મે, 2021- દુનિયામાં સૌથી વિશ્વસનીય અને અચૂક કોલર આઈડી અને ટેલિફોન સર્ચ એન્જિન ટ્રુકોલર દ્વારા કોવિડ હેલ્થકેર ડિરેક્ટરી વિશિષ્ટતા વધુ સુધારવા માટે મેપમાયઈન્ડિયા અને ફેક્ટચેકર સાથે ભાગીદારી કકરાઈ છે. આ ફીચર એપ્રિલ 2021માં બધા એન્ડ્રોઈડના ઉપભોક્તાઓ માટે લોન્ચ કર્યું હતું અને નવાં જોડાણો સાથે અપડેટેડ માહિતીના વિશાળ સંચને આસાન પહોંચ પૂરી પાડવાનું તે ચાલુ રાખશે.
ટ્રુકોલરના ભારતના એમડી રિશિત ઝુનઝુનવાલાએ આ ભાગીદારી પર વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે આ અભૂતપૂર્વ સમયમાં ટ્રુકોલર આ પડકારજનક સમયમાં સમુદાયો અને ફ્રેન્ટલાઈન કર્મચારીઓને મદદ આપવા શક્ય બધું જ કરવા માટે કટિબદ્ધ છે. મેપમાયઈન્ડિયા અને ફેક્ટચેકર સાથે આ ભાગીદારી સાથે લોકોને હોસ્પિટલો, બેડ્સ અને મૂળભૂત તબીબી સુવિધાઓ માટે યોગ્ય સ્થળો અને વેરિફાઈડ સંપર્કો શોધીને અમુક રાહત આપવા અમે આશાવાદી છીએ. નવા ફીચરથી તબીબી આવશ્યકતાઓ માટે અમુક સહાય થશે અને વાઈરસ સામે એકત્ર લડવાના અમારા ધ્યેયમાં મદદ થશે એવી અમને આશા છે.
મેપમાયઈન્ડિયાના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રોહન વર્માએ આ ઈન્ટીગ્રેશન પર બોલતાં જણાવ્યું હતું કે મેપમાયઈન્ડિયાનો કોવિડ-19નો નાથવાનો ધ્યેય હોઈ ટ્રુકોલર સાથે ભાગીદારી કરવાની અમને ખુશી છે. એમ્બેડેડ મેપમાયઈન્ડિયા વિજેટથી ટ્રુકોલરના 200 મિલિયન ભારતીય ઉપભોક્તાઓ કોવિડ નિયુક્ત હોસ્પિટલો, ટેસ્ટ સેન્ટરો, કેર સેન્ટરો, વેક્સિનેશન સેન્ટર વગેરે ઓળખવા અથવા નેવિગેટ કરવા માટે અભિમુખ બનાવશે. તુરંત માહિતી સાથે આ ભાગીદારી અમૂલ્ય જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.
ભારતમાં અગ્રણી સ્થળ આધારિત આઈઓટી મંચ મેપમાયઈન્ડિયા દેશભરનાં બધાં વેક્સિનેશન સેન્ટરો, કોવિડ નિયુક્ત હોસ્પિટલો, ટેસ્ટ સેન્ટરો વગેરે સહિત હિતના લગભગ 60,000 કોવિડ- સંબંધી મુદ્દાઓ લાવી છે. ઉપભોક્તાઓ ટ્રુકોલરની અંદર મેપમાયઈન્ડિયા બેનર પર ટેપિંગ કરીને વિગતો અને લોકેશન મેપને આસાન પહોંચ મેળવી શકે છે. બીજી બાજુ ફેક્ટચેકર ભારતની પ્રથમ સમર્પિત ફેક્ટચેક પહેલ છે, જે કોવિડ રાહતમાં સમાવિષ્ટ સંપર્ક નંબરો સતત વેરિફાઈ કરવા માટે ટીમ ધરાવે છે. આ મંચ લોકોને જરૂરતના સમયમાં દર્દીઓને ઝડપી રાહત આપવા માટે યોગ્ય સંપર્કો સુધી પહોંચવામાં મદદ કરે છે.
સંસાધનોના અમારા ફેક્ટ- ચેકિંગ વર્ક- ફર્સ્ટ- હેન્ડ વેરિફિકેશનનું વિસ્તરણ www.sosindia4u.comનીપહોંચ વિસ્તારવા ટ્રુકોલર સાથે ભાગીદારી કરવામાં અમને ખુશી છે. દેશભરમાં લાખ્ખોનું દાન તેઓ જેમને કરવા માગે તે તબીબી સંસાધનો અને સંસ્થાઓ પર વેરિફાઈડ અને વિશ્વસનીય માહિતી ઉપભોક્તાઓને આપવાના અમારા ધ્યેય અંગે ખુશી છે, એમ ટેલિવિઝન અને પ્રિન્ટ જર્નલિસ્ટ ગોવિંદરાજ એથિરાજે જણાવ્યું હતું.