણાં જ ડાઉનલોડ કરો:https://bit.ly/MXTakaTakApp